SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : ભાવ અહિંસા, ભાવ સત્યાદિ (૧૫) પરને રવ ન કહેવું તે સત્ય છે. સત સત ને અસતને અસત કહેવું, ભાવથી સત્યાદિ તથા સને અસત્ ને અસલૂને સત્ ન કહેવું તે સત્ય છે. એક શુદ્ધ આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પિતાની નથી, પણ વસ્તુ છે, તે પર વરતુને ૫ર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય છે; પર વસ્તુને સ્વ કહેવી, પર ન કહેવી તે અસત્ય છે. આમ અનાત્મ વસ્તુને આત્મરૂપ કહેવી તે અસત્ય છે; અનાત્મ વસ્તુને આત્મરૂપ ન કહેવી ને આત્મ વસ્તુને જ આત્મરૂપ કહેવી, તે જ પરમાર્થ સત્ય છે. આની પરમ મનન કરવા ગ્ય તાવિક મીમાંસા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રકારે પ્રકાશી છે – પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજે કઈ પદાર્થ આત્માને થઈ શકતો નથી એમ નિશ્ચય જાણી બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી; એ ઉપગ રહેવું જોઈએ. અન્ય આત્માના સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ, અને તેના ઉપચારિક ભેદવાળે તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નથી કાર્યને માટે બોલાવવામાં આવે છે, એવા ઉપગપૂર્વક બેલાય તો તે પારમાર્થિક ભાષા છે, એમ સમજવાનું છે. ” ઈત્યાદિ. (જુઓ)-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૪પ. (૩) પર વસ્તુનું અપહરણ-ચોરી ન કરવી તે પરમાર્થથી અસ્તેય છે. એક શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પણ પરમાણુમાત્ર પણ પિતાનું નથી, પારકું છે. તે પર વસ્તુનું ગ્રહણ કરવું તે ચેરી છે--અદત્તાદાન છે, તે ન કરવું તે અસ્તેય છે. પરભાવવિભાવ પરિણામ તે ચેરી છે, તે ન કરવા તે અસ્તેય છે. આ પભાવ-વિભાવરૂપ ભાવચેરી જે કરતો નથી, તે પર દ્રવ્યહરણરૂપ ક્ષુદ્ર દ્રવ્ય-ચારી તો કરે જ કેમ? (૪) બ્રહ્મામાં અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. અબ્રહ્મમાં, અનાત્મમાં, પર વસ્તુમાં વિચરવું-રમણ કરવું તે અબ્રહ્મચર્ય, અથવા વ્યભિચાર, અથવા પર વસ્તુના સલેષરૂપ મૈથુન છે, દૈત છે. પર વસ્તુમાં વિચરવું છોડી, વ્યભિચાર ત્યજી, પરભાવને સ્પર્શ પરિહરી, શુદ્ધ અતિ એવા આત્મામાં રમવું તે બ્રહ્મચર્ય છે. આવા ભાવ બ્રહ્મચર્યની સિદ્ધિમાં દ્રવ્ય બ્રહ્મચર્ય ઉપકારી થાય છે, અને દ્રવ્ય બ્રહ્મચર્યની દઢતામાં આવું ભાવ બ્રહ્મચર્ય ઉપકારી થાય છે. આમ દ્રવ્ય-ભાવને પરસ્પર પૂરકરૂપ સહાયક ભાવ છે. (૫) આત્મા સિવાયની બીજી-પર વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ કરી, મૂછ કરી, તેનું પરિગ્રહણ કરવું તે પરિગ્રહ છે. તે મૂચ્છરૂપમમત્વ ભાવરૂપ પરિગ્રહ ન હોવો તે પરમાર્થથી અપરિગ્રહ છે. પર વસ્તુને પોતાની માની, મારી છે એમ માની, મૂચ્છ-મમત્વ ન કરતાં, પર વસ્તુનું પરમાણુ પણ આત્મભાવે ન ગ્રહવું તે અપરિગ્રહ છે. આવી જેની અપરિગ્રહ ભાવના હોય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠો કરે ? અને જે મૂચ્છના આયતનરૂપ દ્રવ્ય પરિગ્રહ ન શહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ હઠ ન થાય? આમ બનેનો કાર્ય કારણ સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy