SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૨) “માવM:' પદ વ્યાખ્યાન પણ ભગવંતનો આ આત્યંતર શત્રુસંહાર–પરાક્રમથી ઊઠેલે યશ તે પરમ અહિંસાદિથી નિર્મલ-શુભ્ર નિષ્કલંક હેઈ, ત્રણે લેકમાં વ્યાપક બની, “સુણતાં શ્રવણે અમી ઝરે” એ લોયાનન્દકારિ” –ત્રણે લેકને આનંદ ઉપજાવે એ હોય છે. બાહ્ય શત્રુસંહાર પરાક્રમજન્ય લૌકિક યશ ક્ષણજીવી હેઈ કાંઈ સર્વ કાળ સ્થિતિ કરતા નથી. પણ અમુક મર્યાદિત કાળ જ ટકે છે, પણ ભગવંતને આ આંતર શત્રુસંહાર પરાક્રમથી ઊઠેલે અલૌકિક મહાયશ તે “આકાલપ્રતિષ્ઠ' છે,–“ utત', જ્યાં લગી કાળનું અસ્તિત્વ છે ત્યાં લગી તેની પ્રતિષ્ઠા છે, અર્થાત્ તે કઈ કાળે નાશ નહિં પામનાર એ શાશ્વત છે. દેવ મહાજસ ગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિ રે, જ્ઞાને ધ્યાને અતિ બહુમાને, સાધે મુનિ નિજ શક્તિ રે.....” શ્રી દેવચંદ્રજી “ચંદ્રકિરણ ઉજજવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપેજી, જે પ્રભુ ભક્તિ કરે નિત વિનયે, તે અરિયણ બહુ પ્રતાપી ઝીપજી” શ્રી યશોવિજયજી શ્રીમદ્દ ભગવંતનું કેવલથીરૂપ ભગ પ્રદર્શિત કરે છે– १६श्री: पुनः-धातिकमेच्छेिदविक्रमावाप्तकेवलालोकनिरतिशयसुखसम्पत्समन्वितता परा ४१ અર્થ:-શ્રી પુન: ઘાતિક ઉદના વિક્રમથી (પ્રરાક્રમથી) પ્રાપ્તિ કેવલાલેકરૂપ નિરતિશય સુખસંપત સમન્વિતતા પર. વિવેચન “ચરણ કમલ કમલા વસે રે, નિરમલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ...વિમલજિન”—શ્રી આનંદઘનજી આ ભગવંતે ઘાતિકને ઉચ્છેદ કરવાનું વિક્રમ-પરાક્રમ દાખવ્યું, તેથી તેમને કેવલાલક-કેવલજ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થયે, એટલે તેમને નિરતિશય પરમ સુખસંપસમન્વિતતા થઈ, એ જ આ ખરેખરા “શ્રીમદ ભગવાનનું શ્રીરૂપ “ભગ” છે. કર્મ ને આત્માના ઘેર સંગ્રામમાં અપૂર્વ વીરત્વ દાખવતાં આ ભગવતે પ્રથમ તે સમ્યગ્ગદર્શનરૂપ “સુદર્શન’ ચક વડે અનંતાનુબંધી ચંડાળ ચેકડીથી વિંટાયેલા “દર્શન મેહ” નામધારી મિથ્યાદર્શન સેનાપતિનું મસ્તક ઉડાવી દીધું. આત્મ-મહાવીરત્વ એટલે કર્મની સેનામાં મોટું ભંગાણ પડતાં ચારિત્રમેહે સરદારી લીધીતેની સામે આ ભગવંતે ચારિત્રધર્મ મહાદ્ધાને રણમાં ઉતાર્યો, અને તેણે આત્મસ્વભાવમાં વર્તાવારૂપ વ્રત–મુગર વડે તે ચારિત્રમેહના અપ્રત્યાખ્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ એ બે પગ ભાંગી નાખી તેને લંગડે બનાવી દીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy