SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : સવિવેચન વિવેચન “શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કહ૫ અહો ! ભજીને ભગવંત ભવંત કહો.”_શ્રી મોક્ષમાળા અત્રે કઈ શંકા કરે છે કે આચાર્યજી! આપ આ ચૈત્યવન્દનની વ્યાખ્યા કરવાને પરિશ્રમ લેવા ઈચ્છો છો એ તે ઠીક, પણ આપના પરિશ્રમનું સફલપણું જ પ્રથમ ચિંતવવા યોગ્ય છે. આ આપને પરિશ્રમ નિષ્ફળ છે, કારણ કે મૂળ પરિશ્રમના ચૈત્યવન્દનનું જ નિષ્ફળપણું છે, પુરુપયોગી કંઈ પણ ફળવાનપણું સફલપણાની શંકા અનુભવાતું નથી, તે પછી એવા નિષ્ફળ ચૈત્યવન્દનવિષયી આપના વ્યાખ્યાન-પરિશ્રમનું પણ નિષ્ફળપણું હોય એમાં પૂછવું જ શું? માટે કંટક શાખાના મર્દન જે આ નિષ્ફળ પરિશ્રમ આરંભ્યાથી શું? જ્યાં સફલ પણ રૂપ વ્યાપકની અનુપલબ્ધિ–અપ્રાપ્તિ છે, ત્યાં પરિશ્રમરૂપ વ્યાયનું શું કામ? આ શંકાનું સમાધાન કરતાં પરહિતનિરત આચાર્યજી દે છે–અહે મહાનુભાવ! તમે “નિષ્કલપણને લીધે” એમ જે હેત કહ્યો તે અસિદ્ધ હેતુ છે, “અસિદ્ધ” નામના હેતુદોષથી દૂષિત છે. જે કોઈ પણ રીતે સિદ્ધ ન થઈ શકે એવી શુભભાવનિબંધન આ તમારી દલીલ પિકળ છે. કારણકે ચૈત્યવદન છે, તે પ્રશ્નપત્ર મહાપ્રભાવી શુમારચનાવિધાન-પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયનું નિબન્ધન ચિત્યવદનનું હોવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયાદિરૂપ ફલવાળું છે, એટલે તેનું પરમ સફલપણું સફલપણું પ્રગટે છે. અર્થાત્ લકત્તર દેવ સંબંધી જે આ ભક્તિરૂપ ચિત્યવન્દન છે, તે લેકેત્તર કુશલ પરિણામને હેતુ છે, એટલે તેથી ઉત્તરોત્તર અનુબંધથી શુભ આત્મપરિણામનું નિબન્ધન થઈ પ્રકૃષ્ટ-સર્વોત્કૃષ્ટ શુભ ભાવ ઉપજે છે. અને જેમ જેમ આત્મપરિણામની વિશુદ્ધિ થાય છે, તેમ તેમ તેનાથી જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય-ક્ષપશમ-ઉપશમરૂપ યથાસંભવ ફળ નીપજે છે, અને આમ પ્રકૃષ્ટ આત્મશુદ્ધિ થતાં સર્વ કર્મના ક્ષયરૂપ શુદ્ધ આત્મસિદ્ધિમય મોક્ષ મહાફળ સાંપડે છે; અને તેવા પ્રકારે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “સમ્યક્ ચિત્યવન્દન થકી શુભ ભાવ ઉપજે છે, તેથી કરીને કર્મક્ષય થાય છે ને તેથી કરીને સર્વ કલ્યાણને પામે છે.” અર્થાત આ ચૈત્યવન્દન જેના અવલંબને કરવામાં આવે છે, તે અહંત પ્રભુનું શુદ્ધ ચિતન્ય ધાતુમય સ્વરૂપ ચિંતવતાં આત્મા, સિંહને દેખી અજકુલગત કેસરીની જેમ, નિજ સ્વરૂપનું ભાન પામી “જિનપદ નિજ પદ એકતા' જાણે છે, અને “દર્પણ જિમ અવિકાર” પ્રભુના આદર્શ શુદ્ધ સ્વરૂપને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી સ્વરૂપશ્રેણીએ ચઢે છે, અને દીવાની ઉપાસના કરતાં વાટ દી બને છે તેમ આ પરમાત્માની ઉપાસના કરતાં આત્મા પરમાત્મા થાય આત્માથે પરમાર્થ છે. આમ આ અર્વત્ પ્રભુના અવલંબને આત્માની ગુણરાશિરૂપ નિજ રૂપ આ વ્યાખ્યાનું પ્રભુતા પ્રગટી અવિચલ સુખવાસરૂપ મહા મેક્ષફલ મળે છે. માટે પણ સફલાણું મોક્ષરૂપ પરમ પુરુષાર્થફલની પ્રાપ્તિથી આ ચિત્યવન્દનનું સફળ પણું હેવાથી, અહે મહાનુભાવ! તમે અત્રે આરોપણ કરેલું નિષ્ફળપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy