SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : કુલયોગીના પર્ લક્ષણ, પ્રવૃત્તિનું સ્વરૂપ ( ૭૦૩ ) प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः। शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः ॥ २१२ ॥ પ્રવૃત્તચક તો પ્રથમ, યમદ્રય આશ્રયવંત; બાકી બે અતિ ઈચ્છતા, શુશ્રુષાદિ ગુણવંત. ૨૧૨ અર્થ અને પ્રવૃત્તચક્ર યોગી તો બે પ્રકારના યમને સમાશ્રય કરનારા, તથા બાકીના બે પ્રકારના યમના અથી, તેમજ શુશ્રુષા આદિ ગુણથી યુક્ત, એવા હોય છે. વિવેચન, “શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક તે કહિયેજી; યમદ્ધયલાભી પર દુગ અથી, આદ્ય અવંચક લહિયે.”—- દ, સજઝા. ૮-૫ પ્રવૃત્તચક તે પુનઃ કેવા વિશિષ્ટ હોય છે તે કહે છે –(૧) તેઓ યમયનો સમાશ્રય કરનારા, એટલે કે ઇછાયમ અને પ્રવૃત્તિયમ એ બે યમનો સમ્યફ આશ્રય કરનાર હોય છે. તથા-(૨) બાકીના બે યમના અથ-સ્થિરયમ અને સિદ્ધિયમના અથી અત્યંત પણે હોય છે. આમ સદુપાયપ્રવૃત્તિને લીધે હેય છે. એટલા માટે જ(૩) તેઓ શુશ્રુષાદિ આઠ ગુણથી યુક્ત હોય છેશુશ્રષા, શ્રવણ, ગ્રહણું, ધારણ, વિજ્ઞાન, ઈહા, અહિ અને તત્ત્વાભિનિવેશ—એ આઠ ગુણથી યુક્ત હોય છે. “પ્રવૃત્તચક” એટલે શું ? જેનું ચક્ર પ્રવૃત્ત થયું છે તે પ્રવૃત્તચક્ર. અને અત્રે ગ-ચક જ પ્રસ્તુત છે. એટલે જેનું આખું ગચક પ્રવૃત્ત થયું છે–ચાલવા માંડયું છે, તે પ્રવૃત્તચક્ર યોગી છે. જેમ ચક્રના કોઈ એક દેશને દંડથી પ્રેરવામાં પ્રવૃત્તચક આવતાં-ચલાવવામાં આવતાં, આખું ચક્ર એની મેળે ( Automએટલે શું? ઘtically ) ચાલવા માંડે છે, તેમ આ યોગચક્રના કેઈ એક દેશને સ્પર્શવામાં આવતાં–પ્રેરવામાં આવતાં, આખું ગચક આપોઆપ પ્રવૃત્ત થાય છે–ચાલવા માંડે છે. આ સાવ સાદી પણ પરમ આશ્ચર્યકારક સત્ય ઘટના છે. ચક્રને ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડવો પડતો નથી, પણ કોઈ એક દેશે હાથો (Handle ) હલાવવાથી આખું ચક્ર ગતિમાનું થાય છે તેમ આ યોગચક્રને વૃત્તિ-પ્રવૃત્તવરતુ પુના-પ્રવૃત્તચક તે પુનઃ કેવા વિશિષ્ટ હેય છે ? તે ચમક્રયામાથા - ઇચ્છાય, અને પ્રવૃત્તિયમના આશ્રયવાળા એમ અર્થ છે, પયાર્થિનઃ-શેષયના અથ, એટલે કે સ્થિરયમ અને સિદ્ધિયમ એ બેના અથ, એમ કહ્યું. અત્યન્ત-અત્યંત પણે, સદુપાય પ્રવૃત્તિવડે કરીને,-એટલા માટે. એટલા માટે જ કહ્યું - શુશ્રવાgિorવિતા:-શુશ્રુષા આદિ ગુણયુક્ત; શુભૂષા, શ્રવણુ, પ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ અને તવાભિનિવેશ એ આઠ ગુણથી યુક્ત એવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy