SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ લલિત વિસ્તર : (૪) “તીર્થજગ્ય.” પદ વ્યાખ્યાન આધારભૂત સંઘ,–“રિસંવારિ પરમવદિસ્થigવર સવા', પ્રવચન વા પ્રવચનાધાર અપાર સાગર જેમ ઉત્તમ જહાજથી પાર ઉતરી શકાય છે, તેમ સંઘ તે તીર્થ: આ અપાર ઘોર સંસારસાગર પણ પ્રવચનરૂપ પ્રવણથી પાર ઉતરી પ્રવચન જહાજ શકાય છે. એટલે પ્રવચન-પ્રવાહણ એ જ સંસારસાગરથી તારનારૂં તીર્થ છે. સાગરથી પાર ઉતારનારૂં જહાજ પ્રથમ તે દિશા આદિ દર્શક યંત્રથી સુસજજ હોવું જોઈએ. યંત્રસજજ છતાં ગતિકિયા ન કરે તે શું કામનું? એટલે બીજું તે ગતિ-કિયાવંત હોવું જોઈએ. આવું જહાજ પણ તેના પ્રેરક-ચલાવનાર નિર્ધામક કપ્તાન વગેરે બરાબર ન હોય તે કેમ ચાલે? એટલે ત્રીજું તેના આશ્રયઆધારરૂપ ઉત્તમ કપ્તાન આદિ હોવા જોઈએ. આ બધું ય હોવા છતાં જહાજ મજબૂત સુદઢ ન હોય તે વચ્ચે જ ભાંગી પડે, એટલે એથું તે શક્તિસંપન્ન હોવું જોઈએ. આવા લક્ષણવાળું ઉત્તમ જહાજ સાગર પાર ઉતારી ઈષ્ટ સ્થળે પહોંચાડે, તેમ તેવા જ યક્ત લક્ષણવાળું પ્રવચન જહાજ પણ સંસારસાગર પાર ઉતારી ઈષ્ટ મોક્ષ સ્થળે પહોંચાડે છે. આમ આ રૂપકની ભૂમિકા સમજવા માટે આટલે સામાન્ય નિર્દેશ કર્યો, એટલે અત્રે બુદ્ધિનધાન આચાર્યજીએ પ્રવચનના જે ઉત્તમ બુદ્ધિગમ્ય (Most Intelligent) લક્ષણ પ્ર જ્યા છે, તેની ચમત્કૃતિ હવે આ તુલનાત્મક અર્થ ઘટના ( Comparison ) પરથી સુજ્ઞ વાંચથી સમજી શકાશે– ઉત્તમ જહાજ પ્રથમ તે દિશા-કાળ-ગતિ આદિ તત્વ જેમ છે તેમ બરાબર દર્શાવનાર યંત્રોથી સુસજ્જ (Weli-equipped) હોય; તેમ આ પરમ પ્રવચન જહાજ પણ જેમ છે તેમ યથાવસ્થિત સકલ છવાદિ પદાર્થનું પ્રરૂપણ કરનાર વચન-તંત્રોથી સુસજજ છે. “યથારિતસરકાવાર્થપન્ન ? ઉત્તમ જહાજ જેમ આડું અવળું નહિં એવું અનવદ્ય અને અન્ય હેડકાં વગેરેની બા. માં અવિજ્ઞાત એવું શીધ્ર સતત ચલન–કરણ કરતું ઈષ્ટ દિશામાં ગતિમાનું–કિયાશીલ હોય; તેમ આ પરમ પ્રવચન જહાજ પણ અત્યંત અનવદ્ય–સર્વથા પરમ નિર્દોષ અને અન્યને અવિજ્ઞાત–બીજાઓને જાણવામાં નથી એવી ચરણ-કરણકિયાના આધારરૂપ હેઈ, મોક્ષરૂપ ઈષ્ટ નિશ્ચય દિશામાં ઉગ્ર સંવેગથી સતત ગતિમા–ક્રિયાશીલ હોય છે.– સત્યન્તાનવાજ્યાવિજ્ઞાતિવરજળવિજssધી.” અપાર સાગરને ઉ૯લંઘી ઈષ્ટ સ્થળે પહોંચવા માટે જોઇતી ધીરજ ને તમન્ના જેઓમાં છે, એવા ધીર મહાસત્ત્વ સંપત્તિમાન ઉતારુઓ જ (Passengers) જેમ ઉત્તમ જહાજને આશ્રય કરે છે; તેમ આ અપાર સંસારસાગરને ઉલ્લંઘી મહાસત્વ મોક્ષરૂપ ઈષ્ટ સ્થળે પહોંચવા માટે જે ઓમાં અપાર ધૈર્ય અને આશ્રયવાળું અનન્ય લગની છે, એ શુદ્ધ સમ્યક્ત્વાદિ ધર્મસંપર્સાપન પ્રવચન જહાજ ત્રિભુવનવત્તી મહાસત્તવંત મહાસ જ આ પરમ પ્રવચન જહાજને આશ્રય કરે છે, “વેન્દ્રકાનતશુષ મદાવાઈ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy