SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લાભાદિએથે માયાથી કરવું તેનું સમ્યક્કરગુપણું જ નથી ૧૭ રડાની ઉપમા આપવામાં આવી છે. આ માયા અંગે શ્રી સૂયગડાંગ સૂત્રમાં તે એટલે સુધી કહ્યું છે કે “દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જે માયા દંભી-માયાવીને મોક્ષ- રંગ રે; તે પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજું અંગ છે. ધર્મમાં માર્ગમાં સ્થાન નથી માયા એ ધર્મના દ્રોહરૂપ છે. માયા એ આત્માને મુક્તિસુખથી વંચિત કરનારી વંચના છે. કારણ કે માયાની ગતિ ભુજંગની જેમ વક છે ને મુક્તિની ગતિ આજુ-સરલ છે, એટલે તેમાં વકગામી માયાવીને પ્રવેશ સ્વપ્ન પણ સંભવ નથી. માટે મુક્તિકામી મુમુક્ષુએ દ્રવ્યથી અને ભાવથી માયાને પરિત્યાગ કરી, સાચા ભાવથી નિભપણે નિષ્કપટ ધર્મારાધન કરવા ગ્ય છે. અર્થાત ધર્મારાધન એવું શુદ્ધ હોવું જોઈએ કે તેમાં લેશ પણ માયાકપટ કે દંભ ન હોય, બગલા ભગત જેવી કુટિલતા કે માયાચાર ન હોય, પિતાના દોષના આચ્છાદનરૂપ ધર્મને ડોળ કે ધર્મ ઢોંગીપણું ન હોય, પિતાને ને પરને વંચવારૂપ આત્મવંચના ન હોય, “હાથમાં માળા ને મનમાં લાળા” જેવી વંચક વૃત્તિ ન હોય. આમ અનાગ–માતૃસ્થાન આદિને તે શાસ્ત્રકારે જોરશોરથી નિષેધ કર્યો છે. અને આ અનાગ–માતૃસ્થાન આદિ થકી શુભ ભાવથી વિપર્યયનું–વિપરીત એવા અશુભ ભાવનું પણ દર્શન હોય છે એ તમારી વાત ખરી છે. પણ અત્રે એટલું સમજી લેવું એગ્ય છે કે જે પ્રસ્તુત કિયા સમ્યક્રપણે કરવામાં આવે તે તમે ભય રાખે છે એવા વિપર્યયને અભાવ છે– સભ્યો સમ્યકરણમાં વિભાતિ, અર્થાત અશુભ ભાવના ઉદ્દભવને સંભવ નથી. અને વિપર્યય અભાવ આ ચિત્યવન્દનનું સમ્યકરણ કેમ થાય તેના સંપાદન અર્થે જ અમારે ને તે અર્થે આ વ્યાખ્યારંભ પ્રયાસ છે, કારણ કે એને અર્થ જે જાણતા ન હોય, આ પ્રયાસ તેઓ આનું સમ્યકુકરણ કરી શકે નહિં એ સહેજે સમજી શકાય એવી વાત છે. કપટ રહિત થઈ આતમ અરપણુરે, આનંદઘન પદ રેહ.'–શ્રી આનંદઘનજી આ લોક-પરલેક સંબંધી લાભાર્થે માયાથી યવન્દનનું કરવું તે કાંઈ સમ્યફકરણ નથી, એમ સ્પષ્ટ કહી, નિરાશ સાદિ ગુણસંપન્ન સમ્યગૃષ્ટિ ભક્તિવંતનું જ સમ્યકરણ છે–અનધિકારિપણાને લીધે અન્યનું નહિ, એમ પ્રતિપાદન કરે છે– आह-लब्ध्यादिनिमित्तं मातृस्थानतः सम्यक्करणेऽपि शुभभावानुपपत्तिरिति । न, तस्य सम्यक्करणत्वासिद्धेः। तथाहि-प्रायोऽधिकृतसूत्रोक्तेनैव विधिनोपयुक्तस्याऽऽशंसादोषरहितस्य सम्यग्दृष्टे भक्तिमत एव सम्यक्करणं, नान्यस्य, अनधिकारित्वाद, अनधिकारिणः सर्वत्रैव कृत्ये सम्यक्करणाभावात् ॥ २ અર્થ :–શંકા–લબ્ધિ આદિ નિમિત્તે માતૃસ્થાન થકી સમ્યક્કરણમાં પણ શુભ ભાવની અનુપત્તિ (અઘટનાનપણુ) છે. Jain Edication International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy