________________
ઉપસંહાર કે અહિંસાઈદના સંકલના ષ કારક થકન પલટ
( હ૦૫) આ પ્રકારે આત્મોપયોગથી સાચા ભાવથી એક પણ યોગ શુદ્ધપણે સ્પર્શતાં, અન્ય ગ તેની સાથે સંકલિત હોવાથી આખું ગચક આપોઆપ ચાલુ થઈ જાય છે. આવી આ પ્રવૃગચક્રની ભારી ખૂબી છે. આ ગરૂપ પારસમણિનો કોઈ એક દેશે સ્પર્શ થતાં, આખે આત્મા યોગમય બની જાય છે ! આ ગરૂપ
જાદૂઈ લકડી” ( magic wand) આત્મા પર ફરતાં, આત્મામાં કોઈ અજબ ફેરફાર થઈ જાય છે! આ યોગ-પરમામૃતની અંજલિ છાંટવામાં આવતાં તેની જાદુઈ સંજીવની અસર આત્માની નસેનસમાં–પ્રદેશે પ્રદેશમાં પ્રસરી જાય છે !
આમ આ પ્રવૃત્તચક્ર સાધક યોગીનું રોગ-સાધક ચક્ર એકદમ ચાલુ થઈ જાય છે. જે ચક્ર પૂર્વે આત્મસ્વરૂપના ભાન વિના બાધક થઈને પ્રવર્તતું હતું, વિપરીત પણે
ઉલટું ઉંધું (anti-clockwise) ચાલતું હતું, “વામમાગી –આડે માગે ષકારક ચાલનારું થતું હતું, તે હવે આત્મસ્વરૂપનું ભાન આવ્ય સાધક થઈને ચકને પલટ પ્રવર્તે છે, અવિપરીત પણે સુલટું સીધું ( clockwise ) ચાલવા માંડે છે.
“દક્ષિણમાગી'–અનુકૂળ થઈને પ્રવર્તે છે. કર્તા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ એ ષ કારક ચક્ર જે પૂર્વ આત્મ-બાધકપણે ચાલતું હતું, તે હવે આમ-સાધકપણે ચાલવા માંડે છે. પૂર્વ જે કર્તા પરભાવ થતો હતો, કમ પરભાવ-વિભાવરૂપ કરતા હતે, કરણ પરવતુનું પ્રયોજતો હતે, ગ્રહણરૂપ સંપ્રદાન
રનું કરતા હતા, ત્યાગરૂપ અપાદાન નું કરતો હતો, અને અધિકરણ પણ પરવતુમાં કરતે હતો તેને બદલે હવે તે કર્તા સ્વભાવને થાય છે, કર્મ સ્વભાવરૂપ કરે છે, કરણ આત્મસ્વભાવનું પ્રયોજે છે, ગ્રહણરૂપ સંપ્રદાન આત્મભાવનું કરે છે, ત્યાગરૂપ અપાદાન પરભાવનું કરે છે, અને અધિકરણ આત્મવસ્તુમાં કરે છે. અત્રે આત્મ દ્રવ્ય એ જ કર્તા છે, નિજ આત્માની સિદ્ધિ-સિદ્ધતા એ કાર્ય–કર્મ છે, ઉપાદાન-પરિણામમાં પ્રયુક્ત તે કરણપણું છે, આત્મસંપત્તિનું દાન તે સંપ્રદાનપણું છે,–કે જેમાં દાતા પાત્રને દેય એ ત્રણે ભાવની અભેદતા થાય છે, સ્વ-પરનું વિવેચન-વિવેક કરે તે અપાદાન છે, અને સકલ પર્યાયનો આધાર તે અધિકરણ છે. આમ અનાદિ એવા બાધક કારક ભાવ નિવારવા માટે તે સાધકતાને અવલંબી તે સમારી લે છે–સુધારી લે છે. એટલે પૂર્વે જે પર કર્તા, પર કર્મ, પર કરણ વડે, પર અથે, પર થકી, પરમાં રહીને કરતા હતા, તે હવે સ્વ આત્માને કર્તા, સ્વભાવ કર્મને, સ્વભાવ કરણ વડે, સ્વભાવ અથે, સ્વ થકી, સ્વમાં રહીને કરે છે. અર્થાત આત્મા, આત્માને, આત્માથી, આત્મા અર્થે”, આત્મા થકી, આત્મામાં સાધે છે. કારમાં સામાનં તમને સામને રામના મામને સાધતા આ પ્રમાણે તે સાધક એવા કારક ષક વડે આત્મગુણની સાધના કરે છે. “મહિનાથ જગનાથ ચરણુયુગ થાઈએ રે, શુદ્ધાતમ પ્રાગૂભાવ પરમપદ પાઈએ રે; સાધક કારક પદ્ધ કરે ગુણ સાધના રે, તેહી જ શુદ્ધ સ્વરૂપ થાય નિરાળાધના રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org