SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તર: (૧) “નમ :' પદ વ્યાખ્યાન અથ–શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલ છે અને તે શાચ કરતાં પણ જેને વિષયશક્તિના ઉકને લીધે (પ્રબલપણાને લીધે) પર છે,–તે આ “સામર્થ” નામને ઉત્તમ યોગ છે. વિવેચન “અલખ અગેચર અનુપમ અર્થને, કેણ કહી જાણે રે ભેદ? સહજ વિશુદ્ધ રે અનુભવ વચણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ...વીર.” શ્રી આનંદઘનજી અહીં સામર્થ્યવેગનું સ્વરૂપ કહ્યું છે. સામર્થ્યવેગ એટલે સામર્થ્યપ્રધાન યેગ. આત્મસામર્થ્યનું–આત્માના સમર્થ પણનું જેમાં પ્રધાનપણું છે તે સામર્થ્ય યુગ. આ ગ સર્વ ભેગમાં ઉત્તમ ગ છે. આના બે લક્ષણ કહ્યા–(૧) શાસમાં આને ઉપાય સામાન્ય પણે દર્શાવ્યું છે, (૨) વિશેષપણે તે શાસ્ત્ર કરતાં પણ આ વેગને વિષય પર છે – શક્તિના પ્રબલપણને લીધે. શાસ્ત્રમાં આ સામર્થ્યવેગને ઉપાય બતાવ્યું તે છે, પણ તે માત્ર સામાન્યપણે બતાવ્યો છે, –વિશેષપણે નહિં. આમાં શાસ્ત્રનું પ્રયોજન તે માર્ગ દર્શન–દિશાદર્શન પૂરતું છે, કે જુઓ ! આ આ ઉપાય કરશે તે આગળને માર્ગ પામશો. પછી વિશેષપણે તે સામર્થ્યગીએ પિતાના આત્મસામર્થ્યથી જ માર્ગનું સ્વરૂપ જાણું આગળ વધવાનું રહે છે. અને આ સામર્થ્યગીમાં આમ આત્મબલથી જ આગળ વધવાનું સામર્થ્ય હોય છે, તેનું કારણ આત્મશક્તિને ઉક–પ્રબલપણું છે. આ ઉભરાઈ જતી શક્તિનું મૂલ કારણ પણ તેની અત્યારસુધીની આદર્શ શાસ્ત્રોક્ત રીતિ પ્રમા ની ગસાધના છે, આત્મસંયમના ચેગે અત્યંત શક્તિસંચય કર્યો છે–શક્તિ જમા કરી છે તે છે. અંગમાં નહિં સમાતી તે ઉકવંતી શક્તિ જ તેને આગળ વધવાને પ્રેરે છે. અને આવા આ સમર્થ યોગીને આ સામર્થ્યયોગ સર્વ યોગમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. કારણ કે “મેક્ષની સાથે યોજે–જેડે તે યોગ” એમ યોગ શબ્દની વ્યાખ્યા છે, એ પ્રમાણે આ સામર્થ્યયોગ વગર વિલંબે, કાળક્ષેપ વિના, મેક્ષરૂપ પ્રધાન ફલ સાથે જે છે, શીધ્રપણે મુક્તિનું કારણ થાય છે. એટલા માટે આ સામર્થ્યયોગ પરમ યોગ છે, જેગશિરોમણિ છે, એગ પર્વતનું શિખર છે. –ાઢવંતિ :-સામાન્યથી શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલ છે, કહ્યો છે; કારણ કે શાસ્ત્રમાં સામાન્યથી તેનું અભિધાન છે માટે. તતિલકાત્તોવર –તે શાસ્ત્રથી જેને વિષય અતિકાત છે–પર છે (શાસ્ત્ર કરતાં પણ જેને વિષય આગળ વધી જાય છે). ક્યા કારણથી? તે માટે કહ્યું – યુવાન–શક્તિના ઉદ્રકથી, શક્તિના પ્રાબલ્યથી–પ્રબલપણાથી, વિન–વિશેષથી –નહિં કે સામાન્યથી તેનો વિષય શાસ્ત્રથી અતિક્રાન્ત-પર છે, કારણ કે શાસ્ત્રનું સામાન્યથી ફલપર્યાવસાનપણું છે. રામ શં -સામર્થગ' નામને આ યોગ, કરમ–ઉત્તમ, સર્વપ્રધાન છે–અક્ષેપ કરીને (અવિલંબે જ- શીધ્રપણે) પ્રધાન ફલના કારણુપણાને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy