SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧૬ ) ગદરિસમુચ્ચય આમ સંક્ષેપે દ્રવ્યથી–ભાવથી અહિંસાદિ પાંચ યમનું સ્વરૂપ છે. તેની સંકલના અને ભુત છે. તે આ પ્રકારે –સ્વાથી મનુષ્ય સાંસારિક લેભરૂ૫ વાર્થની ખાતર પરની હિંસા કરે છે, પરને પિતાનું કહે છે–માને છે, એટલે પછી તે લેવા–અપહરવાઅહિસાદિની ચોરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેને ગાઢ સંલેષ-સંસર્ગ કરે છે, સંકલના અને તેવા ગાઢ પરિચયથી તેના પ્રત્યે તેને મૂચ્છ ભાવ-મમત્વ પરિગ્રહ બુદ્ધિ ઉપજે છે, જેથી તે પર પરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચપાસથી જકડાય છે. પણ આત્માથી મુમુક્ષુ જીવ આમાર્થરૂપે સ્વાર્થની ખાતર પરની હિંસા કરતો નથી, પરને પિતાનું કહેતા નથી-માનતો નથી, એટલે પછી તે લેવા–અપહરવા–ચોરવા પ્રવર્તે તો નથી, એથી તેને સંલેષ–સંબંધ થતો નથી, અને તેવા પરિચયના અભાવથી તેને તે પ્રત્યે મૂછભાવ-મમત્વ–પરિગ્રહબુદ્ધિ ઉપજતી નથી, જેથી તે પરિગ્રહથી પરિગ્રહીત થતો નથી, ચેતરફથી જકડાતો નથી. એટલે આ આ મુમુક્ષુ મુમુક્ષુનું પુરુષ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ આચરણ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચોરીથી, કે ૫ર પ્રત્યે વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમત્વરૂપ પરિગ્રહભાવથી, તે સ્વરૂપસ્થિતિને હાનિ પહેચવા દેતો નથી. આમ મુમુક્ષુ ગીપુરુષ પરમાર્થથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમનું-ઉપરમનું સેવન કરે છે. આ યમ અથવા ઉપરમ શબ્દ પણ ઘણે સૂચક છે; કારણ કે સ્વરૂપમાં સંયમન-આત્માને રોકી રાખ–દાબી રાખવો તે યમ છે અને પરૂપથી વિરમણ તે ઉપરમ છે. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં સંયમિત થાય તે યમ છે, અને પરભાવથી વિરમિન થાય તે ઉપરમ છે. બન્ને શબદનો ફલિતાર્થ એક છે – આ અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના પાછા ચાર ચાર પ્રકાર છે; શુદ્ધિની તરતમતાના–ઓછાવત્તાપણાના કારણે તે પ્રત્યેકની ચાર ચાર કટિ-કક્ષા છેઃ ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિયમ અને સિદ્ધિયમ. એટલે આ યમના (૫૪=૩૦) વીશ પ્રકાર થયા. જેમકે-ઈચ્છાઅહિંસા, પ્રવૃત્તિઅહિંસા, સ્થિર અહિંસા, સિદ્ધિઅહિંસા. ઈચ્છા સત્ય, પ્રવૃત્તિસત્ય, સ્થિરસત્ય, સિદ્ધિસત્ય, ઈત્યાદિ. આ ઈચ્છાદિ પ્રત્યેક પ્રકારનું સ્વરૂપ હવે પછી કહે છે. એઓનું વિશેષ લક્ષણ કહે છે – तद्वत्कथाप्रीतियुता तथाविपरिणामिनी । यमेष्विच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥ કૃત્તિ -agવથાતિસુતા તદ્દવંત અર્થાત યમવંતની કથા પ્રત્યેની પ્રીતિયુક્ત, તથા વિíરિણામિની-તથા અવિપરિણામિની,–તદ્દભાવના સ્થિરત્વથકી, -ઉક્ત લક્ષવાળા યમમાં, -ઈરછા, અવા -સમજવા ગ્ય છે, ૬-અહીં, યમયક્રમાં, અને આ પ્રથમ ઘમ ઘa g- પ્રથમ યમ જ છે, અનંતર-હમણાં જ કહેલા લક્ષણવાળી ઈચ્છા જ ઇર કાયમ છે, એટલા માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy