SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ લલિત વિસ્તરા : આગમવિહિત શ્રેયમાર્ગની ઉપણું મતિવની મતિ પણ જેને તાગ લાવી શકતી નથી, અને જ્યાં ગુણગણરૂપ રત્નો દેખીને ચિત્ત પ્રસક્ત થઈ જાય છે, એવા આ પરમ ગંભીર શ્રુતસમુદ્રને વર્ણવવા કે સમર્થ છે? ઈત્યાદિ પ્રકારે આ પ્રવચનનું ગાંભીર્ય વિચારવા ગ્ય છે. સૂત્રો જેમાં અમલ જલ છે અર્થ ગંભીર મીઠો, સિદ્ધાન્તોના પ્રબળ ઉછળે જ્યાં તરગે ગરીઠા; દેખીને જ્યાં ગુણગણમણિ ચિત્ત થાયે પ્રસક્ત, ચારુ એ શ્રુત જલનિધિ વર્ણવા કેણ શક્ત–પ્રજ્ઞાબેધ મેક્ષમાળા (સ્વરચિત) તથા–(૨) “તન્ત્રાન્તર સ્થિતિ વિલોકનીય છે, અન્ય તંત્રનું–વચનનું તેવું ગંભીરપણું નથી એમ અન્ય તંત્રની સ્થિતિ વિલેકવા છે. કારણ કે ઉપરછલા ક્ષુલ્લક ભાવવાળા વચને જ્યાં હિંસાદિ દેષથી દૂષિત હોઈ ખારા જલ સમા છે, એકાન્તવાદથી દૂષિત અપસિદ્ધાન્તરૂપ ઉલ્લસતા કલ્પનાતરંગો જ્યાં ક્ષુદ્ર તરંગ જેવા છે, યુક્તિસરવાણીને પણ જ્યાં પ્રવેશ પણ સંભવતા નથી, અપમતિવતે પણ આમાં તે શું છે?” એમ જેને તાગ લાવી શકે છે, અને જ્યાં હિંસા-કષાયાદિ પિષક દુર્વિધનરૂપ કાંકરા દેખી ચિત્ત અપ્રસન્ન થાય છે, એવા આ મુદ્દે સામાન્ય જલારા જેવા તન્નાતરોની લૌકિક માર્ગપ્રરૂપણાદિ સ્થિતિ અવલકવા ગ્ય છે. તથા–(૩) તેનાથી આનું અધિકત્વ દર્શનીય છે.”—તન્ત્રાન્તરથી–અન્ય દર્શનેથી આ જિનપ્રવચનનું અધિકપણું (Supreriority) કષ-છેદ-તાપથી શુદ્ધ તત્ત્વના પ્રકાશકપણા વડે કરીને કેવી રીતે છે તે સ્વયં દેખવા યોગ્ય છે ને બીજાઓને જિનપ્રવચનનું દેખાડવા ગ્ય છે. જેમકે-ક્યાં કેવલ શુદ્ધ આત્માર્થપ્રધાન લેકોત્તર અધિપણું માર્ગપ્રરૂપક આ સાગરવરગંભીર જિનપ્રવચન? ને ક્યાં જનમન રંજનપ્રધાન લૌકિક માર્ગપ્રરૂપક ક્ષુદ્ર જલાશ સમા અન્ય વચન? જલાશનું જલ ઉપરની સપાટી (Surface) જોતાં ભલે સમાન લાગે, પણ તેના ઊંડા ની (Depth) ખબર તે જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ તેમ તેમ જ પડે છે. તેમ ઉપર ઉપરથી જોતાં તન્ત્રાન્તર વચન ભલે જિનપ્રવચન સમાન લાગે, પણ તેના ગાંભીર્યને અનુભવ તે જેમ જેમ મધ્યસ્થ ભાવે કષ-છેદ–તાપ પરીક્ષાથી તે તે દર્શનના તત્વનું અવગાહન કરીએ તેમ તેમજ થાય છે. બાકીના સઘળા ધર્મના વિચાર જિનપ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિન્દરૂપ પણ નથી.* એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય બીજું દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગદુહિતૈષિતા.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણત શ્રી મેક્ષમાળા (બાલાવબોધ) પાઠ ૫. તથા--(૪) “વ્યાપ્તિ-વ્યાપ્તિ વિભાગ અપેક્ષિતવ્ય છે અપેક્ષવા યોગ્ય છે. અને આમ સર્વનયમાં વ્યાપકપણુથી તાપશુદ્ધિને લીધે જિનપ્રવચનનું સર્વ તન્ત્રાન્તરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy