________________
લલિત વિસ્તર: અધિકારી-અધિકારી વિવેક
વિવેચન “સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિન્દુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ..
| ભાગી જિનશું લાગ્યા અવિહડ રંગ.” શ્રી યશવિજ્યજી ઉક્ત અધિકારીઓ જે તેના લિંગ પરથી–પ્રગટ ચિહ્ન પરથી ઓળખી શકાય તે અત્ર કહ્યા છે:-(૧) તકથાપ્રીતિ–ચૈત્યવંદન સંબંધી કથા પ્રત્યે પ્રીતિ. જ્યાં ક્યાંય
પણ આ ભક્તિકિયા પરત્વે વાર્તા ચાલતી હોય, ત્યાં તે પ્રત્યે અધિકારીને અંતર્મ સ્કુરે. (૨) નિન્દા અશ્રવણ-કઈ તે સક્રિયાની નિન્દા ઓળખવાના કરે છે તે સાંભળે નહિં, કાન ધરે નહિં. (૩) તદનુકંપા-તે પ્રગટ ચિહ્ન ચૈત્યવન્દનના નિન્દક પ્રત્યે અનુકંપા–દયા. જેમકે-આ પામર મૂઢ
છો આવી સક્રિયાની નિન્દા કરે છે, તે બિચારાની શી દુર્ગતિ થશે? (૪) ચિત્તને ન્યાસ-આ સક્રિયામાં એ ઈચ્છાતિરેક વકે પુનઃ પુનઃ ચિત્તનું તેમાં સ્થાપન થાય. (૫) પરા જિજ્ઞાસા-ચૈત્યવન્દન સંબંધી પરમાર્થને જાણવાની પરમ ઈચ્છા વર્ત. આ પ્રથમ પાંચ ચિહ્ન પરથી પ્રથમ બહુમાન લક્ષણનું અનુમાન થઈ શકે છે.
તથા-(૬) ગુરુવિનય-ધર્મશિક્ષાદાતા ગુરુપ્રત્યે વિનય, નમ્રભાવે નમન-વંદનાદિ ઉપચાર. (૭) સત્કાલાપેક્ષા-આ સભક્તિકિયાને ઉચિત સંધ્યાત્રયરૂપ સકલને આશ્રય કરે તે. (૮) ઉચિતાસન-ગુરુથી ઉચ્ચ આસન કે સમ આસન નહિં, પણ નીચું આસન. (૯) યુક્તસ્વરતા યથાયોગ્ય સ્વર કાઢવે તે, બીજાના વેગમાં ઉપઘાત કે વિક્ષેપ થાય એ ઘંઘાટ કે કોલાહલ ન કરતાં કે રાગડા ન તાણતાં, ઉચિત સ્વરે પાઠ કરે. (૧૦) પાપગ–ચૈત્યવદનાદિ સૂત્રના પાઠમાં ઉપયેગ, ચિત્તનું સાવધાનપણું. આ બીજા પાંચ ચિહ્ન પરથી બીજા વિધિપરતા લક્ષણનું અનુમાન થઈ શકે છે.
તથા–(૧૧) લોકપ્રિયત્વપિતાના સુશીવપણને એ પ્રભાવ પડ્યો હોય કે જેથી લોકપ્રિયપણું પ્રાપ્ત હાય. (૧૨) અગર્વિતા કિયા–અનિંઘ આચરણ હેય. (૧૩) વ્યસનમાં ધર્ય–વ્યસન-સંકટ-આપત્તિ આવી પડે ધર્ય-ધીરપણું ન છોડે. (૧૪) શક્તિ પ્રમાણે ત્યાગ–અહંવ-મમત્વબુદ્ધિ છેડી, ફૂલણજી થઈને ગજા ઉપરવટ નહિં પણ પિતાની શક્તિ પ્રમાણે જ દાનાદિરૂપ વા વ્રતનિયમદિરૂપ ત્યાગ. (૧૫) લબ્ધલક્ષત્વ –પર્યત સાધ્ય-છેવટને લક્ષ ભૂલે નહિં તે લબ્ધલક્ષ7. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની કીકી પર જ હોય તેમ આ બધી આત્મસાધન ક્રિયા કરીને પણ મ્હારે એક આત્માર્થ જ સાધ છે, આત્મશુદ્ધિ કરી એક આત્મસિદ્ધિ જ સાધવી છે, એ લક્ષ નિરંતર લક્ષમાં રાખ તે લબ્ધલક્ષત્વ. આ ત્રીજા પાંચ ચિહ્નો પરથી ત્રીજા ઉચિતવૃત્તિત્વ લક્ષણુનું અનુમાન થઈ શકે છે–આ પંદર ચિહ્ન પરથી અધિકારીપણું પરીક્ષીને આના અધ્યાપનમાં પ્રવર્ત, નહિં તે દેષ છે એમ કહ્યું છે.
હવે જિન વચન પ્રસંગથી, જાણી સાધક નીતિ; . શુદ્ધ સાથે રૂચિપણે, કરીએ સાધન રીતિ...નમિ નમિ.” શ્રી દેવચંદ્રજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org