SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ લલિત વિસ્તરા (૨) “ મ : ૫૮ વ્યાખ્યાન છે, તેમાં કઈ કાળે કંઈ પણ ક્ષતિ થવા સંભવ નથી; સકલ સમ્યગદર્શનાદિરૂપ જ્ઞાનાવરણના ક્ષયથી ઉપજેલું તેમનું કેવલજ્ઞાન સદેદિત રહે એવું ઉત્કૃષ્ટ પરમ ધર્મ છે; અને મોહનીયન ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપમાં નિરંતર રમણતા વર્ચા કરે એવું પરમોત્કૃષ્ટ યાખ્યાત ચારિત્ર એમને પ્રગટયું છે. આમ ક્ષાયિક સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અભેદ રત્નત્રયીથી આ ભગવતે સદા શુદ્ધ આત્મસ્વભાવ ધર્મમાં વતા હોવાથી, શુદ્ધ આત્માને સદા અનુભવ કરવારૂપસ્વસમયવિલાસરૂપ આ ભગવંતેને ધર્મ પરમ છે. આ ભગવંતે દાન–શીલ-તપ-ભાવનામય ચતુર્વિધ ધર્મ પણ વ્યવહારથી ને નિશ્ચયથી બંને પ્રકારે પરમોત્તમ છે. દાનાંતરાયને ક્ષય થયો હોવાથી આ ભગવંતે પિતાના અનંત જ્ઞાનસંપત્તિમય શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન દાન-શીલ-તપ સ્વ આત્માને કરે છે; પરણાવ-વિભાવરૂપ અધર્મ માં ગમનરૂપ ભાવનામય ધર્મ વ્યભિચારથી શીલને ભંગ ન થવા દેતાં, આ ભગવંતે આત્મ સ્વભાવ ધર્મમાં વર્તાવારૂપ અખંડ શીલનું પાલન કરતા સતા અનુપમ શીલ-સૌરભથી શોભે છે. જેનું દ્વાદશવિધ તપનું સેવન અનન્ય છે એવા આ પરંતપ ભગવંતે અનુપમ આત્મસ્વરૂપમાં પ્રતિપનથી પ્રતાપે છે. જેણે દ્વાદશ વૈરાગ્ય ભાવનાનું પરમ ભવન કર્યું છે એવા આ ભગવંતે આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા વર્ષે છે. આમ દાન-શીલ–તપ-ભાવનામય ચતુર્વિધ ધર્મનું પણ આ ભગવંતને ઉત્કૃષ્ટપણું છે. તેમજ જ્યાં કષાયજન્ય-સાંપરાયિક આશ્રવ ઉત્તરોત્તર ક્ષીણ થતે જતો હોય છે. એવે સાશ્રવ યોગ આ ભગવતેએ દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન પર્યત સાધ્યો અને પછી સર્વથા કષાય અભાવે માત્ર યોગ પ્રત્યયી ક્રિસમયિક (બે સમયની સા2વ-અનાશ્રવ સ્થિતિવાળે) બંધ શિવાય જ્યાં કર્મઆશ્રવને સર્વથા અભાવ છે મહાગાત્મક ધર્મ એ અનાશ્રવ યોગ આ ભગવંતોએ બારમા–તેરમાં ગુણસ્થાને સાધ્યો. આમ આ ભગવંતેને પરિશુદ્ધ ધર્મવ્યાપારરૂપ મહાયોગાત્મક ધર્મ પણ ઉત્કૃષ્ટ છે. અને આમ સાશ્રવ-અનાશ્રવ મહાયોગરૂપ કિવિધ, સમ્યગદર્શનાદિરૂપ ત્રિવિધ અને દાનાદિરૂપ ચતુર્વિધ એ આ ભગવંતેને ધર્મ પરમોત્તમ રહેવાથી સર્વ પ્રકારે આ ભગવતનું ધર્મરૂપ ભગ સમગ-સંપૂર્ણ છે. * “અર્થવ સન્ના: જો વહુન્નરમાત્તાવાડા पूर्वव्यावर्णितन्यायादेकजन्मा त्वनास्रवः ॥ आस्रवो बन्धहेतुत्वाद्वन्ध एवेह यन्मतः। स सांपरायिको मुख्यस्तदेषोऽर्थोऽस्य संगतः। एवं चरमदेहस्य संपरायवियोगतः । इत्वरावभावेऽपि स तथानानवो मतः ॥" –શ્રી યોગબિન્દુ, શ્લેક ૩૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy