________________
૫ દઃિ મેહનીય-કમેને રાજા, ઘાતિ-અઘાતિ પ્રકૃતિ
(૬૧૧ ) મિથ્યાત્વમાં ફેરવી નાખે છે. અને ચારિત્ર મેહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂપ ગુણને વિભાવ સ્થિતિ પણમાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય (Villain's action) મોહનીય કર્મ કરે છે. બીજાં કર્મ તો માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) મોહનીયકર્મ તો પોતાનું દેઢડહાપણ વાપરી ઉલટ બગાડો કરી મૂકે છે! એટલે જ એ આત્માનો ભયંકરમાં ભયંકર ને મોટામાં મોટો દુશમન (Ring-leader ) છે. તે નાયકના જોર પર જ બીજાં કર્મોનું બળ નભે છે, તેનું જેર ક્ષીણ થતાં અન્ય કર્મોનું બળ પણ ક્ષીણ થાય છે. આમ અન્ય કર્મોને આશ્રયદાતા- અન્નદાતા” હોવાથી નેકનામદાર મેહનીયને કર્મોને “રાજા” કહ્યો છે તે યથાર્થ છે.
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કમ મહિનીય ભેદ બે, ૧ દર્શન ૨ ચારિત્ર નામ
હણે ૧ બોધ ૨ વીતરાગતા, અચૂક ઉપાય આમ, ” શ્રી આત્મસિદ્ધિ. કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીને ધર્મ આત્માના ગુણની ઘાત કરવાને અર્થાત (૧) તે ગુણને આવરણ કરવાનો, અથવા (૨) તે ગુણનું બળ-વીર્ય શોધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાને છે. અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભંગ ઉપગ આદિને, તેનાં વીર્ય–બળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભેગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભેગાદિમાં વિન–અંતરાય કરે છે, માટે તેને આવરણ નહિં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂર્શિત કરી, હિત કરી વિકળ કરે છે, જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહિં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે, માટે એને મોહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જે કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણની આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૯૩,
આ ચાર ઘાતિ કર્મ શિવાયના શેષ-બાકીના જે ચાર કર્મ છે, તે “અઘાતિ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org