________________
( ૭૨૪)
ગિટિસમુચ્ચય (૨) અથવા યમનું ફલ ઉપશમ અર્થાત સર્વત્ર કષાયાદિની ઉપશાંતિ છે, જે અહિંસાદિ યમ પાળે છે, તેના ક્રોધાદિ કષાય ઉપશાંત થઈ જાય છે, અને તે બીજાઓના કષાયને પણ ઉપશાંત કરે છે. કારણકે અહિંસા–સત્યાદિથી ક્રોધાદિ કષાયના ઘણું ઘણું કારણે સ્વયમેવ દૂર થઈ જાય છે, અને અહિંસક સત્ય વક્તાને ચારિત્ર પ્રભાવ અન્ય જીવો પર પણ સહજ સ્વભાવે પડે છે, તેથી સવ-પરના કષાયને ઉપશમ થાય છે. (૩) અથવા અહિંસાદિ થમ જે સેવે છે, તે સમભાવરૂપ શમને-શાંતિને પામે છે. કારણકે તે સમભાવી આત્મા “સર્વ જગજતુને સમ ગણે” છે, માન-અપમાન, વંદક-નિંદક આદિને સમ ગણે છે, એટલે તેને વિષમતારૂપ અશાંતિ હોતી નથી. (૪) અથવા અહિંસાદિ જે પાળે છે, તેને શમ અર્થાત્ સ્વરૂપશાંતિ ઉપજે છે, તે સ્વરૂપમાં સમાય છે. ઉત્કૃષ્ટ અહિંસાદિનું સહજ સ્વાભાવિક ફળ સ્વરૂપમાં શમાવું એ છે, કારણ કે સ્વરૂપની ઘાત ન થવા દેવી અને પરભાવ પ્રત્યે ગમન ન કરવું, એજ પારમાર્થિક ભાવ અહિંસાદિનું પરમ સ્વરૂપ છે. એટલે આવા અહિંસાદિથી જીવ સમસ્ત પરભાવથી વિરામ પામી સ્વરૂપ વિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને ભજે છે, અર્થાત્ સ્વરૂપમાં સમાય છે. (જુઓ પૃ. ૩૯૫, તથા પૃ. ૫૭૨)
અથવા ઉલટી રીતે લઈએ તે સર્વત્ર શમના સારરૂપ યમપાલન જ છે. કારણ કે (૧) જીવ જ્યારે અમને પામે છે, અર્થાત્ કષાયની ઉપશાંતિને-ઉપશમને
પામે છે, ત્યારે તેના ક્રોધ-માન-માયા-લેભાદિ દુષ્ટ ભાવ મેળા પડે છે, શમને સાર યમ એટલે ક્રોધાદિને વશ થઈ તે હિંસાદિ કરતો નથી, અને સ્વાભાવિક
રીતે અહિંસાદિ પ્રત્યે જ ઢળે છે. (૨) અથવા જીવ જ્યારે અમને શાંતિને પામે છે ત્યારે તે અન્યને પણ શાંતિ આપે છે, હિંસાદિથી પરને ઉપતાપ ઉપજાવતો નથી. (૩) અથવા જીવ જ્યારે અમને-સમભાવને પામે છે ત્યારે તે સર્વ જગત જીવોને સમ ગણતો હાઈ હિંસાદિ કરતો નથી અને અહિંસાદિ પાળે જ છે. (૪) અથવા જીવ જ્યારે સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને પામે છે, સ્વરૂપમાં સમાય છે, ત્યારે તે સ્વરૂપ અહિંસાદિરૂપ ઉત્કૃષ્ટ અહિંસાદિ યમપાલન કરે જ છે.
આમ યમપાલનને સાર શમ અને શમને સાર યમપાલન, એમ પરસ્પર સંકલિત છે. જે મુમુક્ષુ યમ એટલે ઉપરમ(વિરતિ) પામે છે, તે શમ એટલે ઉપશમ
પામે છે, અને જે શમ–ઉપશમ પામે છે, તે યમ–ઉપરમ પામે છે. ચમ ત્યાં શમઃ કારણ કે જે કષાયાદિનો ઉપશમ પામે છે, તેને વિષયાદિ નિમિત્તે શમ ત્યાં યમ થતા હિંસાદિને ઉપરમ-વિરમણન અવશ્ય હોય છે, અને જેને વિષયાથે
થતી હિંસાદિનો ઉપરમ હોય છે, તેને કષાયાદિને ઉપશમ હોય છે, કારણ કે વિષયથી કષાય ને કષાયથી વિષય હોય છે, એટલે વિરતિ પામે છે તે શાંતિ પામે છે, અને શાંતિ પામે છે તે વિરતિ પામે છે. “જ્ઞાનસ્થ કરું વિતઃ' તાત્પર્ય કે-(૧) જે પરભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org