SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : ત્રણ પ્રકારના વિશ્વ, અહિંસાદિ છોડનું પાલન ” ( ૭૨૩) અહિંસાદિ કરે છે. જેમ વત્સલ માતા બાલકનું યત્નથી લાલન-પાલન કરે છે, છોડનું “પાલન” તેમ મુક્તિ અનુરાગી મુમુક્ષુ અહિંસાદિ યમનું યત્નથી પાલન કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા નિજ રાજ્યનું પ્રેમથી પાલનરક્ષણ કરે છે, તેમ મુક્તિ–વત્સલ ગીરાજ નિજ અહિંસાદિ ગ-સામ્રાજ્યનું પ્રીતિથી પાલન-રક્ષણ કરે છે. અથવા કોઈની પાસે મહામૂલ્ય રત્ન હય, તે તે તેનું પાલન કેવા રત્નથી કરે? તે રખેને પડી ન જાય, ગુમાવી ન બેસાય, કેઈ તેને ચેરી ન જાય, ભૂલેચૂકે તેને ડાઘ ન લાગી જાય, એટલા માટે તેને સાચવી સંભાળીને રેશમી કપડામાં વિંટાળી નાની પેટીમાં મૂકી, તેને કબાટમાં કે તેજૂરીમાં તે રાખી મૂકે છે, અને તે બરાબર સલામત છે કે નહિં તેની વારંવાર ચેકસી કરે છે. અને આમ તેનું નિરંતર પાલન, ગોપન, ભંગ-સંરક્ષણ, સાચવણી-જાળવણું કરે છે, તો પછી આ તો અમૂલ્ય ચિતામણિ રત્નથી પણ અધિક, મહા મેરુથી પણ મહામહિમાવાન, એવા અહિં. સાદિ યોગચિંતામણિના જતન માટે, નિરંતર પાલન માટે, ગોપન માટે, અભંગ માટે, રક્ષણ માટે, સાચવણી માટે, જાળવણી માટે કેટલો બધો પ્રયત્ન હોવો જોઈએ? કેટલી બધી સતત જાગૃતિ હોવી જોઈએ? કેટલી બધી અખંડ પુરુષાર્થ પ્રવૃત્તિ હેવી જોઈએ ? ત્યાં “પાંચમે આરો કઠણ છે, શું કરીએ ?” ઈત્યાદિ ખોટાં બહાના-ઓઠા દઈ પ્રમાદ કરવો કેમ પાલવે? હજુ ભવસ્થિતિ પાકી નથી, પાકશે ત્યારે વાત, એમ કહી લમણે હાથ દઈ, પાદપ્રસારિકા કરવી કેમ પિસાય? (જુઓ પૃ. ૧૫૩-૧૫૪). સર્વત્ર શમસાર અને આવું આ યમપાલન કેવું વિશિષ્ટ છે? તો કે સર્વત્ર શમસાર જ છે, અર્થાત શમ જ જેનો સાર છે, અથવા શમથી જ જે સાર છે,–પ્રધાન છે, અથવા શમન જ જે સાર છે, એવું છે. આ યમપાલનનો સાર શમ છે, અથવા શમને સાર આ યમપાલન છે, અથવા શમથી જ આ યમપાલન સાર છે–પ્રધાન છે. તાત્પર્ય કે–ચમના પરિણામે સારભૂત એ શમ જ ઉપજે છે, શમ જ એનું સારભૂત ફળ છે, અને શમના પરિણામે સારભૂત એ યમ જ ઉપજે છે, યમ જ એનું સારભૂત ફળ છે. આમ યમન ને શમને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. યમના સારભૂત ફલ પરિણામરૂપ સર્વત્ર શમ જ ઉપજે છે, સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય છવાઈ રહે છે; સર્વત્ર-સર્વ સ્થળે એટલે પિતાને અને પરને, દ્રવ્યથી અને ભાવથી, સર્વ પ્રકારે શમ જ-શાંતિ જ ઉપજે છે. કારણ કે (૧) જે અહિંસાદિ યમનો સાર શમ સેવે છે તે પોતે અદભુત આત્મશાંતિ અનુભવે છે, અને પરને પણ શાંતિ ઉપજાવે છે. જે અહિંસાદિ સેવે છે, તે પિતે તાપ પામતે નથી ને અન્ય જીવોને પણ તાપ પમાડતો નથી. પણ શીતલ ચંદનની જેમ સર્વત્ર તાપનું શમન કરી શીતલતા આપે છે, શીતલ ચંદ્રની જેમ સર્વને આનંદ આનંદ ઉપજાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy