________________
૧૦૨
લલિત વિસ્તરો : (૨) “માગ્ય: પદ વ્યાખ્યાન આ ભગવંતનું સમગ્ર-સંપૂર્ણ ઐશ્વર્ય તે ઇદ્રોથી ભક્તિનમ્રપણે કરવામાં આવેલ મહાપ્રાતિહાર્ય વિભૂતિરૂપ છે. દિવ્ય ધ્વનિ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, છત્ર, ભામંડલ, દેવદુંદુમિ, અશેક અને સિંહાસન એ અષ્ટ મહાપ્રાતિહાર્ય પરથી આ ભગવંતોનું સત્ર ચિશ્વર્યરૂપ ભગ” સ્પષ્ટ જણાય છે. પ્રાતિહાર્ય એટલે ? પ્રતિહારીને ભાવ તે પ્રાતિહાર્ય. રાજદ્વારે બેઠેલે પ્રતિહારી જેમ રાજાનું સૂચન કરે છે. તેમ આ અષ્ટ મહાપ્રાતિહાર્ય વિભૂતિ આ ત્રિભુવનશિરતાજ ત્રિભુવનરાજરાજેશ્વર ભગવાન્ અત્ર બિરાજમાન છે એમ તેના મહામહિમાની છડી પોકારે છે. ત્રિભુવનની ઠકુરાઈ સૂચવતા આ પ્રાતિહાર્યની શોભા કેવી અનુપમ ને કેવી અદ્ભુત હોય છે, તેનું પરમ સુંદર હૃદયંગમ વર્ણન આદિ પુરાણમાં મહાકવિ શ્રી જિનસેનાચાર્યજીએ અને કલ્યાણમંદિર-ભક્તામર આદિ સ્તોત્રરત્નમાં શ્રીસિદ્ધસેન દિવાકરજી-માનતુંગાચાર્યજી આદિ મહાકવિઓએ અપૂર્વ ભક્તિરસથી લલકાર્યું છે, અને પિકાર્યું છે કે “હે ભગવન્! ધર્મોપદેશન વિધિમાં X આવી જે હારી વિભૂતિ થઈ છે, તેવી બીજાની થઈ નથી; અંધકારને હણનારી જેવી દિનકરની પ્રભા છે, તેવી વિકાશી એવા ગ્રહગણની પણ ક્યાંથી હોય?” મહામુનિ યશોવિજયજી-દેવચંદ્રજી આદિ મહાભક્ત કવિઓએ પણ ફિદા થઈ ગાયું છે કે
દિવ્ય અવનિ સુર ફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હે રાજે રે, ભામંડલ ગાજે દુંદુભિજી. સિંહાસન અશેક, બેઠા મેહે લેક; આજ હે સ્વામી રે શિવગામી, વાચક યશ થુજી” શ્રીયશોવિજયજી પ્રાતિહારજ અતિશય શેભા, તે તે કહિય ન જવે રે, ઘુક બાલકથી રવિ કર ભરનું, વર્ણન કેણિ પરે થાવે રે ?” –શ્રીદેવચંદ્રજી
ભગવંતનું અનુપમ રૂપસ્વરૂપ ભગ દર્શાવે છે. १४रूपं पुनः-सकलसुरस्वप्रभावविनिम्मिताङ्गष्टरूपाङ्गारनिदर्शनातिशयसिद्धं ।३९
૧૪અર્થ:–રૂપ પુન: સકલ સુરોથી સ્વપ્રભાવ વડે વિનિર્મિત અંગુષ્ઠરૂપ અને અંગારના નિદર્શનના (દૃષ્ટાંતના) અતિશયથી સિદ્ધ એવું
વિવેચન “રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ ....પ્રભુજી! જોતાં પણ જગિ જતુને, ન વધે વિષય વિરામ..પ્રભુજી!
બહુ નિણંદ દયામયી.”–શ્રી દેવચંદ્રજી * “ચૈ કથા તવ વિતરમૂઝિનેત્ર, धर्मापदेशनविधौ न तथा परस्य । यादक प्रभा दिनकृतः प्रहतान्धकारा, તારુ તો છુપચ વિવાાિનો.fv ” શ્રી ભક્તામર રતેત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org