________________
(૬૬ર )
યોગદરિસરુચિય સ્થાતર જ છે. તેથી શું ? તો કે-આ ગીજ્ઞાન બ્રાંત હોય નહિં તો એનું અબ્રાંતપણું સતે, અવસ્થાભેદની ઉપપત્તિને લીધે, સિદ્ધસાધ્યતા થાય.
ઉપરમાં પ્રમાણ શું એમ પૂછયું, એટલે વાદી કહે છે કે-યેગીજ્ઞાન છે તે પ્રમાણ છે. તેનો શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-જે તમે યેગીજ્ઞાનને પ્રમાણે કહેતા હે તો તે ગીજ્ઞાન પોતે જ ગીનું અવસ્થાંતર જ છે. એટલે વાદી કહે છે-તેથી શું? તે ચેગીનું અવસ્થાંતર છે, તે તેથી શું થઈ ગયું ? તે ઉપરથી તમે શું કહેવા માગે છે? તેને સિદ્ધાંતકાર જવાબ આપે છે કે-આ ગીજ્ઞાન કાં તો ભ્રાંત હાય ને કાં તો અબ્રાંત હોય. જે બ્રાંત કહો તો તેને તમે પ્રમાણભૂત લેખ્યું શી રીતે ? અને જે અબ્રાંત કહે તે સિદસાધ્યતા થઈ. અર્થાત અબ્રાંત એવા અવસ્થાભેદની ઉ૫પત્તિ થઈ, એટલે અમે જે સાધવા માગતા હતા, તે જ તમે સ્વીકારીને સાધી આપ્યું ! જ્યાંથી તમે છટકવા માગતા હતા, ત્યાં જ આવીને તમે સપડાઈ ગયા ! એટલે હવે તમે અમારા મતનો સ્વીકાર કર્યો હોવાથી, અમારે કાંઈ કહેવાપણું રહેતું નથી; કારણ કે ચોગીજ્ઞાન એ જ પિતે તે ગીનું અવસ્થાંતર છે. પૂર્વે તે ગીઝાન હોતું, પછી થયું, એટલે તે આગલી અવસ્થામાંથી થયેલી જુદી અવસ્થા છે. અને આ તો અબ્રાંત છે–પ્રમાણભૂત છે એમ તમે કહો છો, એટલે તે અવસ્થાંતર પણ અબ્રાંત છે, પ્રમાણભૂત છે, એમ તમે પણ સ્વીકાર કરે છે. ઈતિ સિદ્ધ નઃ સમીહિતમ ! કિ બહુ જહિપતેન?–આમ એકાંત નિત્યપક્ષનું પણ અત્ર સુયુક્તિયુક્ત સન્યાયથી ખંડન કરવામાં આવ્યું.
એટલે વસ્તુ કેવલ અભાવરૂપ પણ નથી, તેમજ કેવલ ભાવરૂપ પણ નથી, પણ ભાવાભાવરૂપ છે, એમ અનેકાંત સિદ્ધાંત અત્ર સુપ્રતિષ્ઠિત થયા. તાત્પર્ય કે–આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે–પર્યાયથી પલટાય છે. બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે.
આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.”—શ્રી આત્મસિદ્ધિ,
। इति एकान्तनित्यपक्षनिराकरणम् ।
વસ્તુસ્વભાવ-સાર. ક્ષણિકવાદી કહે છે કે-“આગલી પાછલી ક્ષણે વસ્તુનો અભાવ છે, વર્તમાન ક્ષણે જ તેને ભાવ-હેવાપણું છે.” (૧) આ તેનું કથન યુક્તિથી અસંગત છે, કારણ કે તેના
અભિપ્રાયે તે વર્તમાન ભાવવાળી તે છે, એટલે તે સદા તદ્દભાવવાળી– એકાંત અનિત્ય વર્તમાન ભાવવાળી હોવી જોઈએ. કારણ કે “સદા તભાવથી તદ્દવર્તી” હોય પક્ષ અયુક્ત એવો નિયમ છે. આમ તેની માન્યતા સાથે અવિરોધથી તે વસ્તુ સદા
વર્તમાન ભાવવાળી અર્થાત નિત્ય સિદ્ધ થશે. અને તે વર્તમાન ભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org