SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ વાગસર થાય ને મોટા માણસને આપવાની માત્રા બાલકને આપી દે, તો તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિપરીત પરિણામ આવે ? કેવું ઓડનું ચેડ વેતરાઈ જાય? તેમ સદ્દગુરુ સદધે પણ ભવરગી એવા સંસારી જીવની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, ભાવથી બાલાદિ વય-પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી, તેની ભાવચિકિત્સા (Spiritual treatment) કરવી જોઈએ. એમ ન કરે ને મોટા માણસને-પંડિત જનને આપવા ગ્ય ઉપદેશમાત્રા બાલ જીવને આપે, તે તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિષમ પરિણામ આવે? આ દષ્ટાંતનું દષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને અમે આ ચગદષ્ટિસમુચ્ચય અગ્યને દેવા ગ્ય નથી, એ અત્ર સ્પષ્ટ નિષેધ કરીએ છીએ,આમ શ્રી હરિભદ્રસૂરિનું કહેવું છે.* આ એમ કેમ? તે કે– अवज्ञेह कृताल्पापि यदनाय जायते । अतस्तत्परिहारार्थं न पुनर्भावदोषतः ॥ २२७ ॥ અનર્થકારી અલ્પ પણ, થાય અવજ્ઞા અહિં; પરિહારાર્થે તસ કહ્યું, ભાવષથી નહિ, ૨૨૭ અર્થઅહીં-આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલપ પણ અવજ્ઞા અનર્થને અર્થે થાય છે, એટલા જ માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે, નહિં કે ભાવેષથી કહ્યું છે. વિવેચન અહીં–આ ચગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલપ પણ અવજ્ઞા, મહાવિષયપણાએ કરીને અનર્થને અર્થ થાય છે, એટલા માટે તેના પરિવાર અર્થે હરિભકે આ કહ્યું છે, –નહિંશુદ્ધતારૂપ ભાવદષથી. ઉપરના લેકમાં જે કહ્યું કે અોને આ દેવા ગ્ય નથી એમ હરિભદ્ર કહે છે,” તે કહેવાનું કારણ શું ? તેને અહીં સ્પષ્ટ ખુલાસો કર્યો છે. આ ચગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ પ્રત્યે અ૯પ પણ અવજ્ઞા કરવામાં આવે, તે તે અવજ્ઞા કરનારને પિતાને મહાઅનર્થરૂપ થઈ પડે, વૃત્તિ-વ -અવજ્ઞા અહીં–ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, તાWifi-કરવામાં આવેલી, સ્વરૂપથી અપ પણ, ચ-કારણ કે, અત્તર વાતે-અનર્થ થાય છે -મહાવિષયપણુએ કરીને, મતતત્પરિણાર્થ-એટલા માટે તેના પરિહારાર્થે, પુનમવોત-પણ નહિં કે ભાવદોષથી-સુકતાથી હરિભદ્ર આ કહ્યું છે. x “ हितमपि वायोरौषधमहितं तत् श्लष्मणो यथाऽत्यन्तम् । સર્માનૌવમેવં વાઢાયાક્ષમિતિ – શ્રી હરિભદ્રસૂરિકૃત ડિશક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy