SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તે જ સિદ્ધિ ( ૭૩૧ ) તારૂપ છે, અને સિદ્ધિયમ તે માના અંતિમ ધ્યેયને પામી પરોપકાર કરવારૂપ છે. ઈચ્છાયમથી માંડીને જેમ જેમ યોગી આગળ વધતો જાય છે, તેમ તેમ તેની આત્મ વિશુદ્ધિ વધતી જાય છે, સંવેગરૂપ વેગ અતિ વેગ પકડ જાય છે, ક્ષયોપશમ બળ વૃદ્ધિ પામતું જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે. આ જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ, તેમાં ઉત્કૃષ્ટ કોટિનું યમપાલન શમાઈ જાય છે, કારણ કે ત્યારે આત્મા દ્રવ્ય-ભાવથી પૂર્ણ અહિંસામય બની જાય છે, રાગાદિ વિભા વથી સ્વરૂપની હિંસા કરતો નથી; પૂર્ણ સત્યમય બની જાય છેશુદ્ધ અંતરા- પરભાવને પિતાને કહેવારૂપ અસત્ય વદતો નથી; પૂર્ણ અસ્તેયમય ભાની સિદ્ધિ બની જાય છે–પરમાવને લેશ પણ અપહરતો નથી; પૂર્ણ બ્રહ્મચર્યમય બની જાય છે -શુદ્ધ આત્મસ્વરૂપમાં, બ્રહ્મમાં ચરે છે ને પરભાવ પ્રત્યે વ્યભિચરતે નથી; પૂર્ણ અપરિગ્રહમય બને છે, પરભાવના પરમાણુ પ્રત્યે પણ આત્મભાવરૂપ મમત્વબુદ્ધિ ધરતો નથી. આમ સમસ્ત પરભાવથી વિરામ પામી, સમસ્ત પર પરિણતિને પરિત્યાગ કરી, તે આત્મારામ ચોગી સ્વભાવમાં આરામ કરે છે, ને શુદ્ધ આત્મપરિણતિને નિરંતર ભજ્યા કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપ પદમાં સ્થિતિ તેનું નામ જ પરમ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનું નામ જ પરમ અસ્તેય, તેનું નામ જ પરમ બ્રહ્મચર્ય, તેનું નામ જ પરમ અપરિગ્રહ. અને આમ આ પાંચે જેને પરમ પરિપૂર્ણ વર્તે છે, તે જ સાક્ષાત્ જીવંત પરમાત્મા, તે જ જંગમ કલ્પવૃક્ષ કે જેને ધન્ય જન સેવે છે. (જુઓ કાવ્ય, પૃ. ૬૦૨). યમ પ્રકારની સાર અહીં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ-શીલ-ત્રત સર્વ તંત્ર સાધારણપણથી સંત જનોને સુપ્રસિદ્ધ છે. તે પ્રત્યેક યમના ચાર ચાર પ્રકાર છે: ઇચ્છાચમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદિયમ. (૧) યમવંતની કથા પ્રત્યે પ્રીતિવાળી એવી જે યમને વિષે અવિપરિણામિની ઈચ્છા, તે પહેલો ઇચ્છાયમ છે. (૨) સર્વત્ર શમસાર એવું જે યમપાલન તે જ અહીં પ્રવૃત્તિ છે, અને તે જ બીજે પ્રવૃત્તિયમ છે. (૩) અતિચારાદિ ચિતાથી રહિત એવું જે યમપાલન તે જ અહીં સ્થઈ છે, અને તે જ ત્રીજો સ્થિરયમ છે. (૪) અચિંત્ય શક્તિયોગથી પરાર્થનું સાધક એવું જે આ યમપાલન તે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ છે, નહિ કે અન્યની, અને આ જ ચેાથે સિદ્ધિયમ છે. અગ્નિ ત્ય શક્તિગથી તેની સંનિધિમાં વરત્યાગ હોય છે.-આમાં પહેલા બે પ્રકાર પ્રવૃત્તચક યેગીને પ્રાપ્ત થઈ ચૂક્યા હોય છે, અને છેલ્લા બે પ્રકારને અર્થે તે સતત પુરુષાર્થશીલ રહે છે. અવંચક સ્વરૂપ કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy