SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : ઉપકારી સલુગુરુનું વણપ, દેવનું સ્વરૂપ (૦૭ ) આવા સંતસ્વરૂપ સદ્દગુરુ, આત્મજ્ઞાની, સમદશી, પ્રારબ્ધદયથી વિચરનારા, અપૂર્વ વાણી પ્રકાશનારા, અને પરમ શ્રતજ્ઞાનસંપન્ન હોય છે. મોહભાવ જ્યાં ક્ષય થઈ ગયા છે અથવા પ્રશાંત વ છે, અને આખું જગત જ્યાં એઠ જેવું અથવા વન જેવું ભાસે છે, એવી પરમ અદ્દભુત “જ્ઞાની દશા” તેમની હોય છે. અને આવા જ્ઞાની પુરુષ દેહ છતાં જાણે દેહમાં ન વર્તતા હોય, એવી પરમ આશ્ચર્યકારક દેહાતીત-વિદેહ દશામાં ( વોરાય) વર્તતા હોય છે !! ( જુએ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૧૨૯, ૩૯૪ ). આવા પરમ ગુણનિધાન, નિષ્કારણ કરુણારસસાગર, પરમ ઉપકારી, પરમ કૃપાળુ શ્રીમદ્ સદગુરુદેવ પ્રત્યે મુમુક્ષુ આત્માને અનન્ય પ્રેમ કેમ ન વછૂટે? “દીન દયાળ કૃપાળુ, નાથ ભવિક આધાર લાલ રે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર. લાલ રે.”—શ્રી દેવચંદ્રજી. આમ જેમ સદેહે વર્તમાન પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યે મુમુક્ષુને પ્રીતિ હોય છે, તેમ વિદેહ એવા પરોક્ષ દેવ પ્રત્યે પણ તેને તેવી જ અનન્ય પ્રીતિ હોય છે, કારણ કે તે પર માત્મ દેવનું સ્વરૂપ આત્માને નિજ સ્વરૂપાવલંબન માટે પરમ ઉપકારી દેવનું સ્વરૂપ થઈ પડે છે. દિવ્ય એવું જેનું “વરૂપ” પ્રગટયું છે તે દેવ છે, દિવ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે સુસ્થિત’ છે તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન દેવ છે. જેણે આત્માને આત્મા જ જાણે ને બીજું પરપણે જ જોયું, એવા અક્ષય અનંત બેધસ્વરૂપ તે દેવ સિદ્ધ આત્મા છે. મુક્તિ સન્માર્ગને વિધિ બતાવ્યા હોવાથી તે વિધિ વિધાતા છે. પરમ આત્મશાંતિને શિવમાર્ગ–મોક્ષમાર્ગ દર્શાવી ત્રિભુવનનું શંકરપણું કર્યું હોવાથી તે શિવ-શંકર છે. સ્વરૂપસ્થિત છતાં જ્ઞાનથી સમસ્ત વિશ્વને જાણતા હોવાથી તે વિષ્ણુ છે. મેક્ષરૂપ પરમ સુગતિને પામ્યા હોવાથી તે સુગત છે. અને રાગદ્વેષાદિને જય કરી કેવળ શુદ્ધ સહજ સ્વરૂપી આત્મા પ્રગટ કર્યો હોવાથી તે પરમ વિતરાગ એવા યથાર્થનામાં જિનદેવ છે. (જુઓ પૃ. ૩૬૩-૩૬૪ તથા ૪૦૦૪૦૧) આવા શુદ્ધ સહજામસ્વરૂપ જિનપ્રભુ તે વ્યવહારથી દેવ છે, નિશ્ચયથી તે આમા એ જ દેવ છે. જે જિનદેવની પૂજા છે, તે નિશ્ચયથી નિજ આત્માની જ પૂજના છે, કારણ કે જિનપદ ને નિજ પદની એકતા છે, એમાં કાંઈ ભેદભાવ નથી, સ્વરૂપભેદ નથી. (જુઓ કાવ્ય, પૃ. ૧૧ર-૧૧૩). આ જિનવર દેવ પ્રત્યે સાચા ભક્તિભાવ વિના કદી પણ દુઃખદાવ છૂટ નથી; તેટલા માટે આ ભવ દુઃખદાવાનલથી છૂટવા માટે આ પરમ પ્રભુની ભક્તિ પરમ અમૃત ઘન સમી હોઈ, શીતલ આનંદદાયની થઈ પડે છે; એટલે આ પરમ ‘પર પ્રેમપ્રવાહ ઉપકારી પ્રભુ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રેમ-અનન્ય પ્રેમ કેમ ન ઉa?? બઢે પ્રભુએ” વળી આ પરમ દેવ સાધ્ય એવા આત્મસ્વરૂપના પ્રતિછંદ સ્થાને છે, ૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy