________________
પણ હર્ષિ વિશ્વવિજેતા “મહાદેવ'-૧૮ દોષ શહિત જિનદેવ
( ૬૧૫) પૂજ્યપણું આપે છે, તે દોષોને આ ભગવાન જિન-વીતરાગે તો મૂલથી નિવાર્યા હોય છે, જડમૂળથી ઉખેડી નાંખ્યા હોય છે. જેમકે – “સેવક કિમ અવગણુએ હો મલ્લિજિન! એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહ તે મૂલ નિવારી. ”–શ્રી આનંદઘનજી.
અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગે બહાર ખેંચી કાઢી પ્રકટ કર્યું.
અનાદિની સાથે સંલગ્ન થયેલી અજ્ઞાનદશાને રીસાવી તે જુઓ તે તુરીય અવસ્થા ખરા ! અને તે રીસાઈને ચાલી જતાં તેની કાણું પણ ન માંડી ! તેને આવી માટે અફસોસ વીક પણ ન કર્યો ! આમ આ ભગવાને અજ્ઞાન દોષને
નિવૃત્ત કર્યો નિદ્રા, સ્વનિ, જાગ્રત અને ઉજજાગ્રત એ ચાર દશામાંથી ચોથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી. અર્થાત સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આમોપયોગમય સતત અત્યંત જાગ્રતિને પામ્યા; અને નિદ્રા-સ્વપ્ન એ બે દશા રીસાણી જાણું તે ચાલવા માંડી, તો પણ આ સ્વસ્વરૂપના સ્વામીએ તેને મનાવી નહિં! તે ચિરકાલની પ્રિયાનું મનામણું કર્યું નહિં! આમ અત્યંત જાગ્રત–ઉજાગર એવી પરમ જ્ઞાનદશાને પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી.
“જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણી;
જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણુ મલ્લિજિન! નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી, નિદ્રા સુપન દોય દશા રીસાણી, જાણીને નાથ મનાવી...હે મલિજિન ! ”
મિથ્થામતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી હતી, સંલગ્ન હતી, તેને અપરાધ-દુષ્ટ દેષવાળી દુશીલ વ્યભિચારણ જાણુને આ મહાત્માએ
આભગૃહમાંથી બહાર કાઢી મૂકી, અને સપરિવાર સમકિત સાથે સગાઈ સમકિત સાથે કીધી, ગાઢ સગપણ સંબંધ બાંધે. આમ સમ્યગદર્શનને પામેલા સગાઈ કીધી” ભગવંતે મહામિથ્યાત્વ દેષને-દર્શનમેહને ક્ષીણ કર્યો.
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી; મિથ્યામતિ અપરાધ જાણી, ઘરથી બાહિર કાઢી મણિજિન !”
હાસ્ય, અરતિ, રતિ, શોક, દગચ્છા, ભય,-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દેષ તો બિચારા કયાંય કચરાઈ ગયા ! એ પામર મગતરાં જેવા
નોકષાય દોષે તે,-ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org