________________
ગાદિસ થય
(model) આદર્શ સ્વરૂપ છે. જેમ શુદ્ધ સુંદર આદર્શને દષ્ટિસન્મુખ રાખી કલાકાર શિલ્પી કલાકૃતિની ઘટના કરે છે, તેમ આ સિદ્ધ દેવરૂપ શુદ્ધ આદર્શને સતત દષ્ટિસમુખ રાખી સાધક એ ભક્ત મુમુક્ષુ આત્મસ્વરૂપની ઘટના કરે છે. (જુઓ પૃ. ૧૧૩) “અજ કુલગત કેસરી’ જેમ સિંહને દેખીને નિજરૂપ કહે છે, તેમ આ પ્રભુભક્તિથી આ ભવ્ય આત્મા આત્મશક્તિને સંભાળી લે છે. આમ સ્વરૂપસિદ્ધિમાં પરમ ઉપકારી હોવાથી, તેમજ અનુપમ ગુણગણના રત્નાકર હોવાથી, પિતાના પરમ ઈષ્ટ એવા આ પરમેષ્ઠિ દેવ પ્રત્યે ભક્ત મુમુક્ષુને પરમ પ્રીતિ હોય જ છે.
અત્રે “ગુરુ” પદ પ્રથમ મૂકવાનું કારણ પ્રત્યક્ષ સદગુરુનો પરમ પ્રભાવ સૂચવવા માટે છે. કારણ કે સર્વકાળને વિષે પરમાર્થમાર્ગની પ્રાપ્તિ શ્રીમદ્ સદ્દગુરુ થકી જ
હોય છે. એટલે ભૂતકાળમાં થઈ ગયેલા પક્ષ એવા જિનદેવ કરતાં “ગુરુ” પદ પણ પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર અધિક છે, માટે તેમનું સ્થાન પ્રથમ પ્રથમ કેમ? મૂક્યું છે. તેમજ તે જિનનું સ્વરૂપ પણ શ્રી સદગુરુના ઉપદેશ વિના
સમજાતું નથી, અને તે સમજ્યા વિના જિનના ઉપકારને પણ ખ્યાલ કેમ આવે? એ રીતે પણ પરમ ઉપકારી જિનના ઉપકારનું ભાન કરાવનાર પણ શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન છે, એટલે પણ તે પરમ પરમ ઉપકારી હોવાથી તેમનું પદ પ્રથમ મૂકયું છે. આ પ્રત્યક્ષ દેહધારી સજીવન મૂર્તિ પરમાત્મા પરમ સદ્ગુરુ મહિમા દર્શાવવા માટે જ પરમ પવિત્ર શ્રી નવકાર મંત્રમાં પણ “અરિહંત પદ સિદ્ધ કરતાં પ્રથમ મૂકયું છે, તેનું પણ એ જ રહસ્ય છે. ( જુઓ પૃ-૧૩૦, આત્મસિદ્ધિની ગાથા).
વળી આ કુલયોગીને “દ્વિજ ” પણ અત્યંત પ્રિય હોય છે. આ “દ્ધિજ” એટલે શું ? તેને પરમાર્થ વિચારવા યોગ્ય છે. દ્વિજ બે વાર જેનો જન્મ થયો છે તે દ્વિજ,
અથવા બીજે જન્મ જેનો થયો છે તે દ્વિજ. તે બીજે જન્મ એટલે દ્વિજને પરમાર્થ સંસ્કાર આપણુરૂપ જન્મ. પહેલો જન્મ તે જે દેહ જન્મ પરમાર્થ થયે તે. પણ મનુષ્યનો ખરેખર જન્મ તો-તેને જ્યારે સન્માર્ગની
દીક્ષા મળે છે, આંતરૂ મુંડન થાય છે,–ત્યારે થાય છે. અથૉત્ સમ્યગૂ - દર્શનરૂપ સંરકાર–બીજ આત્મામાં રોપાયાથી જેનો સમગૂઢષ્ટિરૂપે બીજે જન્મ-નો અવતાર થયેલ છે, તે “દ્વિજ* છે. જન્મથી પ્રાપ્ત થતા નામમાત્ર દ્વિજ પણાને આ પારમાર્થિક હિજપણ સાથે લેવાદેવા નથી. કારણ કે જન્મથી બાહ્ય બ્રિજ નામ હોવા છતાં, આ પારમાર્થિક બ્રિજ પણું ન પણ હોય; અને જન્મથી બાહા બ્રિજ નામ ન હોવા છતાં, આ પારમાર્થિક દ્વિજપણું હોય પણ ખરું. જન્મ દ્વિજ ચાંડાલ જેવા લક્ષણવાળો પણ હોય! એટલે દ્રવ્ય દ્વિજાજમ પણ સાથે આ ભાવ દ્વિજ પણાનો સંબંધ નથી, માટે ઉક્ત અપેક્ષાએ ગમે તે જાતિમાં જનમેલે આ “દ્વિજ” હોઈ શકે છે. અર્થાત્ સમ્યગુદર્શનરૂપ સંસ્કારજન્મ પામવાનો અધિકાર કેઈ પણ જાતિને છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org