________________
( ૬૯૭) વ્યભિચારને, અને મમત્વથી પદ્રિવ્યના ગ્રહણરૂપ પરિગ્રહને-ઈત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે; અને પરવતુરૂપ પરભાવ-વિભાવને છોડી દઈ, તે ઉપરથી પોતાની માલીકી ઉઠાવી લઈ, વ વસ્તુમાં જ સ્થિતિ કરી સન્યાયનીતિને- ખરેખરી પ્રમાણિકતાને અનુસરવા નિરંતર પ્રયત્નશીલ રહે છે. અને કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી-કુલને ઉજાળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ કુલગી પણ પિતાના લેગિકુલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, “એકેતેર પેઢીને તારી” ગી સમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુખતિષિત હોય છે. એટલા માટે કુલવધૂ અને કુલપુત્રની જેમ કુલગીને આ “કુલગી” નામ બરાબર ઘટે છે.
બાકી જિનાદિ પરમ ભેગીઓના કુલમાં બાહ્ય દેહ જન્મની અપેક્ષાએ જમ્યા છતાં, જે તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, અથવા તો નામમાત્ર અનુસરતા હોય, છતાં
પિતાને તેના અનુગામી-અનુયાયી “જૈન” આદિ કહેવડાવતા હોય, તે નામમાત્ર તો નામમાત્ર જૈન આદિ છે, નેત્રયેગી છે, પણ કુલયોગી નથી. તે અનુયાયીઓ જ પ્રકારે બુદ્ધના કુલ–સંપ્રદાયમાં જગ્યા હોય અને તેના ધર્મને
ભાવથી અનુસરતા ન હોય, છતાં પિતાને તેના અનુયાયી “બોદ્ધ” તરીકે ઓળખાવતા હોય, તે તે પણ નામમાત્ર બોદ્ધ છે, કુલગી નથી. તેમજ સાચા બ્રાહ્મણ-વૈષ્ણવજન ૪ આદિમાં હોવા ગ્ય લક્ષણ જેનામાં નથી, છતાં પોતાને બ્રાહ્મણ-વૈષ્ણવ વગેરે કહેવડાવનારા અન્યને માટે પણ સમજવું. રાગ-દ્વેષાદિ શત્રુનો જય કરવારૂપ જેનપણું જેનામાં નથી, અથવા યથાર્થ વસુબોધરૂપ બુધપણું જેનામાં નથી, અથવા આત્મપવિત્રતારૂપ શોચમય વેષ્ણવપણું જેનામાં નથી, અથવા સાચા બ્રહ્મજ્ઞાનરૂપ બ્રાહ્મણ પણું જેનામાં નથી,-તે ભલે જન્મથી જેન છે કે બોદ્ધ છે, વૈષ્ણવ છે કે બ્રાહ્મણ હિ, કે અન્ય કોઈ પણ હ; પણ તે ભાવથી–પરમાર્થ થી જેન પણ નથી ને બોદ્ધ પણ નથી, વેણુવ પણ નથી ને બ્રાહ્મણ પણ નથી; તેમજ તે કુલયોગી પણ કહી શકાય એમ નથી તાત્પર્ય કે–સાચા પારમાર્થિક ગમાને-મેક્ષમાર્ગને નહિં અનુસરનારા એવા સર્વ સંપ્રદાયવાદીઓ, સર્વ મતદશનાહીઓ કાંઈ કુલગી નથી.
ઘણું કરીને મનુષ્યાત્મ કેઈ ને કઈ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે. પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યાન કરે; અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૧૬. અથવા તો માત્ર શારીરિક વિકાસને માટેના વ્યાયામાદિ પ્રયોગને જે યોગને નામે * વૈષ્ણવ જન તો તેને કહિયે.” ઈત્યાદિ–શ્રી નરસિંહ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org