________________
( ૭૯૪ )
યોગ સમય
ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડ પડતો નથી, પણ તેના કોઈ એક પ્રદેશે આત્મપુરુષાર્થરૂપ હાથ ફેરવવાથી આખું ચક્ર ગતિમાન થાય છે. અથવા જેમ ઘડિયાળનું એક ચક્ર ચાલે, એટલે એની સાથે ગાઢ સંકળાયેલા બીજાં બધાં ચક્ર પણ ચાલવા માંડે છે, અને આખું ઘટિકાયંત્ર ચાલુ થાય છે તેમ ગચક્રનું એક ચક્ર ચાલવા માંડતાં, એની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા બીજાં બધાં ચક્ર આપો બાપ ચાલવા માંડે છે, અને આમ આખું યોગચક્ર યંત્ર ચાલુ થાય છે. અને ચાલુ થયેલું ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલું પ્રવૃત્તચક્ર યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધદશાની દિશા ભણી જ પ્રગતિ કરે છે. દાખલા તરીકે:
“અહિંસા વેગ આત્માથી સ્પર્શવામાં આપતાં, અહિંસામાં પ્રવૃત્તિ કરતાં, તેની સાથે સત્યાદિ બીજા યોગ પણ સ્પર્શાઈ જાય છે, ચાલુ થઈ જાય છે, કારણ કે તે સત્યાદિ
પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હેઈ, તેનું પાલન થતાં અહિંસાનું પણ અહિંસાદિની પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાનો પણ ભંગ થાય છે. (૧) સંકલના કારણ કે અહિંસા એટલે રાગ-દ્વેષ-મહાદિ વિભાવથી આત્મસ્વરૂપનું
હિંસન ન થવા દેવું, ઘાત ન થવા દેવી, તે છે. અને પર વસ્તુને પિતાની કહેવી તે અસત્ય છે, તે પણ આત્મ સ્વરૂપની ઘાત હેવાથી સાચા અહિંસક કદી વદે જ નહિં. પર વસ્તુનું અપહરણ કરવું તે ચેરી છે, તે પણ સ્વરૂપની હિંસા હોવાથી અહિંસક કદી કરે જ નહિં. પરવસ્તુ પ્રત્યે વ્યભિચરણ કરી તેને આલેષ કરવો, ભેટવું તે પણ સ્વરૂપનું હિંસન હાઈ અહિંસક કદી કરે જ નહિં પર વસ્તુનું પરિગ્રહણ પણ મૂછ-મમવરૂપ હોઈ આત્મસ્વરૂપની ઘાત છે, માટે ખરેખર અહિંસક તે પરિગ્રહને ગ્રહે જ નહિં. આમ જે અહિંસક હેય તે સત્યાદિ અવશ્ય પાળે જ, અને સત્યાદિ પાળે તે જ સાચો અહિંસક હોય. જે અહિંસક હોય તે અસત્યાદિ સેવે જ નહિં, અને જે અસત્યાદિ સેવે તે અહિંસક હોય જ નહિં. આમ અહિંસા-સત્યાદિની પરસ્પર અવિનાભાવ સંબંધરૂપ વ્યામિ છે, એટલે અસત્યાદિ સ્વરૂપને ભંગ કરનાર હોવાથી અહિસાને ભંગ કરનારા હોય છે, માટે અહિંસક યેગી તેને વર્ષે જ છે. (૨) તેમ “સત્ય” વેગને જે ગ્રહે છે, તે કદી પર વસ્તુને પિતાની છે એમ કહે જ નહિં, સતને અસત અને અસતને સત કદી કહે જ નહિં, પણ સદાય સને સત્ ને અસતને અસત્ જ કહે. એટલે રાગાદિથી સ્વરૂપની ઘાત કરવારૂપ હિંસા કરવી તે અસત્ હોવાથી, સતવાદી તે કદી આચરે જ નહિં. ને આચરે તે તે સતવાદી નથી પર વરસ્તુના અપહરણરૂપ અદત્તાદાન તે કરે નહિં, કારણ કે તેમ કરવું તે સતના ભંગરૂપ છે. સ્વરૂપ છોડીને પરવસ્તુ પ્રત્યે વ્યભિચાર–સંકૈલેષ તે કરે નહિં, કારણ કે તે સત વસ્તુનો ત્યાગ કરવા બરાબર છે. પારકી વસ્તુ પ્રત્યે આત્મબુદ્ધિરૂપી મૂછ કરીને તે પરિગ્રહ ગ્રહે જ નહિં, કારણ કે તેમ પારકી વસ્તુ પચાવી પાડવાનું કરવું તે હડહડતું અસત્ય છે. તે જ પ્રમાણે અસ્તેય આદિ માટે સમજી લેવું. (જુઓ કાવ્ય, પૃ. ૧૦૬, ૧૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org