SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૮e લલિત વિસ્તરા : (૧) “નમોગ્ય: પદ વ્યાખ્યાન તેની સપ્ત નયમાં પરમ સુંદર હદયંગમ ઘટના ભક્તશિરોમણિ મહામુનીશ્વર શ્રીદેવચંદ્રજીએ તેમની લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કરી છે. જેમકે— ભાવ સેવ અપવાદે નિગમ, પ્રભુ ગુણને સંક૯પેજી; સંગ્રહ સત્તા તુલ્યારોપે, ભેદભેદ વિકલ્પજી શ્રી ચંદ્રપ્રભ૦ વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણ રમણજી; પ્રભુ ગુણ આલંબી પરિણામે, ઋજુપદ ધ્યાને સ્મરણાજી....શ્રી ચંદ્રપ્રભ૦ શબ્દ શુકલ ધ્યાનારહણ, સમભિરૂઢ ગુણ દશમેજી; બીએ શુકલ અવિકલ્પ એકવે, એવંભૂત તે અમમેજી....શ્રી ચંદ્રપ્રભ૦ ઉત્સગે સમકિત ગુણ પ્રગટયો, નૈગમ પ્રભુતા અંશેજી; સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિપદ ભાવ પ્રશંસેજી....શ્રી ચંદ્રપ્રભ૦ ઋજુસૂત્ર જે શ્રેણી પદસ્થ, આતમ શક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલ્લાસે જી...શ્રી ચંદ્રપ્રભ૦ ભાવ સગિ અગિ લેશે, અંતિમ દુગ નય જાણેજી; સાધનતાએ નિજ ગુણ વ્યકિત, તેહ સેવના વખાણજી....શ્રી ચંદ્રપ્રભ૦ કારણ ભાવ તેહ અપવાદે, કાર્યરૂપ ઉત્સર્ગેજી; આત્મભાવ તે ભાવ દ્રવ્યપદ, બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગોજી... શ્રી ચંદ્રપ્રભ૦ ” શ્રી દેવચંદ્રજી આ ઉક્ત ચાર પ્રકારની પૂજા મધ્યે સમ્યગ્દષ્ટિ-દેશવિરતિમાં ચારે પ્રકારની પૂજા સમુચિત છે; સરાગ સર્વવિરતિમાં છેલ્લી બે–તેત્રપૂજા અને પ્રતિપત્તિપૂજા સમુચિત છે; વીતરાગમાં એક પ્રતિપત્તિપૂજા જ સંભવે છે, અર્થાત ઉપશાંત મેહ, ક્ષીણમેહ, સગી કેવલી એ ત્રણે વીતરાગ ગુણસ્થાનમાં પરિપૂર્ણ અવિકલ આત્મસ્વરૂપના–આત્મભાવના અંગીકરણરૂપ પ્રતિપત્તિપૂજા જ ઘટે છે. અત્રે કઈ શંકા કરે કે ભલે એમ પૂજાક્રમ છે અને વિતરાગમાં તેને સંભવ છે, તે પણ અહીં તે નમસ્કારની વાત પ્રસ્તુત છે, તેમાં તે પૂજાની વાત મૂકવી અસ્થાને છે. તે માટે સમાધાન કહ્યું કે આ નમસ્કાર છે તે પૂજા અર્થે છે, અને “પૂજા તે દ્રવ્ય-ભાવ સંકોચ” છે એ અગાઉ કહેવામાં આવી ગયું છે. એથી કરીને “નમોડા : – નમસ્કાર હો અહં તેને!” એ અનવદ્ય-નિર્દોષ સ્થિત છે. “એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘન પદ ધરણી રે. “સુવિધિ.” શ્રી આનંદઘનજી પ્રાકૃતોલી અને બહુવચનપ્રયોગનું પ્રયોજન સુચવે છે– इह च प्राकृतशैल्या चतुर्थ्यर्थे षष्ठी । उक्तं च-“बहुवयणेण दुवयणं, छठिविभत्तीए भण्णइ चउत्थी। जह हत्था तह पाया, नमोऽत्थु देवाहिदेवाण ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy