________________
સ્વપર સમયના જાણ આત્મજ્ઞાની “ગીતાર્થ” ગુરુ
૪૯ જેવા છે, તેને ગુરુ માનવા તે તે કૂડાને રૂડા માનવા જેવું છે, અને તે રૂડું નથી, એમ શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રીગદષ્ટિસમુચ્ચયમાં સ્વયં કહ્યું છે, અને આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ પણ આ જ વસ્તુ ધાતુ અને છાપના પ્રસિદ્ધ દષ્ટાંતે સ્પષ્ટપણે સમર્થિત કરી છે. મહાગીતાર્થ ગિરાજ શ્રી આનંદઘનજી પણ ગર્જના કરી ગયા છે કે –
“આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે.”–શ્રીઆનંદઘનજી.
એટલે જ અત્રે ગુરુનું બીજું લક્ષણ “સ્વપૂરતન્ત્રવિ' કહ્યું છે. અર્થાત્ તે સ્વપર શાસ્ત્રના જ્ઞાતા હય, સ્વસમય–પરસમયને જાણનારા હોય, આત્મા–અનાત્માના
ભેદજ્ઞાનને પામેલા હોય. આવા “ગીતાર્થ” જ્ઞાની પુરુષને જ સ્વ-પર સમયના જાણુ ગુરુપણાને અધિકાર ઘટે છે. ગીતાર્થ એટલે કેટલાક લોકો માત્ર આત્મજ્ઞાની ગીતાર્થ સૂત્રપાઠી સમજે છે એમ નહિ, પણ જેણે શાસ્ત્રને–સૂત્રને અર્થ–
પરમાર્થ. ગીત કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં એકતાર આત્માનુભૂતિમય કર્યો છે તે ગીતાર્થ અર્થાત જેણે પરમ નિશ્ચયરૂપ આત્મતત્વ ગીત કર્યું છે, અનુભૂત કર્યું છે, તે ગીતાર્થ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ કહ્યું છે તેમ “ચરણકરણપ્રધાન એવા જે સ્વસમય-પરસમયને (ચિંતન) વ્યાપાર છોડી બેઠા છે, તેઓ ચરણ-કરણને નિશ્ચયશુદ્ધ સાર જાણતા નથી.” એટલા માટે સ્વ–પર સમયના જાણ એવા ગીતાર્થ આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને યોગ્ય છે.
સમભાષી ગીતારથ નાણી, આગમમાંહે લહિયે રે, આતમ અરથી શુભમતિ સજજન, કહો તે વિણ કિમ રહિયે રે?” “ખંડ ખંડ પંડિત જે હવે, તે નવિ કહિયે નાણી; નિશ્ચિત સમય લહે તે નાણી, સંમતિની સહિનાણ...
૨ જિનજી! વિનતડી અવધારે.”શ્રી યશોવિજયજી. આવા સ્વસમય-પરસમયના ભાવ જાણનારા વિચક્ષણ હોય, પણ પરહિત કરવા તત્પર ન હોય તે બીજાને તેથી શું લાભ થાય? એટલા માટે તે “પરહિત નિરત?
હોય એવું ખાસ ત્રીજું વિશેષણ મૂક્યું. અર્થાત્ બીજા જીનું પરહિતનિરત: હિત–પારમાર્થિક કલ્યાણ કેમ થાય? એની અહાનિશ ચિંતા પરાશયદી કરતા રહી તે હિત જેમ થાય તેવી પ્રવૃત્તિમાં અત્યંત રત, રચ્યા
પચ્યા રહેનારા, આનંદ માનનારા પરોપકારપરાયણ હોય; અને એટલે જ ષદર્શનના રહસ્યને જાણનારા તે પરમશ્રુત જ્ઞાની પુરુષ જગજજીને અપૂર્વ વાણી વડે સદુપદેશ દાન દઈ સાચે “ધર્મલાભ” આપે છે. અને આવા જે પરહિતનિરત
* चरणकरणप्पहाणा ससमयपरसमयमुक्कवावारा।
રકાર તારું ળિછાયુ ન ચરિતા”—શ્રી સન્મતિતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org