________________
૬
સામ્રાજ્ય વ્યાપર્યું છે, કે જે સત્તા સામે કોઈ પણ વિષય વાસના, કામને કૈ ઈછા ટકા શકતાં નથી. માણસ-મનુષ્યપણું તિર્યંચ અને નારકનાં જીવો કરતાં મહાન છે એટલું જ નહિં પણ મનુષ્યપણું તો દેવ કરતાં પણ ઉત્તમ છે. તેથી જ, માનવી તે દેવોનાં માટે પણ વંદનીય ગણાય છે. સાધકે ધ્યાનમાં રાખવું કે મનુષ્ય નિ કરતાં બીજી કોઈ ઉત્તમ યોનિ છે જ નહિ.
સાધકને કામગોનાં વિચારો આવે ત્યારે પોતાની જાતને સમજાવવાનું કે, કામભેગો તે દેવયોનિમાં શોભે, મનુષ્ય ગતિમાં નહિં. મનુષ્ય તે દેવેને દેવ છે, કારણ કે મનુષ્ય જીવન એટલે તો સંયમ, ત્યાગ અને તપનું જીવન મુક્તિ એ મનુષ્ય માત્રનો અધિકાર છે, અને મનુષ્ય યોનિ પ્રાપ્ત કર્યા પછી, ત્રણ લેકમાં કોઈ એવી શક્તિ નથી કે જે મુક્તિ મેળવવાનાં આપણું માર્ગમાં અડચણ ઉત્પન્ન કરી શકે. પૂર્વ કર્મ–પ્રારબ્ધ કરતાં પુરુષાર્થ હંમેશ પ્રબળ છે, એ સાધકે ભૂલવાનું નથી. Exertion is greater than destiny જે પરમાત્મા–પરમ આત્માની શેધ સાધકે કરવાની છે, તે પરમ આત્મા સાધકે પોતાની અંદર જ શોધવાનો છે-ઉત્પન્ન કરવાનો છે.
એમ કહેવાય છે, અને કદાપિ માનવામાં આવે કે આ જમાનામાં, આ ક્ષેત્રથી મનુષ્ય કમ રહિત બની મુક્તિ પામી શકતા નથી, કારણ કે આ જમાનાનાં માનવીના શરીરનું બંધારણ એવું છે કે તેમાં શુકલ ધયાન સંભવિત નથી, પરંતુ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય એમના યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે “ભલે મોક્ષ થયે કહેવાઓ કે ન કહેવાએ, પરંતુ જે પરમાનંદ છે તેને અનુભવ તો થાય જ છે, કે જેની આગળ સંસારનાં તમામ સુખ તુચછ જેવાં-નહિ જેવા લાગે છે. ” સાધક આ સ્થિતિ પ્રાપ્ત કરે તો એ મુક્તિ કરતાં કંઈ રીતે ઉતરતી દશા છે એમ નહિ કહેવાય.
ગના માર્ગે જનારને સુખ, શાંતિ અને પરમ આનંદ મળે છે, પણ તે માટે સાધકે તેને યોગ્ય મૂલ્ય પણ આપવાં પડે છે. આપત્તિઓ, દુઃખે, વ્યાધિઓ, ચિંતાઓ, ન ગમતા બનાવે, હૃદયને હચમચાવી નાખે એવા પ્રસંગે, અને ધરતીકંપના જેવા આંચકા લાગે તેવા બનાવોનાં અનુભવ માટે સાધકે તૈયારી રાખવી જોઈએ
પરન્તુ સાધકે તેમજ અન્ય માનવીઓએ યાદ રાખવાનું છે કે માનવીને જે હેરાન થવું પડે છે, અન્યાય સહન કરવો પડે છે, કુટુંબીજને, પ્રિયજન અને નિકટનાં નેહિ
૧ દેવો, દાન અને ગાંધર્વ જાતિના દેવો, યક્ષ, રાક્ષસ અને કિન્નર જાતિના દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્ય પાળે છે તેવા પુરુષને નમસ્કાર કરે છે. દેવે પણ બ્રહ્મચારીને દાસ બને છે.’ ઉત્તરાધ્યયન સૂત્ર. ૧૬.
* मोक्षोऽस्तु मास्तु यदि वा परमानंदस्तु वेद्यते स खलु ।
મિત્રવિકુણાનિ પ્રતિમાને ન વિવિવિઘ યોગશાસ્ત્ર ૧૨–૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org