________________
૫૭
એનાં મૃત્યુના કારણે વિયોગની વેદનાઓ ભોગવવી પડે છે, અનેક મુશ્કેલીઓ, માંદગીઓ અને ત્રાસમાંથી પસાર થવું પડે છે, એ એકાને આપણું બુરા કાર્યોનું પરિણામ અગર પાપનું ફળ છે, એમ માનવાની કેઈએ ભૂલ કરવાની નથી. શ્રી કેદારનાથજી જેઓ શ્રીનાથજીનાં શુભ નામે પ્રસિદ્ધ છે અને મહાન તત્વજ્ઞાની છે, તેઓ પોતાના એક લેખમાં લખતાં જણાવે છે કે “ ઉન્નતિનો માર્ગ સુખ અને સગવડોમાં થઈને પસાર થતો નથી, એ વાત તેણે (શ્રેયાથીએ) પિતાના મનને સારી રીતે શીખવવી જોઈએ. દુઃખ અને સંકટ સામે ઝઘડતા રહેવાની વૃત્તિ અને પુરુષાર્થ તેનામાં હોવા જોઈએ. ઉન્નતિ માટે પ્રયત્ન કરતાં કરતાં જે દુઃખ કે સંકટ આવી પડે તેમાં પિતાના મન-બુદ્ધિ-શરીરને જે તાણ આપવી પડે છે, અડચણામાંથી માર્ગ કાપતાં, સંકટોનો અસહ્ય ભાર ખેંચતા, મને ભાવનાઓને જે રીતે ક્યારેક અત્યંત કોમળ તે ક્યારેક અત્યંત કઠણ કરવી પડે છે, તે તે વખતે મનને કમળ કે કઠણ કરતાં, મન, બુદ્ધિ અને શરીર દ્વારા જે અનુભવ થાય છે તે અનુભવોમાં જ સર્વ વિશેષતા રહેલી છે, તે અનુભવ દ્વારા જ મનુષ્યત્વને ઘાટ ઘડાય છે, એવો શ્રેયાથીને વિશ્વાસ હોવો જોઈએ. અનેક પ્રકારનાં વિકટ અને કઠણ પ્રસંગમાંથી તવાઈને નિકળ્યા વિના આપણી સત્વશીલતાની પરીક્ષા થતી નથી, અને પરીક્ષા વિના આત્મવિશ્વાસ ઉપજતો નથી. સાવિક હેતુ માટે જે દુઃખે અને હાડમારીઓ સહન કરવા પડે છે તેથી જ આપણામાં રહેલી મલિનતા નિકળી જઈ આપણામાં રહેલી મનુષ્યતા પ્રગટ થાય છે, એવો વિશ્વાસ શ્રેયાથીનાં હૃદયમાં હવે જોઈએ. ઉન્નતિને માર્ગે ચાલતાં ન્યાય અને કરુણાથી તરબોળ થયેલા હૃદયમાં સારિવાક સુખ તથા આનંદ પ્રાપ્ત થાય, તેના માટે જે અવકાશ હોય તે તેને તે ધિકકારશે નહિં અને જે દુખ તથા હાડમારીઓ આવે તેને દુર્ભાગ્ય લેખશે નહિં.”
સ્વર્ગસ્થ સાક્ષરશ્રી આનંદશંકર ધ્રુવ પિતાનાં એક લેખમાં લખે છે કે, “પરમાત્માના મનુષ્ય ઉપરનાં પ્રેમની પહેલી નિશાની શું? આનો ઉત્તર જરા વિરોધાભાસી લાગશે, પણ તે વાસ્તવિક છે અને તે એ કે દુઃખ-સંસારનાં દુઃખ. પરમાત્માની જેના ઉપર કૃપા થાય છે તેના ઉપર જ એ દુઃખ નાખે છે. અસંખ્ય વિકટ પ્રસંગે અને આપત્તિ ઓને અનુભવ મેળવી એ અનુભવથી પવિત્ર થઈ કુન્તી કૃષ્ણ પ્રત્યે કહે છે “વિપર: સંરતુ નઃ શાશ્વત્ તત્ર તત્ર રજુ '' હે જગત્ના પ્રભુ! હંમેશા અમારા ઉપર આવી વિપત્તિઓ જ હશે, જેથી અમને તમારું નિત્ય દર્શન રહૃાાં કરે. જેઓનાં હૃદય કૃપણુતા અને કાયરતાથી ભરેલાં છે, તેઓ સાંસારિક સુખનું એકેક ટપકું ચાટ્યાં કરે છે,-કૂતરું હાડકું ચાટ્યાં કરે તેમ ! કદી જન્મારામાં જાણે એ જોયું જ ન હોય,–જે કે કરોડો જન્મો ભોગવ્યાં કર્યું છે છતાં ! એવા મનુષ્યોનાં બાયલાપણાનો ખ્યાલ લાવો, અને તે સાથે ક્ષત્રિયમાતા કુન્તીની વીરત્વભરેલી ઉક્તિ સરખાવો અને કહે બે ભાવમાંથી કયે ભાવ વધારે ઉચ્ચ ? પરમાત્માનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org