SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : અયોગ્યને ન દેવાનું કારણુ-મહતની લેશ અવજ્ઞાથી મહાઅનર્થ (૭૫૫) પિતાના કારણ કે આ ગ્રંથને વિષય મહાનું છે. એટલે આ પ્રત્યે અવજ્ઞા કરવાથી અનર્થ પણ મહાન થાય. એથી કરીને અયોગ્યને દીધાથી તેઓને તેવો મહાઅનર્થ ન ઉપજે, તેની ખાતર હરિભકે આ કહ્યું છે–નહિં કે શુદ્ધતારૂપ ભાવ દેષથકી. આ “ગદષ્ટિસમુચ્ચય” મહાન એવા વેગ વિષય સંબંધીને ગ્રંથ છે, એટલે એવા મહાવિષયપણાથી આ યેગશાસ્ત્ર પણ મહાન છે. આવા મહાન યેગશાસ્ત્રની જાણતાં-અજાણતાં, ભૂલેચૂકે પણ થોડી પણ અવજ્ઞા કરવામાં આવે, તે મહત્વના અના- તે અવજ્ઞા કરનારને મહાઅનર્થરૂપ થઈ પડે, મોટી હાનિરૂપ થઈ દરથી મહા પડે; કારણ કે મહતું એવા સત પ્રત્યે જે લેશ પણ અવજ્ઞા કરવામાં અનર્થ આવે, લેશ પણ અનાદર કરવામાં આવે, લેશ પણ અવિનય બતાવવામાં આવે, લેશ પણ આશાતના કરવામાં આવે, લેશ પણ અભક્તિ કરવામાં આવે, તે તેનું અનંત સંસાર પરિભ્રમણરૂપ ભયંકર ફળ ભેગવવું પડે. જેમ મહત એવા સત્ પ્રત્યેની અનાશાતનાથી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી મહા સત્ ફળ મળે, તેમ આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી અસંત ફળ મળે. જેમ સતના આરાધનથી મોક્ષરૂપ મહતું ફળ મળે, તેમ વિરાધનથી મહાસંસારરૂપ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી ઘે ને ખીજે તે ઘરબાર પણ જાય તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તો જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તે મહાઅકલ્યાણ થાય. પુરુષ ને પુરુષનું વચનામૃત સંસારથી તારનાર તીર્થસ્વરૂપ છે. તેની ભક્તિથી જીવને બેડો પાર થાય, અને આશાતનાથી જીવનું નાવડું ડબી જાય! એટલા માટે જ પૂજાની ઢાળમાં શ્રી વીરવિજયજીએ સાચું જ ગાયું છે કે-તીરથની આશાતના નવિ કરિયે, હાંરે નવિ કરિયે રે નવિ કરિયે.” (જુઓ, પૃ. ૧૧૦, “ચક્રી ધરમ તીરથતણે” ઇ.) આવા સતશાસ્ત્ર પ્રત્યે જે થોડી પણ અવજ્ઞા મહાઅનર્થકારી થઈ પડે, તો પછી વિશેષ અવજ્ઞાનું તો પૂછવું જ શું? અને અ ને જો આવું સતુશાસ્ત્ર દેવામાં આવે તો તેઓ થકી આવી અવજ્ઞા-આશાતનાદિ થઈ જાય એ સંભવ છે. નિષ્કારણ ક૨- અને એમ થાય, તે તેઓને મહા અનર્થ થઈ પડે, અનંત સંસાર ણથી નિષેધ પરિભ્રમણ દુઃખ ભેગવવું પડે. એટલે આમ અવજ્ઞાથકી તેઓને મહા અનર્થ ન સાંપડે તેની ખાતર, મહાઅનર્થ દૂર રહે તેની ખાતર, અ ને આ દેવા ગ્ય નથી, એમ હરિભદ્રે કહ્યું છે, નહિં કે ભાવદષથી, અર્થાત સુકતાથી–તુચ્છતાથી એમ કહ્યું નથી. પરમ ભાવિતાત્મા હરિભદ્રાચાર્યજી કહે છે કેઅમને આ અગ્ય અપાત્ર જીવો પ્રત્યે કાંઈ જ નથી, કે મત્સર નથી, કે કંઈ અભાવ નથી, કે જેથી કરીને ક્ષુદ્રતાને લીધે-તુચછ વિચારને લીધે અમે તેઓને આ શાસ્ત્રદાનને નિષેધ કર્યો હોય. અમે તે તેવા અજ્ઞાન છે બિચારા અવજ્ઞા કરી આ શાસ્ત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy