SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ મુકતતત્વમીમાંસા : સ્વભાવઉપમ, “તથાભાવથી અદોષપણું (૬૪૫) વિભાવ પરચ- ચેતન્ય-પુરમાં ઉપમર્દ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુધી વ્યાપે છે, થ્રી ઉપપ્લવ -પરને ભેદ પરખાતો નથી, સ્વપરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે, અને ચેતન રાજના “પદ 'ભ્રષ્ટપણાથી અરાજક્તાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે ! આમ વિભાવરૂપ અધર્મના સેવનથી, સ્વાસ્થાનથી યુત થયેલે, “ઠેકાણું વિનાને,” સ્વરૂ૫૫દથી ભ્રષ્ટ એ આ આત્મા ચતુર્ગતિમય સંસારમાં રખડે છે, ને જન્મમરણાદિ અનંત દુઃખ ભેગવે છે. આવા આ સ્વરૂપ-પદભ્રષ્ટ ચિદ્દઘન આત્માને પુન: જ્યારે તસ્વાભાવ્ય સાથે અર્થાત તેના પિતાના સ્વસ્વભાવપણા સાથે “ગ” થાય છે, ત્યારે તેનો “તથાભાવ” હોય છે. એટલે કે તેને જે મૂળ સ્વભાવ છે, તથા પ્રકારનો ભાવ તેને તરવાભાવ્ય ઉપજે છે. આમ આત્મા જ્યારે પ્રતિક્રમણ કરી–પીછેહઠ કરી સાથે વેગ મૂળ અસલ સહજ તથાભાવરૂપ સ્વરૂપસ્થિતિને ભજે છે, વિભાવરૂપ પર ઘર” છોડી દઈ નિજ વિભાવરૂપ ઘરમાં આવે છે, ત્યારે તેને જન્મમરણાદિરૂપ સંસાર વિરામ પામે છે, અને સ્વભાવસ્થિતિરૂપ મેક્ષ પ્રગટે છે, ને નિજ ઘર મંગલમાળ” થાય છે. “આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે.” (દેવચંદ્રજી). અને આમ “તથાભાવ” અથાત જે મૂળ સ્વભાવ છે તે ભાવ થવાથી જ તેનું અષપણું ઘટે છે, તે દષવંત મટી અદોષ બને છે. કારણકે સ્વભાવ ઉપમ કરનારા વિભાવરૂપ દેષથી તે દોષવત હત; તે વિભાવ દેષ ટળવાથી તેને તથાભાવ” થી સ્વભાવ ઉપમર્દ થતું અટયે, એટલે તે અદેષ થશે, જે હતો અદેષપણું તેવો રહ્યો. સ્વભાવ પદથી–પિતાના ઠેકાણાથી ભ્રષ્ટ થયે-ખસ્યો એ તેને * દોષ હતો, સ્વભાવમાં આવ્યું એટલે તે દોષ ટળે, અને સ્વભાવપદમાં સ્થિતિ થવાથી-ઠેકાણે આવ્યાથી ” તે અદેષ –રોગીને રોગ ટળતાં જેમ તે અગી હોય છે તેમ. તાત્પર્ય કે-અદેષ હતાં, તે તથાભાવયુક્ત હોય છે, અર્થાત સ્વસ્વભાવપણાના યોગથી જે અસલ સહજ સ્વભાવે-સહજાન્મસ્વરૂપે હતું તેવો હોય છે. આમ ખરેખરા-મુખ્ય એવા જન્મમરણાદિ આપનારે સ્વભાવપમન્દરૂપ વિભાવદોષ મુખ્ય હતો, એ જેમ ખરી વાત છે, તેમ વિભાવદોષ ટળી સ્વભાવમાં આવ્યાથી તે “અદોષ” થ, એ પણ તેવીજ ખરેખરી મુખ્ય વાત છે. માટે “અદેષ” એ આ સ્વભાવસ્થિત મુક્ત આત્મા મુખ્ય છે, ખરેખર છે, નિરુપચરિત છે, પરમાર્થ સત્ છે, એમ આ ઉપરથી સાબીત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy