SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ લલિત વિસ્તરો : (૪) “તીર્થવખ્ય પદ વ્યાખ્યાન કલશથી યુક્ત છે, તેમ આ સંસાર સમુદ્ર પણ પાતાલ કલશો જેવા ઊંડા મહાભીષણ-મહા ભયંકર ચાર કષાય પાતાલેથી યુક્ત છે. “ચઉ કષાય પાતાલ કલશ જિહાં, તિસના પ્રવન પચંડ; બહુ વિકલ્પ કલેલ ચઢતું કે, આરતિ ફેન ઉદંડ.... ભવસાયર ભીષણ તારીએ હે, અહો મેરે લલના પાસજી! ત્રિભુવન નાથ દિલમેં એ વિનંતિ ધારિયે હે...” શ્રી યશોવિજયજી. સમુદ્ર જેમ દુલ-ઉલંઘવા દુષ્કર એવા ઘુમરીઓ ખવડાવતા આવર્તથી–વમળથી રૌદ્રભયાનક છે, તેમ આ સંસાર સમુદ્ર પણ વિભ્રમરૂપ ઘૂમરીઓ ખવડાવતા એવા દુલ ધ્ય મોહરૂપ આવર્તથી રૌદ્ર છે. સમુદ્ર જેમ વિચિત્ર પ્રકારના મગરમભ્ય આદિ દુષ્ટ શ્વાપોથી–જલચરોથી વસેલે છે, તેમ આ સંસારસમુદ્ર પણ વિચિત્ર–નાના પ્રકારના દુઃખસમૂહરૂપ દુષ્ટ જલચરોથી વસેલું છે. સમુદ્ર જેમ પવનના હિલેળાથી ખળભળી ઊઠે છેવિક્ષેજિત થાય છે, તેમ આ સંસારસમુદ્ર પણ રાગદ્વેષરૂપે પવનથી વિભ પામી રહ્યો છે, ખળભળી રહ્યો છે. સમુદ્ર જેમ ઊઠતા અને લય પામતા મજાથી-વીચીથી ઊછળી રહ્યો છે, તેમ આ સંસારસમુદ્ર પણ ઉપજતા અને વિણસતા સંગવિયેગરૂપ જાંથી ઉલસી રહ્યો છે. સમુદ્ર જેમ વેલાકુલ-ભરતીઓટથી આકુલ છે, તેમ આ સંસારસમુદ્ર પણ પ્રબલ મને રથરૂપ વેલાથી–ભરતીઓટથી આકુલ–ભરપૂર છે. સમુદ્ર જેમ પાર ન પામી શકાય એ સુદીર્ધ–અતિ લાંબે છે, તેમ આ સંસારસમુદ્ર પણ પાર ન પમાય એ સુદી છે. “ જરત ઉદ્દામ કામ વડવાનલ, પરત શીલ ગિરિ શંગ; ફિરત વ્યસન બહુ મગર તિમિંગલ, કરત હે નિમગ ઉમંગ ભવસાયર ભીષણ.” - શ્રી યશોવિજયજી. “સંસારને તત્વજ્ઞાનીઓ એક મહાસમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહે લેકે ! એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરો! ઉપયોગ કરે !આમ એમનાં સ્થળે સ્થળે વચને છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી. પણ છે. સમુદ્રમાં જેમ મોજાંની છોળો ઉછળ્યા કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક મોજાં ઉછળે છે. જળને ઉપરથી જેમ સપાટ દેખાય છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ કયાંક બહુ ઉંડે છે, અને કયાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામ વિષય પ્રપંચાદિકમાં બહુ ઊંડે છે. તે મેહરૂપી ભમરીઓ ખવરાવે છે. બેડું જળ છતાં સમુદ્રમાં જેમ ઉભા રહેવાથી કાદવમાં ગુચી જઈએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ઘુચવી દે છે. સમુદ્ર જેમ નાના પ્રકારના ખરાબા, અને તોફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીરૂપી ખરાબા, અને કામરૂપી તેફાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતે છતાં વડવાનળ નામના અગ્નિને તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy