SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : વિવેચન છું, છતાં હારા કરતાં પણ મંદતર ક્ષપશમવાળા જે આત્મબધુએ હેય, તેઓને આ હારી કૃતિ થકી આત્મલાભ થ સંભવે છે, એટલે તેઓના ઉપકાર અથે આ હારે પ્રયાસ છે. આમ સાચા અધ્યાત્મરંગથી હાડોહાડ રંગાયેલા આ સંગરંગી મહામુનિએ જુભાવે આત્મલઘુતા બતાવી પિતાની ખરેખરી મહત્તા પ્રગટ કરી છે. કારણકે “લઘુતમેં પ્રભુતા વસે, પ્રભુતાસે પ્રભુ દૂર.” અને આ સવહિતાર્થ પ્રવૃત્તિમાં આ મહાત્માને કેટલો બધે પરિશ્રમ પડ્યો હશે તે કલ્પનાતીત છે. વિબુધાએ (દેવેએ) મંદરાચલ વડે સાગરમંથન કરી સારભૂત રત્ન સંશથી અમૃત મંચ્યું, એમાં તેમને કેટલી મહેનત પડી હશે તે કલ્પનાતીત જેમ તે વિબુધે જ જાણે; તેમ આ મહા વિબુધ શાસ્ત્રકારે નિજપરિશ્રમ બુદ્ધિરૂપ મંથ વડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી સારભૂત વાયરને સંશોધી તત્ત્વઅમૃત વાવ્યું, તેમાં તેમને કેટલે પરિશ્રમ પડ્યો હશે તે તે આ મહા વિબુધને અંતરાત્મા જ જાણે. તથાપિ અત્રે સ્થળે સ્થળે પ્રતિપદે દશ્યમાન થતા પ્રજ્ઞાચમત્કારોથી ભલભલા પ્રજ્ઞાવંતેને પણ આશ્ચર્યમુગ્ધ કરી છક કરી દે એવા ન્યાય-મૌક્તિકે જે આ પ્રાજ્ઞશિરેમણિએ અભુત તત્વસંકલનથી આ સૂત્રમાં ગૂંચ્યા છે, તે પરથી આ અપૂર્વ તત્ત્વસંશોધન કાર્યમાં આ મહાવિભૂતિને કેટલો પરિશ્રમ પડ્યો હશે તેનું સહજ અનુમાન માત્ર જ સહુદય પ્રાજ્ઞજને કરી શકે છે. અને જાપાનના સતાં વિતા :-સંત પુરુષની વિભૂતિઓ પોપકારાર્થે હોય છે એનું આ જ્વલંત ઉદાહરણ પેખી સાનંદાશ્ચર્ય અનુભવે છે. આમ ગમે તેટલે પરિશ્રમ પડે તે પણ “આત્મગત શ્રમ ચિંતવ્યા વિના શ્રેય સદા ઉપદેશવા ગ્ય છે, કારણકે હિત પદેષ્ટા આત્માને અને પરને અનુગ્રહ કરે છે. હિતશ્રવણથીX સર્વ શ્રોતાને એકાન્તથી ધર્મ હાય નહિં, પણ અનુગ્રહબુદ્ધિથી વક્તાને તે એકાન્ત ધમ હોય જ છે;”—એવી ભાવનાથી ભાવિતાત્મા આ પોપકારના વ્યસની મહાત્મા પરોપકાર સતાં વિમૂતા: એ ઉક્તિને ચરિતાર્થ કરતાં વદે છે કે હું હારા પરિશ્રમની ચિંતા કર્યા વિના મહારા મનવચન-કાયાની સમસ્ત શક્તિથી સર્વાત્માથી આ સત્ત્વહિતાર્થ પ્રવૃત્તિ કરવા કટિબદ્ધ થયે છું. એટલે શુદ્ધ આશયથી પરમાર્થ પ્રેમથી કરવામાં આવેલ આ મહારે પરિશ્રમ સફલ કેમ નહિં થાય? સફલ થશે જ થશે. LAANAAAAAAAAAAA * “ મતિ ધર્મ: શોતુ: ચૈતત તિવાત ! ગુવતોડનુઘપુરા વસુલાત્તતા મવતિ in ” શ્રી ઉમાસ્વાતિજી કૃત તત્વાર્થભાષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy