SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : અધિકારી-અધિકારી વિવેક ચિન્તામણિ સમાન છે, “afજરાજિત્તામણિકા[.” એટલે જ લાખો ક્રોડે ભમાં ઉપાર્જન કરેલ અનિષ્ટ દુષ્ટ અષ્ટ કર્મરાશિથી ઉપજેલ દૌર્ગત્યનું–આત્માના ગુણદારિદ્રનું તે વિચ્છેદક છે, “ ત્યવિવું”, અર્થાત્ કર્મઅવરણ દૂર કરી તે આત્માની અનંત ગુણસમૃદ્ધિ પ્રગટ કરે છે. આવું દૌગત્યનું વિચ્છેદક અચિત્ય ચિન્તામણિ સમું ચિત્યવજન પામીને પણ અધિકારી જીવ પોતાના અભ્યપણને લીધે વિધિવત્ આસેવો નથી, એટલું જ નહિ પણ આનું લાઘવઆપાદન કરે છે, લાઘવ-હલકાપણું ઉપજાવે છે, જેમ તેમ પ્રેગ કરી આ મહાન ક્રિયાના ગૌરવની હાનિ કરે છે. એટલે વિધિસમસેવક –વિધિથી સમ્યક્ આસેવન કરનાર જેમ મહતું કલ્યાણને પામે છે, તેમ આ અવિધિ સમાસેવક અવિધિથી આસેવન કરનાર અનધિકારી જીવ મહતું અકલ્યાણને વિધિઅનાસેવન થકી પામે છે. અર્થાત્ આત્મસંપત્તિ આપવા માટે અશ્ચિન્ય ભાવ-ચિન્તામણિ લાવવઆપાદનથી અહંતુ ભગવંત જેવા મહત્વ વિષયપણાએ કરીને જે અચિન્ય ચિન્તામણિ મહા અકલ્યાણ સમું આ ચિત્યવન્દનરૂપ મહદ્ ભક્તિઅનુષ્ઠાન છે, તે જે ઉક્ત ભાવ વિધિથી એટલે કે ઉપગથી, નિરાશંસાથી, સમ્યક્દષ્ટિથી, ભક્તિથી, બહુમાનાદિથી સમ્યફ પણ કરે તે મહાકલ્યાણનું ભાજન થાય; અને જે ઉક્ત વિધિથી વિપરીતપણે અવિધિથી એટલે કે અનુપગથી, આશંસાથી, મિથ્યાષ્ટિથી, અભક્તિથી, અબહુમાનાદિથી અસભ્યપણે કરે તે મહાઅકલ્યાણનું ભાજન થાય. કારણ કે જેમ મહતું એવા સત્ પ્રત્યેની અનાશાતનાથી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી, આરાધનથી મહામેક્ષરૂપ સતું ફળ મળે; તેમ તે પ્રત્યેની આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી, વિરાધનથી મહાસંસારરૂપ અસતુ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી ઘે ને ખીજે તો ઘરબાર પણ જાય; તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તે જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તે મહા અકલ્યાણ થાય. “જાણું હે પ્રભુ જાણું જન્મ કયW, જે હે પ્રભુ! જો હું તુમ સાથે મિજી; સુરમણિ હે પ્રભુ! સુરમણિ પામ્યા હત્ય, આંગણ હે પ્રભુ ! આંગણુ મુજ સુરત ફોજી.” શ્રી. યશવિજ્યજી. આ અંગે અત્રે સુભાષિત ટાંકયું છે કે “ધર્માનુષ્ઠાનના વિતથ્યથી–વિતથપણાથી મહાન પ્રત્યપાય થાય છે કે જે રોદ્ર દુઃખસમૂહને જનક–ઉપજાવનાર હોય છે, દુપ્રયુક્ત ઔષધની પેઠે” અર્થાત્ ગુણકારી ઔષધને પણ જે દુપ્રયોગ કરવામાં ધર્માનુષ્ઠાનને આવે, તે દુષ્ટ વિપરીત મિથ્યા અસત્ એ અવિધિપ્રયોગ કરવામાં વૈતથી આવે, તેથી ગુણને બદલે ઉલટી મટી હાનિ થાય. તે જ પ્રકારે મહાન પ્રત્યપાય આત્મગુણકારી ધર્માનુષ્ઠાનને પણ જે દુષ્પગ કરવામાં આવે, દુષ્ટ વિપરીત મિથ્યા અસતુ એ અવિધિ પ્રયોગ કરવામાં આવે, તે તેથી આત્માને ગુણને બદલે ઉલટી મહાન હાનિ થાય. કારણ કે આ ધર્માનુષ્ઠાન ઔષધ ભવરોગને નાશ કરનારૂં મહા ગ-રસાયન હાઈ પૌષ્ટિક રસાયન જેમ પચાવવું સહેલું નથી. એટલે જેમ રસાયનને પ્રયોગ ઉદ્દીપ્ત જઠરાગ્નિવાળા અધિકારી પર કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy