SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ લલિત વિસ્તર : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ વ્યક્ત થાય તે માટે કહ્યું–(૧) ઠરેલ પુરુષ જ્ઞાનદ્ધિનો જ્ઞાનદ્ધિને અનુસેક અનુસેક ધરે–પોતાના જાણપણાને ગર્વ ન કરે, પિતાના જ્ઞાનઆદિ વૈભવનું ઘમંડ ન રાખે. એટલે—(૨) અજ્ઞનું અનુપહસન બીજા અબૂઝ અજ્ઞ જીવને ઉપહાસ ન કરે, હાંસી–મશ્કરી ન કરે. એટલે—(૩) વિવાદ પરિત્યાગ–અનભિજ્ઞ–અજ્ઞ જન સાથે વાદવિવાદમાં કે મિથ્યા ચર્ચામાં ઉતરે નહિં. એટલે—(૪) અજ્ઞના બુદ્ધિભેદનું અકરણ–અજ્ઞજનને બુદ્ધિભેદ ન કરે; બુદ્ધિભેદ કરવાથી સમ્યક્રમૈત્યવન્દનાદિ નહિં જાણનારને તેમાં અપ્રવૃત્તિપરિણામનું ઉપજવાપણું થાય, માટે તે બુદ્ધિભેદ ન કરે. પરંતુ–(૫) પ્રજ્ઞાપનીયમાં નિયોગ–જે સમજાવ્ય સમજાવી શકાય એ પ્રજ્ઞાપનીય સરલાત્મા યોગ્ય જીવ હોય તેમાં જ તેને નિયોગ કરે, તેને જ સમ્યકરણમાં નિયું જે. અને આમ–(૬) સંયમપાવતા—જેનામાં બોધ પરિણમીને સ્થિર થયો હોય, તે અવશ્ય સંયમનું પાત્ર બને, કારણ કે જ્ઞાનરથ હું વિત–જ્ઞાનનું ફલ વિરતિ, એટલે ઠરેલ આત્મા સંયમની પાત્રતા પામે જ,–જે ગુણજ્ઞ જનેને સંયમપાત્રતા બહુમત એવી હોય છે. એટલે–(૭) વિગ્રહવતી શમશ્રીવિગ્રહવતી શમશ્રી “વિઘવતા સામથી.”—અને જે સ્થિર સંયમપાત્ર બને તે દેહઆદિ ધારિણી-મૂર્તિમાન શમશ્રી બને, શમને સાક્ષાત્ અવતાર શાંતમૂર્તિ બને. (૮) ભાવસંપદાઓને સ્વાશ્રય–“રવા મ wi” -અને આ જે શાંતમૂર્તિ બને તેને ભાવસંપદાઓ પિતાનું સ્વઆશ્રયસ્થાન અથવા સહીસલામત સુખશ્રયસ્થાન જાણી તેને આશ્રય કરે. અર્થાત્ દર્શન–ચારિત્રાદિ સર્વ ભાવસંપદાઓ આવીને તે “વિગ્રહવતી શમશ્રી’ સ્વરૂપ પુરુષમાં નિવાસ કરે. આમ ધૈર્યનું લક્ષણ છે, “ થિરતાથી થિરતા વધે, સાધક નિજ પ્રભુતા સાધે લાલ. પ્રભુ ગુણને રગે રમતા, તે પામે અવિચલ સમલા લાલ. ” શ્રી દેવચંદ્રજી ઉક્તક્રિયા એ છ વ્યાખ્યાંગ પ્રરૂપે છે– તથા उक्तस्य-विज्ञातस्य तत्तत्कालयोगिनः तदासेवनसमये तथोपयोगपूर्व शक्तित स्तथाक्रिया । नौषधज्ञानमात्रादारोग्यं, क्रियोपयोग्येव तत् । न चेयं यादृच्छिकी शस्ता, प्रत्यपायसम्भवादिति र અર્થ –(૬) તથા ઉક્તક્રિયા–તત તત કલગી એવા ઉક્તના-વિજ્ઞાનના તદુઆ સેવન સમયે તથા પ્રકારે ઉપગપૂર્વક શક્તિ પ્રમાણે તથાકિયા, ઓપધના જ્ઞાનમાત્રથી આરોગ્ય નથી. ક્રિપયોગી જ તે (જ્ઞાન) છે; અને આ ક્રિયા) યાદચ્છિકી શસ્ત નથી–પ્રત્યાયના સંભવને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy