________________
મંગલ : ભાવનમસ્કારને મહિમા
શાંસિ વહુવિજ્ઞાન માનિત મહતમા–મહાજનેને પણ શ્રેયકાર્યોમાં ઘણા વિદને હોય છે, એટલે આવા સમ્યજ્ઞાનના હેતુરૂપ તાત્વિક ભક્તિમય શ્રેયકાર્ય માં “વિઘ્ન મહો” તેટલા માટે વિદનની ઉપશાંતિને અર્થે, શિષ્ટ પ્રણાલિકાના પરિપાલનને અર્થે, જોઈ વિચારી વર્તનારા વિવેકી પ્રેક્ષાવતેની પ્રવૃત્તિને અર્થે, અને મંગલ-પ્રયેજન આદિના પ્રતિપાદનને અર્થે આ શિષ્ટ આચાર્યવયે આ મંગલરૂપ કસૂત્રને ઉપન્યાસ કર્યો છે.
અત્રે “ભુવનાક જિનેત્તમ મહાવીરને પ્રણમી” એ ઉપરથી ઈષ્ટ દેવતાસ્તવરૂપ મંગલ કહ્યું; અને “ચૈત્યવન્દન સૂત્રની આ વ્યાખ્યા કરવામાં આવે છે” એ ઉપરથી પ્રજનાદિ ત્રય કહ્યું. આમ સમુચ્ચયાર્થ છે, વિશેષાર્થ આ પ્રકારે –
અત્રે “પ્રણમીને”-પ્રકૃષ્ટ ભાવે નમીને; “નમી” એમ કહેતાંની સાથે જ આત્મઉપયોગનું તથારૂપ પ—િણમન કરીને, અને મન-વચન-કાયાના યુગનું તદ્રુપ તન્મય પરિનમન કરીને. અમલ વિમલ ગુણના ધામરૂપ પ્રભુના સહજાન્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વરૂપને ઓળખી, તે આદર્શ જિનસ્વરૂપ જ નિજ સ્વરૂપનું સાધ્ય લક્ષ્ય છે એમ સાધ્ય દૃષ્ટિના સાધકપણે જે એક વાર પણ પ્રભુને આગમ રીતે વન્દના કરે, તે આત્મસિદ્ધિરૂપ નિજ કાર્ય સાધી ભવસાગર તરી જાય છે. એટલા માટે જ કહ્યું છે કે –“જિનવરવૃષભ વર્ધમાનને એક પણ નમસ્કાર નર વા નારીને સંસાર સાગરથી તારે છે.” આમ ભગવંતના તત્ત્વસ્વરૂપને ઓળખીને કરવામાં આવેલા એક પણ સાચા ભાવનમસ્કારને અવે મહાપ્રભાવ છે, તે
અનેકનું તે પૂછવું જ શું? એમ આ સુભાષિતના “if' પણ ભાવનમસ્કારને શબ્દથી સૂચિત થાય છે. આ પરથી એ ફલિત થાય છે કે આ મહિમા નમસ્કારની પાછળ ભાવનું જેવું બળ તેવું ફળ શીઘ મળે છે
ઈચ્છાગની દશાનું કે શાસ્ત્રની દશાનું બળ હોય તે તે સમ્યગદષ્ટિઆદિ ભાવવાળે ભાવનમસ્કાર પરંપરાથી ભવસાગરથી તારે છે, અને સામર્થ્યાગની દશાનું બળ હોય તે તે અપૂર્વ આત્મસામર્થ્યના પરમ ભાવઉલ્લાસવાળે એક જ ભાવનમસ્કાર ભવસાગરથી તારવાને સમથ હોય છે. અને આ ભાવિતાત્મા શાસ્ત્રકાર મહર્ષિએ પણ પિતાના આત્મગત પ્રકૃષ્ટ ભાવથી તે જ ભાવનમસ્કાર કર્યો છે, એ “નમીને સાથે જોડેલા “પ્ર” પ્રત્યયથી પ્રદર્શિત કર્યું છે, અર્થાત્ પિતાને જેટલો ને જે સમ્યગદૃષ્ટિ આદિરૂપ આત્મભાવ છે, તે વડે સર્વાત્માથી પ્રકૃષ્ટ ભાવથી આ ભાવનમસ્કાર કર્યો છે.
એક વાર પ્રભુ વન્દના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય....શ્રીસંભવ જિન. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ, સાધ્ય દષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ.... જન્મ કૃતારથ તેહને રે, દિવસ સફલ પણ તાસ; જગતશરણ જિનચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ.............”
તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી * આ અંગે વિશેષ ખુલાસે આ ગ્રંથમાં જ યથાસ્થાને આગળ ઉપર થઈ જશે. – ભગવાનદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org