________________
શાસગનું સ્વરૂપ
આવે આ શાસ્ત્રોગ જેને હોય છે એ શાયેગી પુરુષ (૧) તીવશાસ્ત્રબેધવાળ, (ર) શ્રાદ્ધ-શ્રદ્ધાળુ, (૩) યથાશક્તિ અપ્રમાદી હેય. આ શાસ્ત્રગીને સિદ્ધાંતને તીવ્રબોધ-તીર્ણ બંધ હોય છે; શાસ્ત્રનું સૂફમમાં સૂક્ષમ રહસ્યભૂત ગૂઢ જ્ઞાન હોય છે, ભાવશ્રુતજ્ઞાન–શુદ્ધ આત્મજ્ઞાન આ શાસ્ત્રગીના હૃદયમાં નિરંતર રમી રહ્યું હોય છે, અત્યંત પરિણમી ગયું હોય છે.
આ શાસ્ત્રગી પુરુષ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાવંત હોય છે. આમ તે સમ્યગદર્શની પુરુષ હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. શાસ્ત્રગીની તે શ્રદ્ધા સંપ્રત્યયાત્મક કષ–છેદ–તાપ પરીક્ષાથી સમ્યક તત્વપ્રતીતિરૂપ અથવા અન્ય પ્રકારની–આજ્ઞાપ્રધાન હોય છે.
અને એ શ્રદ્ધાળુ હોવાથી જ આ શાસ્ત્રોગી અપ્રમાદી હોય છે, અર્થાત્ જેના વડે કરીને આત્મા સ્વરૂપસ્થિતિથી ભ્રષ્ટ-પ્રમત્ત થાય તેનું નામ “પ્રમાદ” છે, તે પ્રમાદ જેને નથી, જે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે, એ અપ્રમત્ત અથવા અપ્રમાદી છે. આ અપ્રમત્ત પુરુષ મદ, વિષય, કષાય, વિકથા, રાગ-દ્વેષ વગેરે પ્રમાદપ્રકારોથી પર હોય છે. એટલે જ આ આત્મારામ પુરુષ અત્યંત આત્મપયેગવંત હેઈસતત આત્મજાગૃતિમય હેઈ, પંચ મહાવ્રતના શુદ્ધ દ્રવ્ય-ભાવ પાલનમાં કંઈ પણ ખલના આવવા દેતું નથી, પંચ આચારમાં લેશ પણ અતિચાર લાગવા દેતે નથી, પંચવિષયમાં રાગ-દ્વેષ રહિત વ છે, પંચસમિતિ–ત્રિગુપ્તિ આદિ બરાબર સાચવે છે, ક્રોધાદિ ચાર કષાયને પરાજય કરે છે, સર્વ પ્રમાદ આચરણ દૂરથી વજે છે, અને સર્વત્ર સમભાવ ભાવતે રહી યથાસૂત્ર સર્વ આચરણ કરે છે. અને આ આદર્શ દ્રવ્ય–ભાવ નિથ અપ્રમત્ત ચગી ચારિત્રમોહને પરાજય કરવાને માટે અપૂર્વ શૂરવીરપણે યથાશક્તિ–પિતાની સમસ્ત શક્તિ પ્રમાણે પ્રવૃત્ત થાય છે, પરમ આત્મપુરુષાર્થપૂર્વક પ્રમાદશત્રુને સંહાર કરવાને કટિબદ્ધ થાય છે, “ભેઠ બાંધીને” “રઢ લગાડીને મંડી પડે છે. જેમકે –
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તે વતે દેહ પર્યત જે, ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે.
અપૂર્વ અવસર એ ક્યારે આવશે? સંયમના હેતુથી યોગ પ્રવર્તાના સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે....અપૂર્વ
–શ્રીમદ્ રાજચંદ્રજી હવે સામર્થ્યાગનું લક્ષણ કહે છે –
शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः। शतयुद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः॥३॥
શાસ્ત્રમાંહિ દર્શાવિયે, જે વેગને ઉપાય ને તેથી પણ પર વળી, વિષય જેહને જાય; પ્રબળપણથી શક્તિના, વિશેષે કરી આમ; તે આ ઉત્તમ વેગ છે, સામર્થ જેનું નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org