SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા : ચૈત્યવન્દનવિધિ-પ્રણિપાતદડક વાવતાર ભુવનગુરુને પૂજોપચાર સંપાદિત કરે–પથારમ મુનમુને સત્પવિતપૂજ્ઞોપવાર.” યથાસંભવ’–સાધુને વા શ્રાવકને જેને જે સંભવતે હોય તે પૂજે પચાર આચરે; સાધુ પુષ્પપૂજાદિ દ્રવ્યપૂજા ન કરે, પણ સ્તોત્રપૂજાદિ ભાવપૂજા તે કરે જ, અને શ્રાવક દ્રવ્ય-ભાવ અને પૂજા કરે. અને તે પણ કેવી રીતે કરે ? “પ્રદીર્ઘતર તભાવગમનથી” કરે, અર્થાત્ ઝટપટ પ્રસ્તુત ભક્તિકૃત્ય આટોપી લેવાની અણઘટતી ઉતાવળ કે દેહાદેડ નહિં કરતાં, કે વેઠ નહિ કાઢતાં, અત્યંત શાંતિથી-સ્વસ્થતાથી હેઠા મને, પ્રદીર્ઘતર’–અતિઅતિ દીર્ઘ–લાંબા “તભાવગમનથી ”—ભક્તિક્રિયાના અંગભૂત તે તે ભાવમાં ભક્તિતન્મયપણે ગમનથી–પરિણમનથી કરે, અને તે તે દ્રવ્યના ૯ આલંબનથી પણ ભાવનું આરોહણ કરતે જાય. જેમકે પૂર્ણ કલશ શુચિ ઉદકની ધારા, જિનવર અંગે નામે આતમ નિર્મલ ભાવ કરંતાં, વધતે શુભ પરિણામે. સમકિત બીજ નિજ આત્મ આપતા, કળશ પાણી મિષે ભક્તિજલ સિંચતા”..–શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા. “પૂજા ને પરિણામ દઉ, કર ચંદનકી રીતિ, શીતલતા ને સુગંધતા, જિણે ભાંજે ભવભીતિ. એણી પરે ધૂપ પૂજા કરી, જિન આગળ શુભ ભાવ; ટાળી વિભાવની પરિણતિ, દૂર કરે પરભાવ. ઈસે રૂપ નિહારત ઘટમાં, તરત કર્મ જંજીર રે; જિન ઉત્તમ પદ પૂજ લહત ભવિ, નિજ આતમગુણ ધીર રે. નિજ ગુણ રિદ્ધિ તિભાવે થઈ ગ્રહણ કરતાં પરભાવે; પ્રભુ ગુણ ગ્યાન ધ્યાનમાં રહેતાં, હેવત આવિરભા રે.” –શ્રી ખિમાવિજયજી કૃત અષ્ટપ્રકારી પૂજા ઈત્યાદિ પ્રકારે તભાવગમનથી ભક્તિતન્મયપણે યથાસંભવ પૂજે પચાર કરી, (૨) કઈ પણ જીવને કંઈપણ અપાય-હાનિ-બાધા ન ઉપજાવે એવી “સકલસત્વ અનપાયિની” શુદ્ધ ભૂમિ નિરખીને અને પરમ ગુરુએ પ્રણીત કરેલ વિધિથી પ્રમાઈને, ભૂમિ પર જાનુ-ગોઠણ અને કરતલ-બને હથેળી સ્થાપન કરી, * * જલપૂજાદિ અષ્ટપ્રકારી પૂજા અંગે અપૂર્વ ભાવઘટના કરતાં પરમ ભાવિતાત્મા ભક્તશિરોમણિ મહામુનીશ્વર શ્રી પદ્મનંદિ આચાર્યજી પદ્મનંદિપંચવિંશતિકા અન્તર્ગત પૂજાષ્ટકમાં વદે છે કે – "जातिर्जरामरण मित्यनलत्रयस्य, जीवाश्रितस्य बहुतापकृतो यथावत् । विध्यापनाय जिनपादयुगाग्रभूमौ, धारात्रयं प्रवरवारिकृतं क्षिपामि ॥ उच्चेःफलाय परमामृतसंज्ञकाय, नानाफलै जिनपतिं परिपूजयामि । તમવિ સ્ટાર સ્ટાર રે, મોર તત્તર જાત પ રા: ”—ઈત્યાદિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy