________________
( ૧૨ )
યોગદદિસમુચ્ચય કર્મ કહેવાય છે. આયુ, નામ, ગેત્ર ને વેદનીય એ “અઘાતિ’ કર્મ છે, કારણ કે તે
આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શન ગુણની ઘાત કરતા નથી. હા, અઘાતિ કર્મ તે ઘાતિ કર્મોને સહાયક અવશ્ય થાય છે, પણ સ્વયં આત્માના તે
મૂળ જ્ઞાન-દર્શને સ્વભાવગુણને હણતા નથી. તથાપિ તે તે કર્મ પોતપિતાની વિશિષ્ટ શક્તિ જરૂર દાખવે છે. જેમકે-આયુ કર્મથી જીવ અમુક મર્યાદિત સમય સુધી તે તે ગતિને વિષે તે તે દેહમાં સ્થિતિ કરે છે, અથાત્ આયુકર્મ જીવને ચતુ ગતિમય સંસારરૂપ બંદિખાનામાં જકડી રાખે છે, અને તેથી આત્માના અવગાહન ગુણને હાનિ પહોંચે છે. નામકર્મ આમાના અમૂર્તત્વ–સૂક્ષ્મત્વ ગુણને ધખો પહોંચાડે છે, જેથી કરીને આત્માના ગતિ-જાતિ-શરીર આદિ સ્થલ–સૂર્ત પર્યાય પ્રગટે છે, એટલે નામકર્મ ચિતારાએ ચિત્રેલા ચિત્રામણ જેવા ચિત્રવિચિત્ર નામ પામી આત્મા બહુરૂપીવિશ્વરૂપી બને છે! ગોત્રકમ આત્માના “અગુરુલઘુ” ગુણને હાનિ કરે છે, જેથી કરીને એક શુદ્ધ સમસ્વરૂપ આત્મા ઉચ્ચ-નીચ નેત્રરૂપ વિષમતાને પામે છે. વેદનીય કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને હણે છે. જેથી કરીને મધુથી ખરડાયેલ ખડ્યધારા જેવા શાતા-અશાતા વેદનીયના ઉદયથી સુખદુઃખ ભેગવવા પડે છે. આમ આ ચાર અઘાતિ કમ પણ મૂળ આત્મગુણઘાતી નહિં છતાં પોતપોતાની વિશિષ્ટ અસર જરૂર નીપજાવે છે, પિતા પોતાને ભાવ જરૂર ભજવે છે.
આમ આ આઠ પ્રકારના કર્મમાંથી જે જ્ઞાનાવરણીયાદિ ઘાતિક છે, તે વાદળા જેવું છે. તે જ્યારે ધર્મસંન્યાસ ગરૂપ પવનના સપાટાથી શીર્ણ વિશીર્ણ થાય છે,
વિખરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમ યેગે કરીને તે શ્રીમાનું ધર્મસંન્યાસ જ્ઞાનકેવલી અર્થાત સર્વજ્ઞ પરમાત્મા થાય છે. વાદળાં જેમ વાયુના વાયુઃ ક્ષપકશ્રેણ હલેળાથી વિખરાઈ જાય છે, તેમ ધર્મસંન્યાસરૂપ પવનના આઘાતથી
- સપાટાથી ઘાતિકરૂપ મેઘપટલ વિખરાઈ જાય છે. આ હમણું જ કહ્યો તે તાવિક ધર્મ સંન્યાસ નામને સામર્થ્ય વેગ આઠમા “અપૂર્વકરણ” ગુણસ્થાનથી શરૂ થાય છે, કે જ્યાં ક્ષપકશ્રેણીનો પ્રારંભ થાય છે. અત્રે આ સમર્થ યોગી અપૂર્વ આત્મપરાક્રમ–અપૂર્વ આત્મવિલાસ દાખવતે ક્ષપકશ્રણ પર આરૂઢ થાય છે, અને કર્મોને ક્ષય કરતો કરતો, ખપાવતે ખપાવ, ખતમ કરતો કરતે, “મહા વીરની પેઠે આત્મસ્થાને વીરપણું પ્રકટ કરેતો સતે, આગળ વધે છે. સમયે સમયે આત્મસ્થિતિમાં સંયમનરૂપ અનંતા સંયમ વર્ધમાન કરતો કરતો, ને કર્મદલને ઉડાવતા ઉડાવતે, તે મહાયોગી ઉત્તરોત્તર ગુણસ્થાન ભૂમિકાઓ કુદાવતે જાય છે, અને ક્ષાયિક ભાવની વૃદ્ધિ કરતો જાય છે. યાવત્ બારમાં ગુણસ્થાનના અંતે મોહનીય કર્મને સર્વ સંક્ષય કરી, તે પરમ ભેગી પરમ અમેહસ્વરૂપ એવા પરમ વીતરાગભાવને પામે છે. * “રાત: શેષતુ રાત જામઘાતિ વિરક્ષણા
rria પાતામાવાત્માનિત ” -શ્રી પંચાધ્યાચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org