________________
૫૮
સાન્નિધ્યમાં જવું એ મનુષ્યનો મનુષ્ય તરીકે પરમ ધર્મ અને અધિકાર છે. મનુષ્યમાં જ એવી શક્તિ છે કે એ દુઃખ જોગવવાં, એટલું જ નહિં પણ એ દુઃખનો અર્થ કરે એટલે કે એનું સ્વરૂપ સમજવું તથા પ્રયોજન તપાસવું, એની આગળ પાછળની કડીઓ તપાસી કાર્યકારણની સંકલનામાં એનું કયાં સ્થાન છે તથા એ શી ગરજ સારે છે એ નક્કી કરવું. દુખમાં ગરકાવ થઈ ન જતાં એના ભૂત-ભવિષ્ય તરફ નજર કરીશું તો તુરત જણાશે કે દુઃખ એ ભૂતકાળની મલિનતાનું વિશાધન છે અને ભવિષ્ય કાળની આત્મોન્નતિને અરુણેદય છે. જેને મનુષ્ય જીવન પામી એ જીવન સફળ કરવાની ઈચ્છા છે અને જેણે એ જીવનની સુઘટિત ઘટના ઉપર વિચાર કર્યો છે–એને સાંસારિક દુ:ખ તે પરમાત્માની કૃપા સિવાય અન્ય રૂપે કદિ પણ ભાસશે નહિ ” સમર્થ તત્વજ્ઞાની અને મહાન યોગી શ્રી અરવિંદ કહે છે કે “ It is not because there is something bad in you that blows fall on you-blows fall on all human beings, because they are full of desire for things that can not last and they loose them or even if they get, it brings disappointment and cannot satisfy them." અથત તમારી ઉપર દુઃખના ઘા પડે છે, એનું કારણ એ નથી કે તમારામાં કાંઈક ખરાબ તત્ત્વ છે, પણ દુઃખના ઘા દરેક માણસની પર પડે છે, કારણ કે તેઓ એવી વસ્તુઓની પાછળ પડે છે કે જે વરતુ નિત્ય રહેતી નથી, અને તેથી માણસો તેને ગુમાવી દે છે, અગર તે વરતુ મેળવ્યા પછી તેમને નિરાશા ઉત્પન્ન થાય છે અગર તેઓને સંતોષ આપી શકતી નથી. સુપ્રસિદ્ધ કવિ અને મહાન જ્ઞાની શ્રી ખલિલ જિબ્રાને લખ્યું છે કે, “Your pain is the breaking of the shell that encloses your understanding,” zuela તમારા જ્ઞાન ઉપર બાઝી ગયેલું જડત્વનું પડ દૂર કરવા માટે, તમને જે એક વસ્તુ કુદરત તરફથી આપવામાં આવે છે, એ તમારી વેદના.
આ કથાની સત્યતા, ભગવાન નેમનાથનાં પૂર્વ જન્મની પત્ની રાજુલનાં જીવનમાંથી, અને ભગવાન મહાવીરનાં પ્રથમ ગણધર શ્રી ગૌતમનાં જીવનમાંથી પણ આપણને મળી શકે છે. લગ્નને રથ પાછો ફેરવીને ભગવાન નેમનાથ જ્યારે પાછા ફરે છે, અને પિતાથી એક ઘડી પણ વિખૂટા ન પડનાર શ્રી ગૌતમને નિવણસમયે ભગવાન મહાવીર દૂર કરે છે,–તેમાં બન્ને વિભૂતિઓએ રાજુલ અને શ્રી ગૌતમને વેદના ઉપજાવેલ છે, અને તે જ વેદના અંતે એ બનેની મુક્તિનાં માટે કારણભૂત બને છે, એ વાત સહેલાઈથી સૌ કોઈ સમજી શકે તેવી છે. ભગવાન નેમનાથે રાજુલમાં વેદના ઉપજાવીને પૂર્વભવોની પત્નીને મુક્તિ અપાવી સાચા પતિનું કામ કર્યું છે, કારણ કે જે પતિ મુક્તિનાં કાર્યમાં પત્નીને નિમિત્તરૂપ થાય તે જ સાચે પતિ ભગવાન મહાવીરે પોતાના પરમ શિષ્યને વેદના આપીને તેને રાગમાંથી મુક્ત બનાવેલ છે, અને જે કેવળજ્ઞાન રાગ સહિત દશામાં અશક્ય હતું, તે કેવલજ્ઞાન, પેલી વેદનાથી રાગ રહિત બન્યા એટલે પ્રાપ્ત થયું. શિષ્યને જે મુક્તિ અપાવે તે જ સાચા ગુરુ. આ બધા ઉપરથી સાધક એવો અર્થ ન તારવે કે આપણે જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org