SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૨૨ ) ગાસરા “ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણુ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગૂ કઈ ન સાથ ... અભિનંદન જિન દરિશન તરસિયે.”—શ્રી આનંદઘનજી. પ્રથમ તે કઈ વટેમાર્ગ અમુક સ્થળે જવા ઈચ્છે છે, એટલે તે તેના માર્ગે ચાલવા માંડે છે-ગમનક્રિયા કરે છે. અને પછી વચ્ચે આવી પડતા વિદને જય કરતો રહી તે પિતાના ઈષ્ટ સ્થળ પર્યત ગમનક્રિયા ચાલુ રાખે, તે અનુક્રમે તે ત્રણ પ્રકારના સ્થળે પહોંચે છે. એને વચ્ચમાં ત્રણ પ્રકારના મુખ્ય વિન સંભવે છેવિન કંટકવિન્ન, જવરવિન, અને દિગમેહવિદન. (૧) કંટકવિન એટલે કાંટો લાગવાથી જરા ક્ષણભર વિદત નડે તે; પણ તે નિકળી જતાં તરત મુસાફરી ચાલુ થાય છે. આ જઘન્ય-નાનામાં નાનું વિદન છે. (૨) બીજું વરવન્ન રસ્તામાં તાવ આવતાં મુસાફરી મોકુફ રાખવી પડે છે, અને તે ઉતરી જતાં મુસાફરી ફરી ચાલુ થાય છે. આ બીજું વિશ્વ પહેલા કરતાં આકરું હોઈ મધ્યમ છે, વચલા વાઘાનું છે. (૩) ત્રીજું દિગમેહવિજ્ઞ સૌથી આકરું હોઈ મોટામાં મોટુંઉત્કૃષ્ટ પ્રકારનું વિજ્ઞ છે, કારણકે દિશાહથી તે મુસાફર પિતાની જવાની દિશા જ ભૂલી જાય છે, આડફેટે ચઢી જવાથી ગોથાં ખાય છે, અને પુન: માર્ગે ચઢે-ઠેકાણે આવે ત્યાં સુધી આ વિદ્વ નડે છે. તેમ અહિંસાદિ વેગમાર્ગે પ્રવર્તતાં પણ સાધક યોગીને આવા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારનાં વિધ્રો નડે છે. તેનો જય કરી તે મુમુક્ષુ પુરુષ આગળ વધવા મળે છે. જેમકે, શીત-તાપ વગેરે કંટક વિઘ સમાન છે, જ્વર વગેરે બાહ્ય વ્યાધિ તે જવર વિદત સમાન છે, અને મિથ્યા દર્શનરૂપ અંતરુ વ્યાધિ તે દિગ્રહ વિન સમાન છે. આ વિદમાંથી આ અહિંસાદિનું પાલન-ભંગસંરક્ષણ તે કરે છે, અને એમ વિધન જય કરતો કરતો તે આગળ ધપે છે. વિના વિઘનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હાય રે, કેમ જાણે અજ્ઞાણ રે ? પ્રભુ શીત તાપ મુખ વિઘન છે રે, બાહેર અંતર વ્યાધિ રે; મિયાદશન એહની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુ આસન અશન જયાદિકે રે, ગુયેગે જય તાસ રે, વિઘન જેર એ નવિ ટળે રે, વગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ.” સા, 2. ગ. સ્ત, હાલ ૧૦ અને જેમ કુશલ માળી આલવાલથી-કયારાથી કુમળા છોડનું કાળજીથી “પાલન'– સંરક્ષણ કરે છે, તેમ સાધક મુમુક્ષુ સમ્યક્ આચરણરૂપ–સમિતિ ગુણિરૂપ આલવાલથી કયારાથી આ અહિંસાદિરૂપ કોમળ છોડનું યતનાથી “પાલન’–સંરક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy