SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૧૮) વાગડસિસ થય નથી, અને વમન થતું નથી કે અજીર્ણ ઉપજતું નથી, પણ બરાબર પાચન થઈ એકરસ બની શરીરની સર્વ ધાતુઓને પુષ્ટ કરે છે. તેમ સાચી ઈછારૂ૫ રુચિભાવથી કરેલા પરમાર્થરૂપ પરમાન્ન ભોજનમાં સાચી મીઠાશ આવે છે-સંવેગ માધુર્ય નીપજે છે, સત્ય તત્ત્વને કળીઓ હસે હસે એની મેળે ગળે ઉતરે છે–સહેજે અંતરૂમાં ઠસે છે, પરાણે ઉતારવો પડતો નથી, મતાહથી તાણખેંચ કરીને ઠસાવે પડતો નથી, અંત૨માં કરે છે, અરુચિરૂપ મેળ આવતી નથી, દાંભિક ઓળઘાલ દેખાવરૂપ તેનું વમન થતું નથી, કે અભિમાનરૂપ અજીર્ણ-અપ ઉપજતો નથી, પણ અંતરાત્મપરિણામરૂપે, બરાબર પરિણત થઈ–પાચન થઈ એક પરમ અમૃતરસરૂપ બની આત્માની સર્વ ધાતુનેશુદ્ધ સ્વભાવ ભાવને પુષ્ટ કરે છે. આ દષ્ટાંત ઉપરથી, રુચિનું-ઈચ્છાનું સન્માર્ગ–પ્રવેશમાં કેટલું બધું મહત્વ છે, “ઈએ છે જે જોગીજન” પદમાં “ઇચ્છે છે ' પદનું કેટલું બધું અર્થગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. વળી મન વિનાના મિલનમાં જેમ મઝા આવતી નથી, તેમ મન વિનાના-ઈચ્છા વિનાના સન્માર્ગ મિલનમાં ખરી મઝા આવતી નથી. “મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવું”—એના જેવો આ ઘાટ થાય છે. સન્માર્ગ ગરૂપ પરમાર્થ-લનમાં અંતરંગ પ્રીતિરૂપ “લગની ” લાગ્યા વિના ખરો આનંદ અનુભવાતો નથી. એટલા માટે જ અંતરંગ પ્રીતિરૂપ આ ઇચ્છાગને આ યોગમાર્ગમાં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી. વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તો કોઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તે તે કાર્ય માટેની અંતરંગ ઇચ્છા-અચિ ધગશ જાગવી જોઈએ, એવી અંતરંગ ઈચ્છા હોય, તે જ તેને રસ્તા મળી આવે છે. “Where there is a will there is a way'-એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેનો માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત કાર્ય માટેનો પ્રયત્ન (Effort) થાય છે. અને એમ ઉત્સાહથી પ્રવર્તતાં માર્ગમાં વિશ્વ (obstacle) આવે તો તેનો જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનુક્રમે કાર્યની પૂર્ણતા-સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તે વેઠરૂપ હેઈ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ “છાર પર લિંપણ” જેવી થઈ પડે છે ! આમ સામાન્ય ક્રમ છે. આત્મા કાર્યરુચિવાળે થયે બધા કારક ફરી જાય છે, પલટાઈ જાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છે કારક જે પૂર્વે બાધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ ચિ-ઈચ્છા ઉપજતાં સાધકપણે પ્રવર્તે છે. આમ અંતરંગ ભાવરૂપ રુચિ-ઈચ્છા ગુણથી જીવની વૃત્તિમાં અજબ પલટે આવી જાય છે, ચમત્કારિક ફેરફાર થઈ જાય છે, કારણ કે જેવી રુચિ ઉપજે છે, તેવું તેને અનુયાયી અનુસરતું આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે. (જુઓ કાવ્ય પૃ. ૨૧) જ્યારે જીગરને પ્રેમ લાગે છે, ત્યારે જ આત્મા જાગે છે, અને ત્યારે જ ખરેખરો રંગ લાગે છે. આવી અપૂર્વ ગુણવાળી જે ઈચ્છા છે, તે વળી યમવંતની કથા પ્રત્યેની પ્રીતિવાળી તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy