________________
(૬૧૪)
યોગદષ્ટિસમુચ્ચય ક્ષીણ દોષ સર્વજ્ઞ તબ, સર્વ લબ્ધિ ફલવંત;
પરમ પરાઈ કરી પછી, લહે વેગને અંત ૧૮૫ અર્થ-પછી ક્ષીણ દેષવાળા, સર્વજ્ઞ, સર્વ લબ્ધિ ફલથી યુક્ત એવા તે પરમ પરાર્થનું સંપાદન કરી ભેગના અંતને પામે છે.
વિવેચન આમ જે ક્ષીણદોષ થયા છે એવા તે ત્યારે જ નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને સર્વજ્ઞ હોય છે, અને સર્વ સુષ્યની નિવૃત્તિ થકી સર્વ લબ્ધિફલથી યુક્ત એવા હેય છે. આવા સર્વલધિસંપન્ન સર્વજ્ઞ, ભવ્યજનોની એગ્યતા પ્રમાણે, તેમને સમ્યફવાદિ પરમાર્થલાભ આપી, પરમ પરોપકાર કરે છે અને પછી મેંગના અંતને પામે છે.
જેના રાગાદિ સર્વ દોષ ક્ષણ થાય છે તે વીતરાગ-જિન થાય છે, અને જે વીતરાગ થાય છે તે તતક્ષણ જ સર્વજ્ઞ હોય છે. આ નિયમ છે. સર્વ દે ત્રણ મુખ્ય દોષમાં
સમાય છે–રાગ, દ્વેષ અને મોહ. આ “વિષ” જેનામાંથી ગયા છે, ‘ત્રિદેશ” તે સર્વ દેષથી મુક્ત એવા પરમ વીતરાગ હોય છે, કારણ કે આ વિજેના મહાદેવ “ત્રિદોષ થી જ જીવને “સન્નિપાત” લાગુ પડે છે, અર્થાત્ આત્માના
શુદ્ધ સત્ સ્વરૂપથી નિપાત-અધ:પતન હોય છે. પણ જ્યારે આ દોષ નષ્ટ થાય છે ત્યારે સત્ સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત હોતો નથી, પણ આત્માના સહજ સત્ સ્વરૂપમાં સંસ્થિતિ જ હોય છે, આત્મા સહજામસ્વરૂપે “સુસ્થિત” થાય છે. આ જ પરમ વીતરાગ દશા છે, અને આ જ પરમ દિવ્ય એવું ખરેખરૂં “મહાદેવપણું” છે. એટલા જ માટે કહ્યું છે કે જેને સંલેશ ઉપજાવનારો રાગ સદાયને માટે છે જ નહિં, અને શમરૂપી ઇંધન પ્રત્યે દાવાનલ જે પ્રાણ પ્રત્યેનો દ્વેષ પણ છે જ નહિં, અને સદજ્ઞાનને આચ્છાદન કરનાર તથા અશુદ્ધ ચારિત્ર કરનાર મોહ પણ છે જ નહિં તે ત્રિકપ્રસિદ્ધ મહિમાવાળો “મહાદેવ” કહેવાય છે.”
" यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वदा । न च द्वेषोऽपि सत्त्वेषु शमान्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥"
–શ્રી હરિભદ્રાચાર્યજીત અષ્ટક અષ્ટાદશ દોષ રહિત શ્રીમદ્ વીતરાગ જિનદેવ અથવા પ્રકારતરે, જેનામાંથી અઢાર દોષ ગયા છે, તે પરમ નિર્દોષમૂર્તિ વીતરાગ હોય છે. બીજાઓ જે દેષને અતિ આદર આપે છે, જે રાગાદિ દોષથી યુક્તમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org