________________
એ છે. કારણ કે તેઓનું માનસિક વલણ (Inclination) સ્વભાવથી જ યોગ પ્રત્યે પક્ષપાતથી (Bias) ઢળે છે. તેઓનું આત્મપરિણમન યોગ પ્રત્યે પરિ–ણમન કરતુંસર્વથા નમી પડતું હોય છે. આમ આ યોગદષ્ટિ ગ્રંથ જેમ મુખ્યપણે આત્માથે–આત્મપકારાવે છે, તેમ ગોણપણે પરાર્થે–પરોપકારાર્થે પણ છે. તાત્પર્ય કે-સ્વ-પર ઉપકાર એ આ ગ્રંથનું ઈષ્ટ પ્રયોજન છે. મહાપુરુષે સ્વ ઉપકાર અથે જે કૃતિ રચે છે, તે આનુષંગિકપણે સર્વ ઉપકારાર્થે–સાર્વજનિક ઉપગની પણ થઈ પડે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સરખા
" न कवित्वाभिमानेन न कीर्तिप्रसरेच्छया। कृतिः किन्तु मदीयेयं स्वबोधायैव केवलम् ॥"
–શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ. અને આ ઉપરથી એ પણ ખાસ લક્ષ્યમાં રાખવા ગ્ય છે કે આવા સાચા પપકારપરાયણ સંત મહાત્માઓ જે સ્વ ઉપકાર કરે છે તે જ ખરેખરો પર ઉપકાર
કરવાને સમર્થ હોય છે, જે આત્માર્થરૂપ સ્વાર્થ સાધે છે તે જ સ્વ-પર ઉપકાર પરમાર્થરૂપ પરાર્થ સાધી શકે છે. કારણ કે જે સ્વ ઉપકાર નથી કરતા,
તે પર ઉપકાર પણ નથી કરી શકતું જે આત્માથે નથી સાધતો, તે પરા પણ નથી સાધી શકતો. કારણ કે “કુવામાં હોય તો હવાડામાં આવે.” “પિતાનું નહિ સાથું કાંઈ, ઉકાળશે પરનું ઈ ભાઈ ?' પણ આમાથે સાધ્યા વિના જે પરાર્થ કરવાની ધૃષ્ટતા કરે છે, વા શેખી કરે છે, તે તો બને ગુમાવે છે, અને ભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. જે પોતાના આત્માને ઉપદેશ દીધા વિના પરને ઉપદેશ દેવા જાય છે, તે પિતાનું કે પરનું હિત કરી શકતા નથી, કારણ કે સ્વાચરણરૂપ ચારિત્રના બળ વિના તેની ધારેલી અસર નીપજતી નથી, અન્યના હૃદયને સ્પર્શ થતો નથી, ને
પત્થર પર પાણ” ઢળ્યા જેવું થાય છે ! એટલા માટે જ સન્માર્ગના જ્ઞાતા સદુપદેશા સપુરુષોનું સોથી પ્રથમ ને મુખ્ય પ્રોજન સ્વાતમાને ઉપદેશ દેવાનું હોય છે, કારણ કે તે ભાવિતાત્માઓ સારી પેઠે ભાવે છે કે-“હે જીવ! તું ઉપદેશ મ દે, પ્રથમ તું જ ઉપદેશ લે, કારણ કે તે જ્ઞાનીનો દેશ સર્વથી ન્યારો ને અગમ છે.” શ્રીમદ્ રાજચંદ્રજીનું આ માર્મિક વચનામૃત સર્વ મુમુક્ષુઓએ અંતમાં કતરી રાખવા યોગ્ય છે કે –
“મત દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.”– શ્રીમદ્ રાજચંદ્રજી
આમ આવા સદુપદેશ સાધુચરિત પુરુષેની વ્યાખ્યાનપ્રવૃત્તિ પણ જેમ મુખ્યપણે મેટેથી-ઉચસ્વરે સ્વાધ્યાયરૂપ હોય છે, તેમ આવી ગ્રંથલેખનપ્રવૃત્તિ પણ મૂક-મૂંગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org