________________
વક્તા-શ્રોતાનું પ્રજન; “સૂત્રને પરમાર્થ
જિનાગમમાં-જિન જેવા સર્વજ્ઞ સર્વદશી આસપ્રણીત આગમમાં સર્વજ સૂત્ર અનંત ગમવાળું–અર્થમાગવાળું અને અનંત પર્યાયવાળું છે. અર્થાત્ ઉદાત્ત-સ્વરિત આદિ
અનુવૃત્તિરૂપ અને અન્ય રૂપથી વ્યાવર્તક વ્યાવૃત્તિરૂપ એવા અનંત અનંત અનંત ભાવ પર્યાયે એકેક સૂત્રના હોય છે, અને એટલે જ એના ગમ–અર્થપ્રકાર ભેદથી ભરેલી ભલી” પણ અનંત હોય છે. એ પ્રત્યેક સૂત્ર એવું અર્થગંભીર છે કે તેમાં
અનંત નય અપેક્ષાઓ વ્યાપ્ત છે અને અનંત ભાવે સંભૂત છે. એટલે કાર્ચથી-સામસ્યથી એની વ્યાખ્યા કરવાને કણ ક્ષમ હોય? કેળના પત્રની અંદર પત્રની જેમ જ્ઞાનીની વાતની અંદર વાત હોય છે, તેને સંપૂર્ણપણે વિસ્તાર કોણ કરી શકે ? વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું પણ આવા જ લઘુત્વભાવનું નિવેદક વચન છે કે-અનંત જંગમ, પર્યય, અર્થ, હેતુ, નય ને શબ્દરૂપ રત્નોથી ધનાઢય-સમૃદ્ધ એવા સર્વજ્ઞશાસન-પુરમાં પ્રવેશવું અબહુશ્રુતને દુષ્કર છે. તે પછી શ્રુત-બુદ્ધિ વિભવથી પરિહણ એ હું કે જે પિતાની અશક્તિ વિચાર્યા વિના તેમાં પ્રવેશ કરવા ઈચ્છું છું, તે તે વેરાઈ ગયેલા દાણાના કણ (ઉચ્છક) વીણવા ઈચ્છતા રંક ભીખારી જે છું.” “ ગુણ પર્યાય અનંતતા રે, વલી સ્વભાવ અગાહ;
નય ગમ ભંગ નિક્ષેપના રે, હયદેય પ્રવાહ રે...કુંથુ.”–શ્રી દેવચન્દ્રજી નિજ બુદ્ધિ મંથ વડે બુધથી મંથિત થાતાં,
ફુટ જ્યાં જ્ઞાનાદિ રત્ન ગણ્યા ન ગણાય છે; પ્રજ્ઞઅવબોધકારી એ જિનધર્મ તેથી,
પંડિતરત્નથી રત્નાકરજ ભણાય છે.-પ્રજ્ઞાવધ ક્ષમાળા (સ્વરચિત) “જૈસે કેલે કે પાતમેં, પાત પાતમેં પાત;
તૈસે જ્ઞાનીકી બાતમેં, બાત બાતમેં બાત” અને “સૂત્ર” શબ્દના અર્થ પરથી પણ એ જ રહસ્ય ફલિત થાય છે. કારણ કે સૂત્ર એટલે સંક્ષેપ છતાં સંપૂર્ણ કથનરૂપ, થેડા શબ્દમાં ઘણું અર્થસંપ્રહરૂપ સમાસ વચન છે.
જેમ આકાશમાં અનંત પદાર્થને અવગાહવાની–સમાવવાની સૂત્ર”નો શક્તિ છે, તેમ જિનાગમના પ્રત્યેક સૂત્ર-સમાસમાં અનંત અર્થ પરમાર્થ અવગાહવાની–સમાવવાની અદ્ભુત સમાસશક્તિ છે. આમ આ સૂત્ર
વચન અપશબ્દ છતાં મહાઅર્થસંભારથી સંભૂત એવું પરમ આશયગંભીર છે અને સમુદ્રની જેમ તે આશયગંભીરતાની પિછાન પણ જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ, અવગાહન કરીએ તેમ તેમ થતી જાય છે. કારણ કે આ સૂત્ર * “સઘનત્તામર્થયાતુનરાવૃત્નાતચમ !
सर्वज्ञशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥ श्रुतबुद्धि विभवपरिहीणकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । મક વાવાઝોડું તરોસુ”-પ્રશમરતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org