________________
૨. ભગવંત : “મવિખ્ય:' પદ વ્યાખ્યાન
ભાવઅહંતા ગ્રહણાર્થે “ભગવત' પદને ઉપન્યાસ છે એમ આ સૂત્રનું પ્રયોજન દર્શાવે છે –
११एते चाहन्तो नामाधनेकभेदाः,-नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः” इति ( तत्त्वार्थे अ. १, सू ५) वचनात् । तत्र भावोपकारकत्वेन भावार्हत्सम्परिग्रहार्थमाह-३६
‘મવિદુઃ ” તિ ૧૧અથ અને આ અહંન્તો નામ આદિ અનેક ભેદવાળા છે,–“નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી તેને ન્યાસ એ વચનથી. તેમાં ભાવ ઉપકારકપણાએ કરીને ભાવઅહતના સપરિગ્રહાથે કહ્યું
“ભગવંતને
વિવેચન “જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વરજિત સકલ ઉપાધિ,
અતીન્દ્રિય ગુણગણ મણિ આગ, ઈમ પરમાતમ સાધ.શ્રી આનંદઘનજી
આ અહંતે કહ્યા, તેના નામઅહંતુ, સ્થાપના અહંત, દ્રવ્યઅત્ અને ભાવઅહંતુ એમ અનેક ભેદ છે. અર્થાત્ જેમાં અહંતના ગુણ નથી, પણ જે માત્ર “અહં” નામ ધરાવે છે તે નામ અહંતુ; જેમાં “અહં'નું આરોપણ કરી આ “અહં” એમ સ્થાપવામાં આવે છે તે સ્થાપનાઅહંતુ; જેમાં વર્તમાનમાં અહંના ગુણપર્યાય નથી પણ ભવિષ્યમાં જે અહંતુ થશે તે દ્રવ્યઅહં; અને જેમાં વર્તમાનમાં અહંના ગુણપર્યાય વતે છે, જે અહંભાવરૂપ એવંભૂત ભાવઅહંત દશાને પામેલા છે, તે ભાવઅહંત, આમાં ભાવઅહંના આલંબનપ્રત્યય વિનાના નામ માત્ર કહેવાતા અહંતથી કે કહેવાતા સ્થાપનાઅહંથી કંઈ ઉપકાર થવાનો સંભવ નથી, તેમજ ભવિષ્યમાં થનારા દ્રવ્યઅહંથી પણ વર્તમાનમાં કાંઈ ઉપકાર થવાને સંભવ નથી, પરંતુ જેમાં અહંતપણાને એવંભૂત ભાવ વર્તે છે એવા ભાવઅહંત થકી જ ભાવઉપકાર થવા સંભવ છે, અને તે ભાવઅહંના આલંબનપ્રત્યયે તે ભાવઅહંનું સ્મરણ કરાવનાર તેના નામથી કે તેની પ્રતિકૃતિરૂપ સ્થાપનાથી (પ્રતિમાથી) પણ ઉપકાર થવા સંભવ છે. અર્થાત્ કહેવાતા નામઅહંથી કે સ્થાપનાઅર્ડથી ઉપકાર નથી, પણ મહાવીરાદિ જેવા ખરેખર ભાવઅહંને પવિત્ર નામથી ને શાંતમૂર્તિ સ્થાપનાથી (વીતરાગ મુદ્રાથી) તો જરૂર ઉપકાર થાય જ છે. તથાપિ મુખ્ય ભાવઉપકાર તો ભાવઅહંતુ થકી જ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org