SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : સવિવેચન કેને પ્રણમીને? “ભુવાલેક જિનેત્તમ મહાવીરને ભુવનાક-કેવલજ્ઞાન-દર્શનરૂપ શુદ્ધ આત્મસ્વભાવ વડે કરીને જે ભુવનને-સમસ્ત જગને “આ”—તે તે વસ્તુની સ્વભાવમર્યાદા પ્રમાણે આલેકે છે–અવલોકે છે, પ્રત્યક્ષ દેખે છે–જાણે ભુવાલેક જિનેત્તમ છે, તે ભુવનલક. અથવા ભુવનને–સમસ્ત લોકેના ભાવને જે પ્રકૃષ્ટ મહાવીર પ્રકાશમય દિવ્ય કેવલાલેક વડે આલેકે છે, વિશ્વપ્રકાશક કેવલજ્ઞાન પ્રકાશથી પ્રકાશે છે, તે ભુવનાલેક. આ વિશેષણથી ભગવાનના જ્ઞાનાતિશય અને વચનાતિશય સૂચવ્યા, અને ઉપલક્ષણથી તેમના સિદ્ધ સ્વરૂપનું સ્મરણ પણ કર્યું. અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શનના પ્રગટપણાથી આ સર્વજ્ઞ–સર્વદશીને જ્ઞાનાતિશય ગુણ સર્વથી અતિશાયી–ચઢીયાતે અસાધારણ વર્તે છે; અને તે કેવલજ્ઞાન-દર્શનના પ્રકાશપૂર્વક વિશ્વદર્શન કરાવનાર વચનના પ્રકાશકપણાથી તેઓને વચનાતિશય ગુણ પણ સર્વાતિશાયી સર્વોત્કૃષ્ટ વર્તે છે. કેવલજ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે; ચિદાનંદઘન તત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે....શ્રી સુબાહુ”—શ્રી દેવચંદ્રજી. જિનેત્તમ-અત્રે બીજું વિશેષણ “જિત્તમ' કહ્યું. ઉત્તરોત્તર આત્મગુણના પ્રગટપણુ પ્રમાણે જિનના કૃતજિન, અવધિજિન, મન:પર્યાયજ્ઞાન જિન, કેવલીજિન એમ ભેદ છે, આ જિનોમાં પણ આ ભગવાન મહાવીર ઉત્તમ-ઉત્કૃષ્ટ-સર્વશ્રેષ્ઠ છે, માટે જિનેત્તમ છે, કારણ કે તે કેવલી છે, તેમજ તીર્થકર પણ છે. આ “જિન” એ કાંઈ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્વવાચક શબ્દ છે. રાગ-દ્વેષ-મોહ આદિ સર્વ આંતરુ શત્રુઓને જીતી, કર્મરિપુ સર્વનાશ કરી, જે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે જિન અર્થાત્ વીતરાગ. આ “જિનેત્તમ' વિશેષણથી ભગવાનના અપાયાપગમાતિશય ને પૂજાતિશયનું સૂચન કર્યું. અર્થાત્ તેઓ જિન હાઈ આત્મગુણને અપાય-હાનિ કરનારા ઘાતિકર્મોને અપગમ થયેલ હોવાથી, એમને અપાયાપગમાતિશય જગતમાં અન્ય કઈ પણ વ્યક્તિ કરતાં ચઢીયાતે એ અતિશયવંત ગુણ વર્તે છે; કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ હેવાથી એમને પૂજાતિશય જગતમાં સર્વશ્રેષ્ઠ વત્તે છે. “શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મેહ રિપ જીતી જયપડહ વા.” પૂજના તે કીજે રે બારમા જિન તણું રે, જસુ પ્રગો પૂજ્ય સ્વભાવ.”—શ્રી દેવચંદ્રજી. મહાવીર–આવા ભુવનાલેક જિનેત્તમ આ મહાવીર છે; વર્તમાન વીશીમાં આસન્ન ઉપકારી એવા છેલ્લા તીર્થકર દેવ છે. તેઓ “વીર’ શબ્દના વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે ખરેખરા મહાવીર છે. કારણ કે આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં અપૂર્વ આત્મવીર્ય દાખવી તેઓ કર્મકટકને સંહાર કરી કેવલજ્ઞાનલક્ષ્મીરૂપ વિજ્યશ્રી વર્યા છે; એટલે આવું મહા આત્મપરાક્રમ દાખવનારા આ ખરેખરા “શ્રીમદ્’ મહા આત્મવીરને મહાવીર' નામ યથાર્થપણે ઘટે છે. આ “મહાવીર’ નામ પરથી તે પરમ પુરુષોત્તમની સાકાર દેહધારી સગી અવસ્થાનું સ્મરણ કર્યું છે -કે જ્યારે દેહ છતાં દેહાતીત એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy