________________
પ્રયત્નરૂપ ભગ: ભગવંતનું પરમ આત્મપરાક્રમ
૧૦૭ “સંગ પરિહારથી સ્વામી નિજ પદ રહ્યું, શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું ” ધર્મ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહવે ભાવિયે.”
-શ્રી દેવચંદ્રજી
પરમ આત્મપરાક્રમી ભગવંતનું અનન્ય પ્રયત્નરૂપ ભગ કીર્તન કરે છે–
१८प्रयत्नः पुनः-परमवीर्यसमुत्थ एकरात्रिक्यादिमहाप्रतिमाभावहेतुः समुद्घातशैलेश्यवस्थाव्यङ्घः समग्र इति।०२
અર્થ –પ્રયત્ન પુન: પરમવીય સમુથ, એકરાત્રિકી આદિ મહાપ્રતિમા ભાવનો હેતુ, સમુદ્યાત-શૈલેશી અવસ્થાથી વ્યંગ્ય એ સમગ્ર
વિવેચન અનંત વીરજ જિનરાજને, શુચિ વીરજ પરમ અનંત રે; નિજ આત્મ ભાવે પરિણ, ગુણ વૃત્તિ વર્તનવંતરે.....
મન મોહ્યું અમારું પ્રભુ ગુણે.”..... શ્રી દેવચંદ્રજી. આ ભગવંતેનું પ્રયત્નરૂપ “ભગ પણ સમગ્ર છે. આ પ્રયત્ન (૧) “રમવીચામુલ્ય: પરમ વીર્યથી સમુ-ઉત્પન્ન થયેલ, (૨) એકરાત્રિકો આદિ મહાપ્રતિમાભાવને હેતુ, (૩) સમઘાત-શિલેશી અવસ્થાથી ભંગ્ય-વ્યક્ત થતે એ છે. તે આ પ્રકારે –
જેટલું અને જેવું આત્માનું વીર્ય–સામર્થ્ય તેટલે અને તે પ્રયત્ન થઈ શકે. આ ભગવંતેનું આત્મવીર્ય–આત્મસામર્થ્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલે આ ભગવંતેને પ્રયત્નપ્રકૃષ્ટ યત્ન-આત્મપુરુષાર્થ પણ ઉત્કૃષ્ટ છે. આ ભગવંતનું આત્મવીર્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલું જ નહિં પણ પરભાવ-વિભાવને સ્પર્શલેશ નહિં હોવાથી પરમ શુચિ–શુદ્ધ-પવિત્ર છે, તેમજ ક્ષાયિક ભાવે હેવાથી તેને કેઈ કાળે અંત ન આવે એવું અનંત છે. કારણ કે આ ભગવંતનું આત્મવીર્ય નિજ આત્મભાવમાં પરિણમ્યું છે અને નિજ ગુણવૃત્તિમાં વર્તનવંત વે છે.
શુદ્ધ પરિણામતા વીર્યકર્તા થઈ પરમ અક્રિયતા અમૃત પીધે,
સહજ ગુણગર સ્વામી સુખસાગરે.”—શ્રી દેવચંદ્રજી આ ભગવંતેએ આ વીર્યસંચય આ પ્રકારે કર્યો–મન-વચન-કાયાના પ્રમત્ત યોગથી આત્માની વેડફાઈ જતી–ચારે કોર વેરણ છેરણ થતી શક્તિને તેમણે અટકાવી અને પરભાવ-વિભાવમાં ન જવા દેતાં જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્માને સંયમી રાખી–રોકી રાખી, તેમણે આત્મવીર્યની અત્યંત ઉગ્ર જમાવટ (Mobilisation) કરી, અને આમ તીણ આ ગવંત રહી સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતાં આ અપ્રમત્ત ભગવંતોએ સામર્થ્યાગની શ્રેણીએ ચઢી અનંત એવું ક્ષાયિક વીર્ય પ્રગટાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org