SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિ : અઢાર વર્ણવજિત જિનદેવસર્વ ( ૬૧૭) અવિરતિ, (૧૩) વેદય (કામ), (૧૪) દાનાંતરાય, (૧૫) મુનિજન વંદે લાભપંતરાય, (૧૬) વીતરાય, (૧૭) ભેગાંતરાય, (૧૮) ઉપગાયા ” ભેગાંતરાય,-એ અઢાર દૂષણથી રહિત આ જિન-વીતરાગ પરમાત્મા હોય છે, કે જેના અનન્ય ગુણેનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે, અને જે નિદ્રષણ એવા પ્રભુ મનને રુચે એવા-ગમે એવા છે. અને આ આવા પરમ નિષ ગુણમૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ દીનબંધુની મહેર નજરથી-કૃપા દ્રષ્ટિથી આનંદઘનપદને પામે છે, અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. “એહ અઢાર દૂષણ વરજિત તનુ, મુનિજન વંદે ગાયા; અવિરતિરૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા હે...મહિલજિન! ઈસુવિધ પારખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે, દિનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હો.”—શ્રી આનંદધનજી. આમ આ ભગવાનના દેષ-આવરણની નિઃશેષ હાનિ-આત્યંતિક ક્ષીણતા હોય છે,સવ હેતુઓથી જેમ બાહા-અત્યંતર મલ ક્ષય થાય છે તેમ, ધાતુપાષાણનો બાહ્યાભંતર મલ જેમ પિતાના હેતુએ કરીને ક્ષય પામે છે, તેમ સમ્યગદર્શનાદિ દોષ-આવરણ હેતુઓ વડે કરીને ભગવાનના બાહ્યાભ્યતર મલને ક્ષય થયા હોય છે, ક્ષયઃ સર્વજ્ઞ એટલે મેહનીય ને અંતરાયરૂપ દોષ, તથા જ્ઞાનાવરણ-દર્શનાવરણરૂપ આવરણનો આત્યંતિક ક્ષય હોય છે. અને આમ પ્રતિબંધક એવા દોષ-આવરણને ક્ષય થતાં, ક્ષીણુદેષ એવા તે અવશ્ય સર્વજ્ઞ થાય છે, અર્થાત નિરાવરણ એવા કેવલજ્ઞાનને પામે છે, જેથી કાલોકના સર્વ ભાવને તે સાક્ષાત્ દેખે છે, સર્વ દ્રવ્યના સર્વ પયય જાણે છે. ( જુઓ પૃ. ૩૫૬, તથા પૃ. ૩૪૯ ફુટનાટ.). આ સર્વસિદ્ધિ વિષયમાં આ પ્રમાણ છે–સૂક્ષમ, અંતરિત ને દૂર પદાર્થો કેઈને પ્રત્યક્ષ હોય છે,અનુમેયપણું છે માટે, અગ્નિ આદિની જેમ. અર્થાત સૂક્ષમ એટલે સ્વભાવથી વિપ્રકૃણ (વિખૂટા પડેલા), અંતરિત એટલે કાળથી વિપ્રકૃe ને દૂર એટલે દેશથી વિપ્રકણ એવા પદાર્થો કોઈને પણ પ્રત્યક્ષ હોય છે, કારણ કે તે અનુમેય-અનુમાનગમ્ય છે, અથવા પ્રમેય છે. અને જે પ્રમેય છે તે કોઈ પુરુષવિશેષને પ્રત્યક્ષ હોય છે, અથવા જે અનુમાન ગમ્ય છે તે કોઈને પ્રત્યક્ષ હોય છે. જેમકે-અગ્નિ આદિ, વળી સર્વ * “સૂફમાત્તતિદૂતા પ્રત્યક્ષદ જિલ્લા અનુમેરવતોથાવિતિ વૈશવંતિઃ ”–શ્રી આમીમાંસા ૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy