________________
ઉપસંહાર ! યમવત કથા પ્રીતિ “ધન્ય તે મુનિવર !'
(૧૯) અવિપરિણમિની એવી હોય છે. આ જગતમાં જે કોઈ દ્રવ્યથી કે ભાવથી કે બનેથી અહિંસા સેવતો હેય, સત્ય બોલતા હોય, અસ્તેય આચરતો હેય, બ્રહ્મચર્ય પાળતો હોય, અપરિગ્રહ ધારતો હોય, તેની કયાંયથી પણ કથા-વાર્તા સાંભળવામાં કે વાંચવામાં આવતાં, તેના પ્રત્યે અંતરંગ પ્રીતિ ઉપજાવી–પ્રેમ સ્કુર તે આ ઈચ્છાનું લક્ષણ છે. સંપૂર્ણપણે કે અપૂર્ણપણે, સર્વથી કે દેશથી, સકલપણે કે વિકલ પણે જે કઈ સાચા સાધુ પુરુષો-સાધક મુમુક્ષુઓ આ અહિંસાદિ યમની સાધના કરતા હોય કે સિદ્ધિ પામેલા હોય, તેના પ્રત્યે આ ઈછાયસવંતને અત્યંત ગુણપ્રમોદ-ગુણાનુરાગ ઉપજે છે. જેમ કે
ધન્ય છે આ અહિંસક મહા મુનિઓ ! કે જેઓ યતનાથી છ કાયની રક્ષા કરે છે, સર્વ જગજજતુને સમ ગણી સૂક્રમમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, લેશમાત્ર દુઃખ ઉપજા
વતા નથી, રાગ-દ્વેષાદિ ભાવહિંસા કરતા નથી ભાવદયારસના સાગર“ધન્ય તે નિષ્કારણ કરુણાસિંધુ એવા આ સાધુ ભગવાનો નિરંતર આત્મવરૂપમાં મુનિવરા રે” સ્થિતિ કરી પરભાવના લેશને પણ સ્પર્શતા નથી! અહે! એમની
કરુણા! અહા ! એમની વીતરાગતા ! અહા ! એમની સ્વરૂપસ્થિતિ! અહો! આ સંતની સત્યવાદિતા પણ કેવી આશ્ચર્યકારી છે ! સ્વપ્નમાં પણ આ સાધુચરિત પુરુષો અસત્ય વચન વદતા નથી ! પરવસ્તુને પોતાની કદી કહેતા નથી. વ્યવહારથી ને પરમાર્થથી તે કેવળ સત્ય સત્ય ને સત્ય જ વદે છે. ધન્ય છે એમના સત્ય વ્રતને ! અહો! રવદેહમાં પણ નિરીહ એવા આ પરમ પ્રમાણિક મહાત્માઓ સળી માત્ર પણ અદત્ત લેતા નથી, પરભાવનું પરમાણુ પણ આત્મભાવથી ઈચ્છતા નથી ! અહે એમની નિઃપૃહિતા ! આ સાચા ત્યાગી-સંન્યાસી જેગીજનેનું બ્રહ્મવ્રત પણ કેવું અદ્ભુત છે! દ્રવ્યથી ને ભાવથી તેઓ કેવું કઠોર બ્રહ્મચર્યવ્રત પાળે છે ! વળાંતરે પણ એમના રોમમાત્રમાં પણ વિષયવિકારની છાયા દેખાતી નથી ! નિરંતર તેઓ બ્રહ્મમાં-શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચારી રહ્યા છે ! અહો તેમનું આ મહાઅસિધારાત્રત! ધન્ય છે આ નિ ની પરમ નિગ્રંથ વૃત્તિને ! દ્રવ્ય-ભાવ સમસ્ત ગ્રંથને-પરિગ્રહ બંધનોનો તેમણે ઉછેદ કર્યો છે ! પરવસ્તુના પરમાણુ માત્ર પ્રત્યે પણ તેઓ મમત્વભાવ-મૂછી ધરાવતા નથી ! આ આખા જગતમાં એક આત્મા શિવાય એમની પોતાની માલીકીનું બીજું કાંઈ નથી, એવા તે પરમ અકિંચન-નિપરિગ્રહી છે ! અહા ! એમની નિર્ચથતા! ( જુએ પૃ. ૧૯૦ તથા ૧૯૭– ૧૯૮). આવા ગુણાનુરાગને લીધે તે મુમુક્ષુના સહજ સ્વયંભૂ ઉદગાર નીકળી પડે છે કે
નમો સ્ત્રો ” આ લોકમાં સર્વ સાધુઓને-સાચા સાધુગુણસંપન્ન સર્વ સાધુચરિત પુરુષોને નમરકાર હે! અને આવા યમવંતો પ્રત્યે જેને આવી ગુણનુરાગજન્ય પ્રીતિ ઉપજે છે, તેને તે યમ અત્યંત ગમી જાય છે, એટલે તેના પ્રત્યે તેને સહજ સ્વાભાવિક પૃહા-રુચિ-ઈચછા ઉપજે છે. એટલે તે પૃહા કરે છે કે આવા અહિંસાદિનો મને ગ થાય તો કેવું સારું! આવા અહિંસાદિ સાધવા હું કયારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org