SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ કિયા પ્રશસ્ત છે. જ્ઞાનનું સ્થાન પ્રથમ ને ક્રિયાનું સ્થાન પછી છે. “પઢમં જાઉં તો ચા ” પહેલું જ્ઞાન અને પછી દયા' એ સૂત્રને ફલિતાર્થ એ જ છે. જ્ઞાન ને કિયાના યથાયોગ્ય સહકારથી જ ઈષ્ટફલસિદ્ધિ હોય છે. “ ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વંદી હો જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ ગે હે નિજ સાધકપણે.” -શ્રી દેવચંદ્રજી. કારણ કે “જ્ઞાન–કિયાના સમન્વયથી જ મેક્ષ છે.” “જ્ઞાનબિયાખ્યાં મોક્ષ.” જ્ઞાનથી જેવું આત્મસ્વરૂપ જાણ્યું, તેવું આચરણમાં–વર્તનમાં મૂકવાની પ્રકિયા તે કિયા. જ્ઞાન અને કિયા એ બને એક રથના બે ચક જેવા છે, એમાંનું એક પણ જ્ઞાન-ક્રિયાને ચક ન હોય તે ધર્મરથ ચાલે જ નહિં. જ્ઞાન વિનાની ક્રિયા સમન્વય આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગે હોય ત્યાં દેખતાં છતાં પાંગળે નષ્ટ થાય ને દેડતાં છતાં આંધળે નષ્ટ થાય; પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળો જે તેના સૂચન મુજબ ચાલે, બને સહકાર કરી સમન્વય સાધે તે બન્ને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી કિયા એ બન્નેને યથાયોગ્ય સમન્વય સાધવે જોઈએ. અત્રે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂક્યું તે એમ સૂચવે છે કે ક્રિયા જ્ઞાનને અનુકૂલ-અનુસરતી તાત્ત્વિક સમજણવાળી હોવી જોઈએ. એટલા માટે જ ક્રિયાનું “અનુષ્ઠાન' એવું નામ પ્રસિદ્ધ છે. અર્થાત્ દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન છે એવું જે જ્ઞાન થયું, તેને અનુરૂપપણે-છાજે એમ રાગાદિને ત્યાગ કરી શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું તે અનુષ્ઠાન છે. એટલે કર્મ આશ્રવને નિરોધ થઈ સંવર-નિર્જરા થાય, એમ સર્વ આત્મસાધનનું સેવન કરવું, એ જ પઆવશ્યકાદિ સર્વ અનુષ્ઠાનનું અને અષ્ટાંગ યેગાદિ સર્વ ક્રિયાનું એક માત્ર પ્રયોજન છે. અને તથા પ્રકારે શુદ્ધ આત્મસ્વરૂપના નિરંતર લક્ષ્યપૂર્વક-આત્માના જ્ઞાનઉપયોગપૂર્વક ક્રિયા કરવામાં આવે તે જ તથાકિયા છે. અને એટલા માટે જ “જેમ રાધાવેધ સાધાનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હેય, તેમ આરાધક પુરુષ સતત આત્મસિદ્ધિને જ લક્ષ રાખી સર્વ આરાધના કરે, સર્વ આત્મસાધન સેવે, તે તે અવશ્ય કરવા એગ્ય પડાવસ્યકાદિ ક્રિયામાં આમેપગપણે ઊંડા ઉતરી તેને અધ્યાત્મરસ ચાખે. જેમકે-સામાયિકની પ્રતિજ્ઞા લેતાં તે સમભાવમાં સ્થિતિ કરે, પ્રત્યાખ્યાન કરતાં પરભાવ પચ્ચખે, સ્વાધ્યાય કરતાં આત્મભાવમાં વ, ચતુર્વિશતિસ્તવ કરતાં પ્રભુને સહજાન્મસ્વરૂપ ભાવ ચિંતવે, સદ્ગુરુવંદન કરતાં તેમનું આત્મારામીપણું ભાવે, પ્રતિક્રમણ કરતાં સ્વરૂપતિક્રમ દષની ક્ષમા યાચી સ્વરૂપસ્થાનમાં પ્રતિ–પાછું કમણગમન કરે, અને કાર્યોત્સર્ગ કરતાં દેહાતીત દશાને અનુભવ અભ્યાસ કરે, આમ સર્વ ક્રિયા તે આરાધક પુરુષ, તથા પ્રકારને આત્મપગ રાખી અધ્યાત્મપરિણતિરૂપ ભાવક્રિયાના અનુસંધાનપૂર્વક કરે;” ( અને આમ તથા ક્રિયા કરી આત્માર્થ સાધે ). શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૨૮ (સ્વરચિત). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy